CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 1
#વિજ્ઞાન_વર્તમાન
#એક_નવો_વિચાર
#પડછાયાનું_મહત્વ
કવિઓ અને ફિલોસોફારો પડછાયા વિશે ઘણું કહે છે..જોઈએ પડછાયા વિશે વિજ્ઞાનનો નવો વિચાર શું કહે છે?
આપણું બ્રહ્માંડ ફક્ત બે વસ્તુનું બનેલું છે .
એક વસ્તુને ઉર્જા અને બીજા બસ્તુને પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે એક નવા વિચાર હિસાબે બ્રહ્માંડ ત્રણ વસ્તુનું બનેલું છે, જેમાં પ્રથમ બે તો ઉર્જા અને પદાર્થ તો છે જ પણ ત્રીજું અવકાશ છે.
(જુના વિચાર હિસાબે અવકાશનું અસ્તિત્વ બિંગ બેંગ પછી આવ્યું છે.. એક નવો વિચાર અવકાશને પ્રથમથી જ આસ્તિત્વિક માને છે.)
ઊર્જાની અને અવકાશની ચર્ચા આપણે ફરીવાર કરીશું પ્રથમ આપણે પદાર્થની ચર્ચા કરીએ તો પદાર્થ બે પ્રકારના ભાગમાં વહેંચી શકાય છે.
એક શુદ્ધ અવસ્થા નો પદાર્થ બીજો મિશ્ર વર્તનનો પદાર્થ અહીં આપણે ફક્ત શુદ્ધ અવસ્થા ના પદાર્થ ની વાતો કરીશું.
પદાર્થને શુદ્ધ અવસ્થામાં સમજવા માટે એના બે ભાગ પાડી શકાય છે પ્રથમ ભાગ છે તત્વ અને બીજો ભાગ છે સંયોજન.
તત્વ સંયોજાયને સંયોજન બને છે પરંતુ આ સંયોજન પણ એક શુદ્ધ પદાર્થ તરીકે કાર્યરૂપ છે માટે પ્રથમ આપણે તત્વને જોઈશું.
તત્વ નાનામાં નાના એકમને પરમાણુ કહે છે જ્યારે સંયોજનના નાનામાં નાના એકમને અણુ કહે છે. પરમાણુ સંયોજાયને અણુઓ બનતા હોય છે. પરંતુ પરમાણુ હજુ તેનાથી નાના કણોના બનેલા હોય છે અને આપણે સબ એટોમિક પાર્ટીકલ તરીકે ઓળખીએ છીએ.
સબ એટોમિક પાર્ટીકલ એ પરમાણુથી નાના હોય છે જેના કારણે પરમાણુ વિભાજન થાય છે પરમાણુનું વિભાજનની વાત કરીએ તો પરમાણુને ખૂબ જ નાના નાભિ અને તેના ફરતે ફરતા ઇલેક્ટ્રોનમાં વહેંચી શકાય છે.
અત્રે યાદ રહે કે ઇલેક્ટ્રોન એ પરમાણુનો નાનામાં નાનો એકમ છે અને તેને તોડી શકાતો નથી, પરંતુ નાભી બે ભાગની બનેલી છે નાભીમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે. નાભિના ન્યુટ્રોન અને પ્રોટોન ની વાત કરીએ તો ન્યુટ્રોન અને પ્રોટોન પાછા એનાથી નાના કણોના બનેલા હોય છે જેમને ક્વાર્ક્સ તરીકે ઓળખવામાં આવે છે.
આમ એ પરમાણુના નાનામાં નાના એકમથી પણ નાના એકમો તરીકે ગણવામાં આવે છે. આનાથી તોડીને નાના એકમો બનાવી શકાય નહીં, આમ ઇલેક્ટ્રોન અને ક્વાર્કસ એ પરમાણુના નાનામાં નાના એકમો છે.
પરંતુ એટલું ખબર પડે છે કે ક્વાર્કસ અને ઇલેક્ટ્રોન એ તો ફક્ત વિદ્યુતભાર માટે જ છે માટે પરમાણુના નાભીમાં કંઈક બીજી વસ્તુ પણ રહેવી જોઈએ કે જેનાથી પરમાણુ ઉર્જા પરમાણુ પ્રકાશ પરમાણુ દળ પરમાણુ કદ વગેરે મેળવે છે.
તો ફક્ત આપણે જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ ત્યારે ફક્ત વિદ્યુતભાર ક્યાંથી આવ્યો? એની ઉત્પત્તિની સમજૂતી મેળવી શકાય છે, પરંતુ પરમાણુમાં રહેલા દળ તેમાં રહેલા કદ પરમાણુમાં રહેલા પ્રકાશ કે ઊર્જાની વાતો કરવી હોય તો આટલું પૂરતું નથી.
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 1
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 2
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 3
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 4
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 5
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 6
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 7
અને એ માટે પરમાણુને તેના બીજા નાના એકમોમાં વિભાજિત કરવામાં આવે છે અને આ નાના વિભાજીત કરેલા એકમોને આપણે જુદા જુદા નામથી ઓળખી શકીએ છે.
તેના બે ભાગ છે...
1. ફરમીઓન તરીકે ઓળખાતા વિનાભી અંગો.. જેમાં ક્વાર્કસ અને ઇલેક્ટ્રોન આવે છે..
બંને વિદ્યુતભાર ધારકો છે. અને બંને દળ ધરાવે છે.
2. બોઝોન તરીકે ઓળખાતા વિનાભી અંગો.. જેમાં ગોઝ બોઝોન અને સ્કેલર બોઝોન છે..
જે પૈકી ગોઝ બોઝોન ફોટોન ધરાવે છે જે ઉર્જા કે બળ ધારકો છે. જ્યારે હિગસ બોઝોન એ દળ માટે છે.
આમ પરમાણુનો થતું આવા બંધારણને તેનું સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. જેને ટૂંકમાં એસ એમ કહે છે.
પરમાણુમાં એસ.એમ બન્યા પછી તેની અંદર આપણે તેને કાર્ય પ્રણાલી જોવાની હોય છે. આ કાર્ય પ્રણાલીને સમજવા માટે આપણે ઘણા બધા પ્રયોગો કર્યા છે. અને એ પ્રયોગો પરથી આપણે જે પરમાણુ મોડેલ બનાવ્યું છે ખૂબ જ સાચું છે એવું પણ ફલિત થયું છે.
આમ એક પરમાણુંમાં બેનમૂન ઉર્જા હોય છે. તેનો સાહેદ છે હીરોસીમાં અને નાગાશાકીમાં પડેલા પરમાણું બૉમ્બ. આ ઉર્જા આઈન્સ્ટાઈનના સમીકરણ E = mC2 પરથી ગણી શકાય છે.
ટૂંકમાં 10 કિલોનો એક પદાર્થ 10 x 1000 x (3,00,000)2 = 90, 00,00,00,00,00, 000 જુલ જેટલી ઉર્જા ધરાવે છે.
હવે વિચારી લો આ ઉર્જા પરમાણુમાં કયા સ્વરૂપે સંગ્રહેલી હશે?
જે પરમાણુંનું દળ છે.
પરમાણું આટલી બધી ઉર્જા ક્યાં રાખે છે.. કેવી રીતે મેનેજ કરે છે.. અને આ વાતને પડછાયા સાથે શું નિસ્બત આવતી પોષ્ટમાં..
ક્રમશઃ
Farid Tadgamwala