CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 6વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 6

#વિજ્ઞાન_વર્તમાન.  #ભાગ_6

#એક_નવો_વિચાર

#ફેંટમ_એનર્જી

#સબ_ટોપિક_બિગ_રીપ_બ્રહ્માંડનું_અનંત_વિસ્તરણ?

અસ્થાયી બ્રહ્માંડની કલ્પના હબલ ટેલિસ્કોપની સ્થાપના પછી સત્ય બની ગઈ..

ગેલેક્સિ એકબીજાથી દૂર જઈ રહી છે એવું ક્લિયરકટ માલુમ પડી ગયું..

તેમાં, ડોપ્લર અસરે રહી ગઈ કસર પણ પૂર્ણ કરી દીધી...

ન્યુટનના સમયમાં રેડ શિફ્ટ કે બ્લ્યુ શિફ્ટની ટેકનોલોજી ન હતી માટે તેમણે બ્રહ્માંડને સ્થાયી કહ્યું હતું..

જ્યારે ડોપ્લર અસર દ્વારા આજે ફલિત છે કે બ્રહ્માંડનો ગોળો એક સંભાવના છે એને જકડી શકાતું નથી. 

જો કોઈ અવકાશી પદાર્થ આપણાંથી દૂર જતો હોય  ત્યારે પદાર્થમાંથી નીકળતો પ્રકાશના તરંગોનો ઝોક લાલ રંગ તરફ હોય છે તેને રેડશિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે કોઈ વસ્તુ આપણી તરફ આગળ વધી રહી હોય ત્યારે તે પદાર્થમાંથી પ્રકાશના તરંગોનો ઝોક બ્લ્યુ રંગ તરફ હોય છે જેને બ્લુશિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે.ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીથી આવા પદાર્થો કેટલી દૂર છે તે અનુમાન કરવા માટે રેડશિફ્ટ અને બ્લુશિફ્ટનો ઉપયોગ કરે છે, આ ખ્યાલ બ્રહ્માંડના વિસ્તરણને રજુ કરવા માટે ચાવીરૂપ છે.

ઉપરોક્ત વાત સમજાવે છે કે બ્રહ્માંડના પદાર્થો એક બીજાથી દૂર જઈ રહ્યા છે અને બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે.

હા, પણ એની દુરી બદલાતી ભલે હોય પણ તય કરી શકાય છે. જેની માહિતી ગત પોષ્ટમાં આપી છે.

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

હવે પ્રશ્ન ઉભો થાય આ વિસ્તરણ કયા સુધી ચાલશે?

ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમો અનુસાર બ્રહ્માંડનો દરેક પદાર્થ આ ગુરુત્વાકર્ષણના આકર્ષણ બળ હેઠળ એકબીજાને જકડી રાખે છે.. અને બિગ -બેંગ ના કેન્દ્ર ત્યાગી બળ હેઠળ એકબીજાથી દૂર જતી હોય એમ કહી શકાય..

અહીં વિસ્તૃતમાં કહી શકાય કે.. બ્રહ્માંડમાં હાલમાં બે પ્રકારના બ્રહ્માંડિય કક્ષાના બળો છે. 1. બિગ બેંગ પછીનો કેન્દ્ર ત્યાગી બળ

2. પદાર્થ વચ્ચેનો આકર્ષણ બળ

હાલના સંદર્ભમાં તો કેન્દ્ર ત્યાગી બળ જોર કરી રહ્યું છે.. જેને કારણે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે.. પણ પ્રથમ વિસ્ફોટ સમયે જે વિસ્તરણનો વેગ હતો તેનાથી ખૂબ જ ઓછા દરે આ કાર્ય થઈ રહ્યું છે.

બ્રહ્માંડના જન્મ સમયે આ વેગ C^2 જેટલો હતો હાલમાં C થી પણ ઓછો છે.

તાજેતરમાં, દૂરના પ્રમાણભૂત તારાઓની દેખીતી તેજસ્વીતાને તેમની યજમાન તારાવિશ્વોની રેડશિફ્ટ સાથે સરખામણી કરીને, બ્રહ્માંડનો વિસ્તરણ દર H0 = 73.24 ± 1.74 (km/s)/Mpc તરીકે માપવામાં આવ્યો છે. જ્યારે પ્રકાશનો વેગ C = 3,00,000 km/s છે. 

★ બ્રહ્માંડનું ભાવિ એમાં જોઈ શકાય છે કે કઈ શક્તિ બીજાને હરાવશે;  એક બિગ બેંગનું વિસ્ફોટક બળ છે અને બીજું ગુરુત્વાકર્ષણ છે.  

★ જો ગુરુત્વાકર્ષણ બિગ બેંગના બળ પર કાબુ મેળવે છે, તો પછી બિગ ક્રંચ શરૂ થશે, જે બિગ બેંગને ઉલટાવી દેશે.  

★ જો આવું ન થાય, તો ગરમીથી મૃત્યુ થવાની સંભાવના સૌથી વધુ છે. જ્યારે ખગોળશાસ્ત્રીઓ જાણે છે કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે, ત્યારે વાસ્તવમાં વિસ્તરણનું બળ કેટલું મોટું થઈ શકે તે અંગે કોઈ સર્વસંમતિ કે ડેટા નથી.

એક નવો વિચાર આ બ્રહ્માંડના ભવિષ્યની એવી જ પણ થોડી જુદી એમ  બે તવારીખો બનાવે છે.

1. બ્રહ્માંડ વિસ્તરણનો આ વેગ ઘટીને શૂન્ય થાય તો શું થાય?

2. બ્રહ્માંડ વિસ્તરણનો આ વેગ વધીને C જેટલો  થાય તો શું થાય?

#જો_વિકલ્પ_1 થાય તો બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણના આકર્ષણ બળ હેઠળ સંકોચવાનું ચાલુ થાય અને બિગ ક્રન્ચની પરિસ્થિતિ ઉતપન્ન થશે અને ફરીવાર કોસ્મિક ઈંડામાં રૂપાંતરણ થશે અને ફરી બિગ બેંગ અને વિસ્તરણ નવ સર્જન અને આ સીલ સિલો ચાલ્યા કરશે..

●બિગ ક્રન્ચ વાળો અંત તારાઓ અને ઉચ્ચ-ઊર્જા કણોના કિરણોત્સર્ગથી ભરેલો હશે;  

●જ્યારે આ ઘનીકરણ થાય છે  ત્યારે  ઉચ્ચ ઉર્જા પર બ્લુશિફ્ટ જોવા મળશે, અને તે તારાઓની અથડામણ પહેલા જ તારાઓની સપાટીને સળગાવવા માટે પૂરતી તીવ્ર હશે. 

●અંતિમ ક્ષણોમાં, બ્રહ્માંડ અનંતતાના તાપમાન સાથેનો એક મોટો અગનગોળો હશે, અને સંપૂર્ણ અંતમાં, ન તો સમય, ન તો અવકાશ રહેશે.

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 1

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 2

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 3

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 4

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 5

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 6

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 7

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 8

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 9

#જો_વિકલ્પ_2 થાય તો બ્રહ્માંડ બિગ રીપની પરિસ્થિતિ પ્રાપ્ત કરશે. 

★ ભૌતિક બ્રહ્માંડ વિજ્ઞાનમાં, બિગ રીપ એ બ્રહ્માંડના અંતિમ ભાગ્યને લગતું એક કાલ્પનિક બ્રહ્માંડ સંબંધી મોડેલ છે

★ બ્રહ્માંડના ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે જો કણો વચ્ચેનું અંતર અનંત બની જાય ત્યાં સુધી બ્રહ્માંડનું વિતરણ થાય તો બ્રહ્માંડની વસ્તુઓ જેવીકે તારાઓ, આકાશગંગાથી લઈને અણુઓ, સબટોમિક કણો, અને અવકાશ-સમય પણ, ક્રમશઃ એક અંશ દ્વારા વિક્ષેપિત(અસરગ્રસ્ત)  થશે અથવા ફાટી પડશે.    

★બ્રહ્માંડ વિજ્ઞાનના માનક મૉડલ મુજબ, હાલના બ્રહ્માંડનું વિસ્તરણ સ્કેલ પરિબળ ઝડપી થઈ રહ્યું છે, અને, બ્રહ્માંડ સંબંધી  ભાવિ યુગમાં, તે ઝડપથી ઘાતાંકીય રીતે વધશે.  જો કે, આ વિસ્તરણ સમયની દરેક ક્ષણ માટે સમાન છે 

(ઘાતાંકીય રીતે એટલે – બ્રહ્માંડના કદનું વિસ્તરણ સમયના સરખા અંતરાલમાં સમાન સંખ્યામાં વધવું એવું થાય), 

★ હાલમાં,  હબલ અચલાન્ક અપરિવર્તનશીલ, નાના હબલ સ્થિરાંક દ્વારા વર્ગીકૃત થયેલ છે, જે અસરકારક બંધિત બળોને 

અવગણે છે  તેનાથી વિપરિત, બિગ રીપ દૃશ્યમાં હબલ અચલાન્ક સતત મર્યાદિત સમયમાં અનંત સુધી વધે છે.

ક્રમશઃ

Farid Tadgamwala

Subscribe to receive free email updates: