CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 3
#વિજ્ઞાન_વર્તમાન_#ભાગ_3
#એક_નવો_વિચાર
#પડછાયાનું_મહત્વ
આપણે પરમાણુંમાં ઉર્જા ક્યા સંગ્રહેલ છે અને આ ઉર્જા દળ સાથે કેવી રીતે નિસ્બત ધરાવે છે. તેની ચર્ચા કરી.. હવે ઉર્જા બળ તરીકે કેવી રીતે સંગ્રહ પામે છે તેની ચર્ચા કરીશું..
કવાર્ક્સ અને ઇલેક્ટ્રોન વિદ્યુતભાર આપે છે.. અને સહુ કોઈ જાણે છે વિરુદ્ધ વિજભારો આકર્ષણ જ્યારે સમાન વિજભારો અપાકર્ષણ ધરાવે છે.... વિધાન (1) જે એક બળ છે..
હિગ્સ બોઝોન દળ આપે છે અને ન્યુટન અને આઈન્સ્ટાઈન અનુસાર દળને લીધે ગુરુત્વાકર્ષણ ઉદભવે છે...... વિધાન (2)
જે પણ એક પ્રકારનું બળ છે.
હવે, પરમાણુની નાભિમાં પ્રોટોન છે જે ધન વિજભારીત છે.. હાઈડ્રોજન સિવાયના પરમાણુંની નાભિમાં એકથી વધારે પ્રોટોન હોય છે. માટે તેમના વચ્ચે વિધાન (1) અનુસાર અપકર્ષ થવું જોઈએ.. પણ, એના કારણે નાભિ તૂટી જાય.. પણ તૂટતું નથી.
હવે, પરમાણુંની નાભિમાં પ્રોટોન પણ છે ન્યુટ્રોન પણ છે બન્ને દળ ધરાવે છે.. તો વિધાન (2) અનુસાર તેમાં ગુરુત્વાકર્ષણ બળ ઉતપન્ન થવું લાઝમી છે. અને એની અસર હેઠળ પોટ્રોન - પોટ્રોન, ન્યુટ્રોન - ન્યુટ્રોન કે પોટ્રોન - ન્યુટ્રોનને એક બીજા સાથે પરમાણુમાં જકડી રાખવાનું કાર્ય કરે છે..
અહીં, નોંધનીય છે કે વિદ્યુતબળ કરતા ગુરુત્વાકર્ષણ બળ વધુ મજબૂત છે.. માટે નાભિ તૂટતું નથી.. જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે ઓળખાય છે અને બ્રહ્માંડનું સહુથી વધુ પ્રબળ બળ છે..
#આમ, #આપણે_અહીં_નીચેની_બાબતો_ફલિત_કરીએ_છીએ..
1. *પદાર્થ અને ઉર્જા એક બીજા સાથે બળ, દળ અને કાર્ય દ્વારા સંકળાયેલા છે*
2. *દળ વિના ઉર્જા શક્ય નથી.. E = mC2 પણ એ જ સૂચવે છે.*
3. *ઉર્જાનો વિનિમય કાર્ય -> બળ -> દળ થકી થાય છે*
4. *ઉપરોક્ત બધું નાભિમાં રહેલા અતિસૂક્ષ્મ કણો જેવાકે ઇલેક્ટ્રોન, ક્વાર્ક્સ, ફોટોન અને બોઝોન દ્વારા શક્ય છે.*
#####/////////////////■■■■■////////////////######
વાત છે 1905ની જ્યારે મેક્સ પ્લેન્કે રજુઆત કરી કે ઉર્જા પડીકે બાંધી શકાય છે.. હસવાની વાત નથી આવું જ છે..
સૂર્યની ઉષ્માઉર્જા ઉર્જાના પોકેટ સ્વરૂપે પૃથ્વી પર આવે છે.. આ પેકેટને આજે આપણે ફોટોન તરીકે ઓળખીએ છિએ...
હકીકતમાં એમણે કવાંટા શબ્દ ઉર્જાના પેકેટ માટે વાપર્યો, એને જેને લીધે એમનાં ખુરફાતી મગજે પ્રકાશને કણ કહી દીધો.. અને મોકાણ ચાલુ થઈ.. પ્રકાશને તરંગ માનતું વિજ્ઞાનિક જગત આ વાત પચાવી શક્યું નહીં.. અને પછીનો દ્રામાં નીચેની પોસ્ટ્સમાં વાંચી શકો છો..
ભાગ 1
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 1
ભાગ 2
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 2
ભાગ 3
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 3
આમ, પ્રકાશની બે પ્રકૃતિઓ સામે આવી..
1. પ્રકાશ તરંગ છે
2. પ્રકાશ કણ છે..
બન્ને વાતો સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે પણ સાચી હતી..
માટે જગત હવે દ્વિગમાં હતું કે
પ્રકાશને પ્લેનક - આઈન્સ્ટાઈન હિસાબે કણ માનવું કે પછી જર્મર- ડેવિસન હિસાબે તરંગ માનવું...
અને આ દ્વિગાને દૂર કરવા ફરી એઆઈન્સ્ટાઈને સમજૂતી નિચે મુજબ આપી..
'*જ્યા સુધી પ્રકાશ ગતિમાન છે.. ત્યાં સુધી એ તરંગ છે.. એટલેકે વિકિરણ કે તરંગ સ્વરૂપે એ ગતિ કરે છે.. અને જ્યારે કોઈક પદાર્થ પર પડે છે કે આપાત થાય છે ત્યારે એ કણ સ્વરૂપ પ્રાપ્ત કરે છે*.'
ઓહ! આમ, બધાને મગજે ઉતરી ગયું કે પ્રકાશ કૈક એવી લાક્ષણિકતા છે કે જે કણ પણ છે અને તરંગ પણ છે..
આ સમજણને પ્રકાશનો દ્વૈત સ્વભાવ તરીકે ઓળખવામાં આવે છે.. એટલે કે પ્રકાશ કણ પણ અને તરંગ પણ
1. પ્રકાશનું સ્થાયી સ્વરૂપ એટલે કે કણ સ્વરૂપ, એટલે એ પદાર્થ હોવાની સાબિતી.. જે આઈન્સ્ટાઈનના સૂત્ર E = mC2માં m - દળ સ્વરૂપે આવે છે...
સરળ ભાષામાં પ્રકાશ કોઈ પદાર્થ પર પડે છે ત્યારે એ કણ સ્વરૂપ પ્રાપ્ત કરે છે એટલે કે પદાર્થ બને છે. અને પદાર્થને દળ હોય છે . જે ઉપરોક્ત સૂત્રમાં m છે. આમ આપાત પ્રકાશને દળ હોય છે.
2. પ્રકાશનું ગતિમાન સ્વરૂપ એટલે કે તરંગ સ્વરૂપ, એટલે એ ઉર્જા હોવાની સાબિતી.. જે આઈન્સ્ટાઈનના સૂત્ર E = mC2માં E - ઉર્જા સ્વરૂપે આવે છે...
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 1
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 2
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 3
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 4
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 5
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 6
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 7
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 8
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 9
સરળ ભાષામાં પ્રકાશ જ્યારે કોઈ સ્રોતમાંથી નીકળે છે ત્યારે એ તરંગ કે વિકિરણ બની આગળ વધે છે. એટલે કે ઉર્જા બને છે. અને એ વિકિરણ તરંગલાંબાઈ ધરાવે છે. આ તરંગલાંબાઈ આવૃત્તિ યુક્ત હોય છે.. જે ઉર્જા છે.
હવે કેટલાક પ્રશ્નના ઉત્તર મળ્યા નથી..
પ્રકાશનું કણ હોવું પડછાયા સાથે શું લાગેવળગે?
પ્રકાશ તરંગ હોય કે કણ... એક નવો વિચાર એમાં શું હોય શકે?
રાહ જુઓ આગામી પોસ્ટ્સ માટે..
ક્રમશ:..
Farid Tadgamwala