CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 9
#વિજ્ઞાન_વર્તમાન. #ભાગ_9
#એક_નવો_વિચાર
#ફેંટમ_એનર્જી
#સબ_ટોપિક_ચેતના_ઉર્જાના_સંદર્ભમાં_શું_છે?
પૃથ્વી પર જીવનને ટકાવી રાખવા માટે કાર્બનિક સંયોજનો અનિવાર્ય છે. કાર્બનિક સંયોજનોમાં જટિલ અણુઓ જેવા કે આનુવંશિક સૂચના ધરાવનાર ડિઑક્સિરિબોન્યુક્લિક ઍસિડ (DNA) અને પ્રોટીન કે જે આપણા રુધિર, માંસપેશી તથા ત્વચા માટે જરૂરી સંયોજનો બનાવે છે તે વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત શર્કરા - ઉર્જા માટે જરૂરી તથા કાર્ય પ્રણાલી માટે જરૂરી, ફેટ અને લિપિડ ઉર્જા સંગ્રહ અને સ્નિગ્ધતા માટે જરૂરી, વિટામિન્સ, હોર્મોન્સ, એન્ઝાઇમ જે શરીરની મહત્તમ ક્રિયાવિધિઓ માટે જરૂરી પદાર્થો બધા જ ઓર્ગેનિક છે. અને તેમનો યોગ્ય સમન્વય શરીર રચે છે.. અને ઉર્જા થકી શરીર કાર્યરત બને છે..
કપડાં, બળતણ, પોલિમર, રંગકો અને દવાઓ વગેરેમાં કાર્બનિક પદાર્થો હોય છે. આ બધા, કાર્બનિક સંયોજનોના ઉપયોગોના મહત્ત્વના ક્ષેત્રો છે. આમ, ફક્ત જીવન નહીં જીવન જરૂરિયાતી વસ્તુઓ પણ કાર્બનિક છે.
કાર્બનિક રસાયણવિજ્ઞાન લગભગ 200 વર્ષ જૂનું છે. લગભગ 1780ની આસપાસ રસાયણવિજ્ઞાનીઓએ વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી મળતા કાર્બનિક સંયોજનો અને ખનીજ સ્રોતોમાંથી મળતા અકાર્બનિક સંયોજનોને વિભેદિત કરવાનું શરૂ કરી દીધું હતું.
સ્વીડનના રસાયણવિજ્ઞાની બર્ડેલિયસે (Berzilius) સૂચવ્યું કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવશક્તિ (Vital force) જવાબદાર છે.
જ્યારે 1828માં એફ. વ્હોલરે (F. Wohler) કાર્બનિક સંયોજન યુરિયાનું સંશ્લેષણ અકાર્બનિક સંયોજન અમોનિયમ સાયનેટમાંથી કર્યું ત્યારે જૈવશક્તિવાળી ધારણાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
અને આમ, જે આત્મા લક્ષી કે આધ્યાત્મ લક્ષી કે ધર્મ લક્ષી વાતોનો પરિચ્છેદ ઉડવાનો ચાલુ થયો... મતલબ છેવટે ઓર્ગેનિક મટીરીયલ જેનાથી જીવન ધમ-ધમે છે એ ઇનઓર્ગેનિક કાર્બનની તો દેન છે!
"અમોનિયમ સાયનેટ ને યુરિયા સાથે ગરમ કરી કૉલ્બે (Kolbe) (1845) દ્વારા થયેલા ઍસિટિક ઍસિડના સંશ્લેષણ તથા બર્થલૉટ (Berthelot) (1856) દ્વારા થયેલા મિથેનના સંશ્લેષણ પરથી દર્શાવાયું કે કાર્બનિક સંયોજનોને અકાર્બનિક સ્રોતોમાંથી પ્રયોગશાળામાં સંશ્લેષિત કરી શકાય છે." મતલબ એ બધાં હાઇડ્રોકાર્બન છે જે કાર્બન અને હાઇડ્રોજનના વ્યુપ્તનો છે જે સામાન્ય હાઇડ્રોજન અને કાર્બનમાંથી બન્યા છે.
સામાન્ય રીતે ઘણાં ધાર્મિકો ચેલેન્જ ફેંકતા રહે છે કે વિજ્ઞાન લોહી બનાવે, અવયવ બનાવે તો માનીએ.. મિત્રો સરળતાથી બનાવી શકાય એમ છે. જયારે એક જીવિત વ્યક્તિનું જ લોહી બીજા ને આપવામાં પણ ખૂબ મુશ્કેલી હોય ત્યારે કોણ આવું રિસ્ક લે? ખેર એ વાત જુદી છે જ. આર્ટિફિશિયલ ઇન્ટેલેજન્સી કે અવયવ બેસાડવું તો ઠીક થયું પણ આજે વિજ્ઞાન જીવિત માનવી પણ બનાવવા સક્ષમ છે.. પણ, તેમ ન કરવાના વિજ્ઞાન ઉપરોક્ત ઘણાં કારણો જવાબદાર છે.
ખેર, તો અહીં પ્રશ્ન છે કે તો પછી, સાજીવોમાં રહેલ આ જીવંતતા અથવા ચેતના શુ છે? લાગણીઓ સુખ કે દુઃખના ભાવવાચકો કે અંતે આ સજીવતા શુ છે?
બસ એક જ શબ્દોનો જવાબ છે.. ઉત્ક્રાંતિ માત્ર.
સંજીવની સફર જુઓ..
એમિનો એસિડ ---> પ્રોટીન + RNA ---> RNA વાયરસ ---> એકકોશી (બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોઝુઆ, ફૂગ,લિલ વગેરે) ---> બહુકોશી ---> બહુકોશી વનસ્પતિ ---> બહુકોશી પ્રાણી ---> ફોટો સેન્સેટિવ પ્લેનેરીયા (આંખની શરૂઆત) ---> માછલી (ભુજાની શરૂઆત) ---> સરીશ્રુપ (શરીરના હાર્ડની શરૂઆત) ---> ઉપાગ્યુંક્ત સરીશ્રુપ (હાથ - પગ(ઉપાંગ)ની શરૂઆત)-->ચોપગા (કટી સ્વરૂપની શરૂઆત) ---> કરોડરજ્જુયુક્ત(શરીરમાં વિભાજનની શરૂઆત) ---> સસ્તન (દૂધ ગ્રંથિની શરૂઆત) --->હોમો ઇરેક્ટ (ટટ્ટાર બનવાની શરૂઆત) ---> વાનર (મસ્તિષ્કમાં મગજના વિકાસ અને વિભાજનની શરૂઆત) ---> મનુષ્ય (આધુનિક મનુષ્ય તરફ)
શરીર બદલાયા, મગજ આવ્યું, વિકસિત થયું, માનસિક અવસ્થા પ્રાપ્ત થઈ અને ઍટલે ઉપરોક્ત દર્શાવેલ ભાવવાચકો પ્રગટયા..
અહીં ધાર્મિક કહો કે આદ્યાત્મિક ચેતના છે એ બધી, શું તમને એ ફકત ઉત્ક્રાંતિની દેન નથી લાગતી?
હું એવું વિચારું કે મારા જન્મ થવા માટે ભગવાને મારા માં - બાપને જન્મવ્યા --->મારા જન્મ થવા માટે ભગવાને મારા માં - બાપના માં- બાપને જન્મવ્યા ---> મારા જન્મ થવા માટે ભગવાને મારા માં - બાપના મા - બાપના માં/બાપને જન્મવ્યા ---> આમ આગળ વધતો જ રહું તો છેવટે આ દોર ક્યાં અટકે.. પેલા એમિનો એસિડ પાસે? કેવો લાગે આવો વિચાર..?????☺️☺️☺️
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 1
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 2
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 3
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 4
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 5
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 6
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 7
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 8
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 9
પણ હું આવું વિચારું તો કેવું.. મારા દાદા - દાદી અને નાના - નાની ને કારણે મારા માં-બાપ જન્મ્યા ને તેને કારણે હું..
જાતે જ વિચારો કયું યોગ્ય છે?
#કેવું_લાગે_મારા_જન્મ_થવા_માટે_ભગવાને_પ્લેનેરીયાને
#પ્રકાશ_તરફ_આકર્ષિત_બનાવ્યા_ને_એટલે_મને_આંખ_મળી
#વાહ_કેટલી_મોટી_નિયામત_છે_કે_હું_જોઈ_શકું_છું...
અરે ભાઈ ઉત્ક્રાંતિની દોડમાં આ બધું મળ્યું છે.. છો ને ખોટી દિશામાં?
ઝાડ પર ફળ ઉગે છે એટલે આપણે ખાઈએ છીએ, આપણને ખાવા માટે સ્પેશિયલ ફળ નથી ઉગાડાયા..બસ ખોટો વિચાર કરો એટલે ખોટી દીશામાં જવાય અને એટલે જ ગળે ના ઉતરે એવાં વાક્યોને પણ આંખ મીંચી સ્વીકારવામાં આવે છે.
અહીં પરસ્પર વિરોધી બે વિચાર આપ્યા છે.. જાતે જ નક્કી કરજો કે બે પૈકી કયો વિચાર યોગ્ય છે.. બધું જ ટેન્શન દૂર થશે..
હા, જીવન જીવવા માટે નિયમો જરૂરી છે.. પણ બકવાસ નહીં..
એક વિનંતી છે, મને પણ દાર્શનિક તરીકે જુઓ, મારું દર્શશાસ્ત્ર અને અન્યનું દર્શનશાસ્ત્ર કંપેર કરો અને યોગ્ય વિચાર ધારાને પકડો..
ક્રમશઃ