સદારામ બાપા જીવન પરીચય
સદારામ બાપાની જીવનગાથા
સદારામ બાપાની જીવનગાથા
SADARAM BAPA FULL DETAIL
SADARAM BAPU PHOTO, IMAGE
SADARAM BAPA TOTANA THARA
વામન સ્વરૂપ - વિરાટ પુરુષ : સંત સદારામ
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
![]() |
Add caption |
![]() |
Sadaram Bapa |
મારી ભાંખોડીયા ભરતી કલમ જેમના નિર્મળ આશીર્વાદ મેળવી શકી છે અને ગુજરાત સરકારે જેમને "ગુજરાત ગરીમા ઍવોર્ડ"થી વિભૂષિત કર્યા છે એવા સવાયા સંત સદારામ બાપુ આજે આપણી વચ્ચે નથી રહ્યા. નિર્મળ આયખાની શતાબ્ધી પૂરી કરી છાનામાના સ્વર્ગે સંચરી ગયા અને આ સંત ટોટાણા પંથકમાં લોકહૈયે માવતર બની પૂજાઈ ગયા. હવે તો એમના પવિત્ર કર્મોની સુવાસ ગુજરાતના સીમાડા વટાવી ભારત ભરમાં પ્રસરી ચૂકી છે. અને એટલે જ વડાપ્રધાનથી માંડી વટેમાર્ગુ સુધીનો માનવ સમુદાય એમના આશીર્વાદ લઈ ધન્ય બન્યો છે.
ઉત્તર ગુજરાતનું ટોટાણા ગામ એમની જન્મ અને કર્મભૂમિ છે. છ મહિનાની કાચી ઉંમરે પિતા મોહનજીની છત્રછાયા ગુમાવી. પણ ગુણિયલ અને સંસ્કારી માતા લખુબાના હાથે એમનો ઉછેર થયો.
પેટીયું રળવા મામા સાથે સિધ્ધપુરની વાટ પકડી. પણ ત્યાં ફાવટ ન આવતા અમદાવાદ, બાવળા અને વડોદરા સુધી લાંબા થયા. મીલમજૂર તરીકે તનતોડ મજૂરી કરી. પણ આત્માને સંતોષ ન થયો. પોતાની જ નજર સામે ભૂખ- તરસ અને વ્યસનોમાં સબડતો સમાજ જોઈ અંદરથી હચમચી ગયા. અને મૂછનો દોરો ફૂટે એ પહેલાજ વૈરાગની વાટ પકડી. સામાજિક ઉત્થાન અને વિકાસનો મનોમન સંકલ્પ કર્યો. અને એને સાકાર કરવા ભારતભરના તીર્થાટનો કરી આત્મજ્ઞાન મેળવ્યું. સંતો, મહંતો અને વિદ્વાનો સાથે સતત સામાજિક ક્રાંતિની સમીક્ષા કરતા રહ્યા. જેના પરિણામ સ્વરૂપ ભગવું ધારણ કર્યા વગર પણ સવાયા સંત તરીકે પૂજાવા લાગ્યા.
રૂઢ રિવાજો, ખોટી માન્યતાઓ અને વ્યસનોમાં સબડતા સમાજને ' રામ ' નામનો ગેબી મંત્ર આપ્યો. ગામડે-ગામડે અને શેરીએ-શેરીએ સદારામ બાપાના ભજન થવા લાગ્યા. દૂર સુદૂરથી લોકો એમની ભજન મંડળીમાં ઉમટી પડતા. અને પડ્યો બોલ ઝીલી લેતા. જોતજોતામાં હજારો અનુયાયીઓ જોડાઈ ગયા. અને બાપાનો વ્યાપ-વિસ્તાર વધવા લાગ્યો. જે ગામ કે શેરી દારૂ છોડવાનો સંકલ્પ કરે ત્યાં જ હરિ ઉતારો કરવો એવો બાપાનો પ્રણ હતો. દારૂનું દૂષણ બંધ કરાવવા બાપાએ ક્યારેય સરકાર કે પોલીસ સાથે માથાકૂટ કરી નથી. તેમ છતાંય લાખો લોકોએ સ્વયં-ભૂ દારૂ છોડ્યો એ બાપાની સૌથી મોટી સામાજિક ક્રાંતિ કહી શકાય.

Sadam Bapa Image
સદારામ બાપા જન્મથી જ કોમવાદના પ્રખર વિરોધી છે. અને એટલે જ અઢારે આલમનો પ્રેમ મેળવી શક્યા છે. કેટલાય મુસ્લિમ બિરાદરો પણ એમના ભક્ત છે. ઠાકોર સમાજની સાથે સાથે નાની મોટી કેટલીયે જ્ઞાતિઓના દૂષણો બાપાએ દૂર કર્યા છે. અને એમના કુટુંબોમાં સંસ્કારોના અજવાળા પાથર્યા છે. એટલે જ અઢારે આલમના લોકો બાપાને એમના પીર કે ભગવાન માને છે. સામાજિક પછાત ગણાતા આ વિસ્તારને બાપાએ ખરા અર્થમાં નંદનવન બનાવ્યો છે. અને સાંસ્કૃતિક સંસ્કારોથી રળિયાત કર્યો છે..
એવા પ્રાતઃ સ્મરણીય સંત સદારામ બાપાના દિવ્ય આત્માને કોટી કોટી વંદન...!
SADARAM BAPA NA ANTIM DARSHAN
Ffd