CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 5



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 5

#વિજ્ઞાન_વર્તમાન.  #ભાગ_5

#એક_નવો_વિચાર

#ફેંટમ_એનર્જી

#સબ_ટોપિક_હકીકતમાં_અવકાશ_શું_છે?

ગયા ભાગ 4માં આપણે ઋણ દળની વાત કરી અને ત્યાર બાદ અવકાશ એ એક ઋણ ઉર્જા ધારીત ફલક છે એવું નિર્ધારિત કર્યું હતું..

જુઓ ગત ભાગ 4નો એ ટોપિક..

"એક નવો વિચાર કહે છે... અવકાશ બીજું કાંઈ નહીં પણ પડછાયા રૂપ શોષિત ઉર્જા જ છે..

E = mC^2 માં પડછાયાનું આ દળ મુકો, અને શોધી નાખો ઋણ ઉર્જા કેટલી સમાય છે..એ પરથી પ્રતિબળ, પ્રતિકાર્ય અને એક નવું બ્રહ્માંડ તે પ્રતિબ્રહ્માંડ અને તેનું કોસ્મિક ઈંડુ એટલે કે વિશાળ અવકાશ..

અહીં, એક નવો વિચાર સ્થાપિત કરે છે કે બ્રહ્માંડમાં પહેલેથી ફક્ત પદાર્થ અને ઉર્જા જ નથી પણ અવકાશ પણ મોજુદ હતું.

આમ, હમણાં ફલિત થતું અવકાશ એ એક વિશાળ ઈંડુ માત્ર છે..કોસ્મિક ઈંડુંનું વિપરીત અથવા વિરોધી મોડેલ! 

હકીકતમાં_અવકાશ_શું_છે?

#જુના_વિચારો_હિસાબે 

અવકાશ એ જુના વિચાર અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ દરમિયાન ખાલી ઉતપન્ન થતી જગ્યા માત્ર છે. જ્યાં શૂન્ય અવકાશ છે... પ્રથમ ત્યાં ઇથર નામનો પદાર્થ હાજર છે એવું સ્થાપિત થયું.. પણ પછી સુરજથી પૃથ્વી સુધી પહોંચતાં પ્રકાશને જુદાં જુદાં અંતર કાપતાં લાગતા સમાન સમયને લીધે એવું ફલિત થયું કે જો ઇથર હોય તો સરખો સમય ન લાગે.. જુદાં - જુદાં અંતર કાપવા અલગ સમય લાગવો જોઈએ અને ઇથરના વાદને રદિયો અપાયો..



પ્રકૃતિ, સાર અને અવકાશના અસ્તિત્વની રીત અંગેની ચર્ચાઓ પ્રાચીનકાળની છે; 

જેમાં:-  1) પ્લેટોએ ટાઈમિયસ કહ્યું 

2) સોક્રેટીસે ખોરા (એટલે ​​​​કે "અવકાશ") કહ્યુ.

3) એરિસ્ટોટલ (પુસ્તક IV, ડેલ્ટા) ના ભૌતિકશાસ્ત્રમાં ટોપોસ (એટલે ​​​​કે સ્થળ)  તરીકે ઓળખવ્યું.

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

4) 11મી સદીના આરબ પોલીમેથ અલ્હાઝેને "સ્પેસ ક્વા એક્સ્ટેંશન" તરીકે "સ્થળની ભૌમિતિક વિભાવના"  એમ સમજાવ્યું.

5) આઇઝેક ન્યુટનના મતે, અવકાશ નિરપેક્ષ છે-એ અર્થમાં કે તે અવકાશમાં કોઈ દ્રવ્ય છે કે કેમ તેના પર કાયમી અને સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે.

6) અન્ય પ્રાકૃતિક તત્વજ્ઞાનીઓ, ખાસ કરીને ગોટફ્રાઈડ લીબનીઝે, તેના બદલે વિચાર્યું કે અવકાશ વાસ્તવમાં પદાર્થો વચ્ચેના સંબંધોનો સંગ્રહ છે, જે એકબીજાથી તેમના અંતર અને દિશા દ્વારા આપવામાં આવે છે.  

7) 18મી સદીમાં, ફિલસૂફ અને ધર્મશાસ્ત્રી જ્યોર્જ બર્કલેએ તેમના નિબંધ ટુવર્ડ્સ એ ન્યૂ થિયરી ઑફ વિઝનમાં "અવકાશી દિશાઓની દૃશ્યતા" ને રદિયો આપવાનો પ્રયાસ કર્યો.  

8) મેટાફિઝિશિયન ઈમેન્યુઅલ કાન્તે જણાવ્યું હતું કે જગ્યા અને સમયની વિભાવનાઓ બહારની દુનિયાના અનુભવોમાંથી મેળવેલા પ્રયોગમૂલક નથી-તેઓ પહેલાથી જ આપેલ વ્યવસ્થિત માળખાના ઘટકો છે.

9) 19મી અને 20મી સદીમાં ગણિતશાસ્ત્રીઓએ ભૂમિતિઓનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું જે બિન-યુક્લિડિયન (અક્ષ વગરની) છે, જેમાં જગ્યાને સપાટને બદલે વક્ર તરીકે ગણવામાં આવે છે.  

10) આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સામાન્ય સાપેક્ષતાના સિદ્ધાંત મુજબ, ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની આસપાસની જગ્યા યુક્લિડિયન અવકાશમાંથી વિચલિત થાય છે. 

11)  સામાન્ય સાપેક્ષતાના પ્રાયોગિક પરીક્ષણોએ પુષ્ટિ કરી છે કે બિન-યુક્લિડિયન ભૂમિતિઓ અવકાશના આકાર માટે વધુ સારું મોડેલ પ્રદાન કરે છે.

#નવા_વિચારો_હિસાબે

12)  નવો વિચાર :- અવકાશ એ ભૌતિકશાસ્ત્રમાં અમુક મૂળભૂત રાશિઓમાંની એક છે, એટલે કે તે અન્ય રાશિઓ દ્વારા વ્યાખ્યાયિત કરી શકાતી નથી કારણ કે હાલમાં આનાથી વધુ મૂળભૂત કંઈપણ જાણીતું નથી.  

બીજી બાજુ, તે અન્ય મૂળભૂત જથ્થાઓ સાથે સંબંધિત હોઈ શકે છે.  આમ, અન્ય મૂળભૂત જથ્થાઓ (જેમ કે સમય અને દળ) ​​ની જેમ જ, માપન અને પ્રયોગ દ્વારા અવકાશનું અન્વેષણ કરી શકાય છે.

આઇન્સ્ટાઈને વ્યાખ્યા બદલી અને અવકાશમાં કાંઈક તો હોવું જોઈએ એવી વાત ચાલી..પૂર્ણ સૂર્ય ગ્રહણ દરમિયાન સુરજની બરોબર પાછળ રહેલો તારો દેખાયો જે એ વાતની પૂષ્ટિ કરતું હતું કે અવકાશ વલોપિત થતાં લેન્સનું કાર્ય કરી ગયું.. માટે કાંઈ- નથી એ વાત ખોટી કાંઈક તો છે જ.



બીજું સ્પષ્ટ છે કે અવકાશ દરેક બાજુ સમાન રૂપે વિસ્તરણ પામ્યું નથી..ક્યાંક ઘાટું છે તો ક્યાંક પાતળું જેને અવકાશનાં હબલ અચળાન્ક તરીકે ઓળખવામાં આવે છે..

મતલબ આ શ્રુષ્ટિના સર્જનમાં તેનું પણ કોઈ યોગદાન છે. આધુનિક ફિઝિક્સના સંદર્ભમાં અવકાશ નીચે મુજબ વ્યાખ્યાયિત છે.

#એક_નવા_વિચારો_હિસાબે

"અવકાશ એ ત્રિ-પરિમાણીય સાતત્ય છે જેમાં સ્થાનો અને દિશાઓ છે.  ભૌતિક અવકાશની કલ્પના ત્રણ રેખીય પરિમાણમાં હોય છે."

(આધુનિક ભૌતિકશાસ્ત્રીઓ સામાન્ય રીતે, સમય સાથે, તેને અવકાશ સમય તરીકે ઓળખાતા અમર્યાદ ચાર-પરિમાણીય સાતત્યનો ભાગ માને છે.)

પરંતુ એક નવો વિચાર તેને પદાર્થ અને ઉર્જાને સમકક્ષ બ્રહ્માંડનું એક અંગ માને છે..

જે શરૂઆતથી રહેવાનું જ છે. ઉર્જા સાથે પણ અને પદાર્થ સાથે પણ.. પણ, વધુ સ્ખલિત રૂપે એક નવો વિચાર કહે છે કે હકીકતમાં પદાર્થ અવકાશમાંથી જ જન્મે છે.. એકલી ઉર્જા બ્રહ્માંડમાં પદાર્થના અસ્તિત્વ માટે જવાબદાર નથી.



અને એ સમજવા માટે પહેલા બ્રહ્માંડનું ભૌતિક સ્વરૂપ સમજવું જરૂરી છે.

(ભૌતિક બ્રહ્માંડની સમજ માટે અવકાશની વિભાવનાને મૂળભૂત મહત્વ ગણવામાં આવે છે.  એટલે કે, તે પોતે એક એન્ટિટી(રાશિ) છે, એન્ટિટીઓ વચ્ચેનો સંબંધ છે કે પછી વૈચારિક માળખાનો ભાગ છે. આ એક વાદ છે.)

પણ, 

#એક_નવો_વિચાર બ્રહ્માંડની ભૌતિકતા માટે અવકાશને જવાબદાર ઠેરવે છે. જે ભૌતિક વસ્તુ જડ તરીકે સામાન્ય વ્યહવારમાં લેવાય છે તે અવકાશ અને ઉર્જાનું મિલન છે. જેમાં અવકાશ વધુ અને ચલ સ્વરૂપે છે..

જ્યારે 

#એક_નવો_વિચાર બ્રહ્માંડની ભૌતિકતા માટે અવકાશને જવાબદાર ઠેરવે છે. જે એક નવા વિચારને હિસાબે જે ચેતન વસ્તુ છે તે પણ અવકાશ ઉર્જાનું જ મિલન છે પણ, અવકાશ ઓછો અને ઉર્જા વધુ અને ચલ સ્વરૂપ છે....

આજે, આપણી ત્રિ-પરિમાણીય અવકાશને ચાર-પરિમાણીય જગ્યામાં જોડાણ તરીકે જોવામાં આવે છે, જેને મિન્કોવસ્કી સ્પેસ કહેવાય છે.  અવકાશ સમય પાછળનો વિચાર એ છે કે સમય ત્રણ અવકાશી પરિમાણમાંના દરેક માટે હાઇપરબોલિક-ઓર્થોગોનલ છે.

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 1

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 2

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 3

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 4

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 5

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 6

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 7

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 8

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 9

હાઇપરબોલિક સમજવા જેવું છે. જો તમે વર્તુળના કેન્દ્ર પર ઉભા છો એમ ધારો, બરોબર માથા પરથી અને પગના નીચેની જગ્યાએથી વર્તુળને તોડી નાખવામાં આવે અને તેને ઉલ્ટાવી ને, તમે જે જગ્યાએ ઉભા છો ત્યાંથી તમારી ડાબી બાજુ અર્ધ વક્ર બને જમણી બાજુ અર્ધ વક્ર બને તે હાઇપરબોલો છે. 

ધૂમકેતુઓ પૃથ્વીની સાપેક્ષ આવી ગતિ કરે છે.

પૃથ્વીથી અવલોકનક્ષમ બ્રહ્માંડની ધાર સુધીનું અંતર કોઈપણ દિશામાં લગભગ 14.26 ગીગાપાર્સેક (46.5 અબજ પ્રકાશ-વર્ષ અથવા 4.40 ×10^26 મી) જેટલું છે.  આમ અવલોકનક્ષમ બ્રહ્માંડ એ લગભગ 28.5 ગીગાપાર્સેક (93 અબજ પ્રકાશ-વર્ષ અથવા 8.8×10^26 m) વ્યાસ ધરાવતો ગોળો છે.

Farid Tadgamwala

Subscribe to receive free email updates: