CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 4વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 4

#વિજ્ઞાન_વર્તમાન.  #ભાગ_4

#એક_નવો_વિચાર

#પડછાયાનું_મહત્વ

#કોઈકનું_વજન_ઋણ_હોય_શકે_છે..

હવે, અહીંથી શરૂ થાય છે એક નવા વિચારની મુસાફરી...

ગત પોષ્ટમાં જોયું કે પ્રકાશ કણ પ્રકૃતિમાં સ્થાયી સ્વરૂપ અને E = mC2 ને હિસાબે દળ ધરાવે છે..

પરંતુ વિજ્ઞાન કહે છે કે પ્રકાશનો કણ સ્વરૂપ ભાગ ફોટોન દળ ધરાવતો નથી. 

તો પછી ઉપરોક્ત સમિકારણના હિસાબે પ્રકાશમાં ઉર્જા 0 હોય.. પણ, પ્રકાશ ઉર્જાતો ધરાવે છે.. એટલે કાંઈક ખૂટે છે એવું સમજવું..

તો હવે જોઈશું  આઇન્સ્ટાઈનનું મુખ્ય સમીકરણ ટૂંકમાં લખાય છે.. હકીકતમાં એ સમીકરણ નીચે મુજબ છે..

E^2 = p^2c^2 + m^2c^4

ઉપરોક્ત સમીકરણમાં, E એ કણની કુલ ઊર્જા છે, p એ કણનો વેગમાન છે (જે તેની ગતિ સાથે સંબંધિત છે), c એ પ્રકાશની ગતિ છે અને m એ કણનો ભાર છે.  આ સમીકરણ કણની ઊર્જા અને વેગની સાપેક્ષ વ્યાખ્યાઓ પરથી મેળવી શકાય છે.  ઉપરોક્ત સમીકરણ આપણને જણાવે છે કે કણની કુલ ઉર્જા તેની દળ ઉર્જા અને તેની વેગ ઉર્જા (જે તેના દળ સાથે સંબંધિત નથી)નું સંયોજન છે.  

જ્યારે કણ સ્થાયી હોય છે (p = 0), ત્યારે આ સામાન્ય સમીકરણ પરિચિત E = mc2 બને છે.  તેનાથી વિપરીત, કોઈ દળ (m = 0) વગરના કણ માટે, સામાન્ય સમીકરણ E = pc બને છે.  

ફોટોન (પ્રકાશના કણો) પાસે કોઈ દળ ન હોવાથી, તેઓએ E = pc ને નું પાલન કરવું જોઈએ અને તેથી તેમની તમામ ઊર્જા તેમના વેગમાંથી મેળવે છે.

હવે સામાન્ય સમીકરણમાં એક રસપ્રદ વધારાની અસર સમાયેલ છે.  જો કોઈ કણમાં કોઈ દળ (m = 0) ન હોય અને સ્થાયી હોય (p = 0), તો કુલ ઊર્જા શૂન્ય (E = 0) છે.  

પરંતુ શૂન્ય ઉર્જા અને શૂન્ય દળ ધરાવતો પદાર્થ કંઈ જ નથી મતલબ પદાર્થ તરીકે અસ્તિત્વમાં જ ન હોય. તેથી, જો કોઈ દળ વિનાની વસ્તુ ભૌતિક રીતે અસ્તિત્વમાં હોય, તો તે ક્યારેય સ્થાયી હોય શકે નહીં.  આવું જ પ્રકાશનું છે.  

વધુમાં, જો ઑબ્જેક્ટ અમુક ઝડપે મુસાફરી કરે છે જે સાર્વત્રિક ગતિ મર્યાદા c કરતાં ઓછી હોય, તો ઑબ્જેક્ટ સાથે મુસાફરી કરતી એવી એક સંદર્ભ ફ્રેમ પસંદ કરી શકાય છે કે જેમાં ઑબ્જેક્ટ  સ્થાયી રહે.  (એકજ દિશામાં જતી બે ટ્રેનો ઝડપ પણ સરખી ધરાવે તો બંને ટ્રેનોમાં વિન્ડો સીટ પાસે બેસેલા વ્યક્તિઓ એક બીજાને સ્થાયી મહેસુસ કરી શકે. જ્યારે પ્લેટફોર્મ પરના વ્યક્તિઓ માટે તેઓ ચલિત છે.)

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

તેથી, જે ઑબ્જેક્ટ ક્યારેય સ્થાયી ન હોઈ શકે તે હંમેશા સાર્વત્રિક ગતિ મર્યાદા c પર મુસાફરી કરે છે, કારણ કે આ ગતિમાં રસપ્રદ ગુણધર્મ છે કે એકવાર કોઈ ઑબ્જેક્ટ એક સંદર્ભ ફ્રેમમાં ઝડપ c પર જાય છે, તે તમામ સંદર્ભ ફ્રેમમાં ઝડપ c પર જાય છે.(આપણાં કિસ્સામાં બંને ટ્રેનોજો પ્રકાશની ઝડપે મુસાફરી કરે તો, એ વિન્ડો વાળા કે પ્લેટફોર્મ વાળા બધા જ સ્થાયી લાગે)

આ વાતના તમારે બસ એટલું જ સમજવાનું છે કે, દળ વગરના તમામ પદાર્થો ક્યારેય સ્થાયી ન હોઈ શકે અને તમામ સંદર્ભ ફ્રેમમાં ઝડપ c પર મુસાફરી કરવી જોઈએ.  પ્રકાશ એ એક એવો પદાર્થ છે, અને તે સાર્વત્રિક ગતિ મર્યાદા cમાં ગતિ કરે છે. તેથી તે સાર્વત્રિક ગતિ મર્યાદાને પ્રકાશના માનમાં પ્રકાશની ગતિ નામ આપવામાં આવ્યું છે.  પરંતુ પ્રકાશ એકમાત્ર દળ વિનાનો પદાર્થ નથી.  ગ્લુઓન્સ અને કાલ્પનિક ગ્રેવીટોન  પણ દળવિહીન છે અને તેથી તમામ ફ્રેમમાં c ઝડપે મુસાફરી કરે છે.

ટૂંકમાં મુક્ત રીતે ગતિમાન પદાર્થને દળ હોતું નથી.. અને ગતિબંધ થતા તે પૂન: દળને પ્રાપ્ત કરે છે..સાબિતી.. લિફ્ટમાં ઉપર ચડતી વેળાએ મુક્ત રીતે ગતિમાન હોતા નથી..પણ ગુરુત્વાકર્ષણને પહોંચી વળવા પ્રવેગિક ગતિ હોય છે. વજનકાંટામાં તમારું વજન વધુ બતાવશે.. પણ નીચે ઉતરતા મુક્ત રીતે ગતિમાન હોય તો વજનકાંટો 0 વજન બતાવશે... અન્યથા ઓછું.

આમ, ફોટોન કોઈ પદાર્થની સપાટી પર પડે છે ત્યારે સ્થાયી થતા તેનું દળ અસ્તિત્વમાં આવશે. અને આ દળ જુદાં-જુદાં પ્રયોગોમાં જુદું -જુદું આવે છે.. પણ, સર્વસામાન્ય સંમિત દળ 10^-54 kg છે.. ફોટોન સ્થાયી અવસ્થામાં દળ ધરાવે છે....

તો હવે?? હવે જ તો ખરી વાર્તા આવે છે...વાર્તા નંબર 1

વેગ = અંતર/ સમય માટે સમય = અંતર/વેગ..

સરળતા ખાતર 1m જવા માટે પ્રકાશને લાગતો સમય 

= 1/30,00,00,000 સેકન્ડ.

= 0.0000000033 સેકન્ડ

વાર્તા નંબર 2

પ્રકાશનાં ફોટોનનું કદ 0.0000000000000000000002m છે. તો 1 ચોરસ મીટર માં કેટલા ફોટોન આવી શકે?

50000000000000000000 જેટલા ફોટોન આવી શકે..

વાર્તા નંબર 3

આમ, 1 સેકન્ડમાં આપત થતા ફોટોનની સંખ્યા 

= 1.5 x 10 ^ 28 ફોટોનવાર્તા નંબર 4

આમ, 1 મીટર ઊંચાઈએથી 1 સેકન્ડમાં 1 ચોરસ મીટરના ક્ષેત્ર પર આપત થતા ફોટોનની સંખ્યા 1.5 x 10 ^28 છે..

જો 1 ફોટોનનું દળ 10 ^-54 kg ગણીએ તો..

એ 1 ચોરસ મીટર પર આપત થતું ફોટોનનું દળ = 1.5 x 10^-26 kg મતલબ એક પોટ્રોન જેટલું.. અથવા હાઇડ્રોજનના પરમાણું જેટલું..

અહીં, ગણતરીની વાર્તાઓ પૂરી થાય છે.. અને હવે નવો વિચાર ચાલુ થાય છે..

લોજીક :- 

ધારોકે એક અતિકાર્યક્ષમ ઇલેક્ટ્રોનિક વજન કાંટો તડકામાં ખુલ્લો મુક્યો છે..

સરળતા ખાતર તેનો વ્યાપ્ત 1 ચોરસ મિટરનો લીધો છે..ઉપરોક્ત ગણતરીની હિસાબે..

હવે, 1 સેકન્ડ માટે તેના પર 1m ની ઊંચાઈએથી પ્રકાશ આપાત દેવામાં આવે તો વજન કાંટો 1.5 x 10^-26kg જેટલું દળ બતાવશે..

હવે એક વ્યક્તિ વજન કાંટા અને સૂરજની વચ્ચે આવી જાય છે.. એટલે વજન કાંટા પર ફોટોન પડતાં બંધ થાય છે તો વજન કાંટા પર દળ કેટલું બતાવશે . ઝીરો..

બીજી ભાષામાં કહું છું, વજન કાંટા પર પડછાયો મુકવામાં આવે છે.. ઉપરોક્ત પ્રયોગ એવો જ થયો ને?

વજન કાંટા પર પડછાયો મુકાતા તેનું વજન 1.5 x 10^-26kg થી ઘટી 0 થયું..

એનો મતલબ પડછાયાનું વજન - 1.5 x 10^-26kg જેટલું થયું?

ઓહ...વજન અને તે પણ ઋણમાં??!!!!!

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 1

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 2

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 3

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 4

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 5

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 6

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 7

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 8

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 9

આતો ભૌતિક સિદ્ધાંતોથી ઉલટ વાત થઈ ગઈ..

હા, ઉલટી વાત છે . પણ સૈદ્ધાંતિક રીતે ખૂબ જ સાચી પણ છે. અહીંથી હવે સમાંતર બ્રહ્માંડ, વર્મ હોલ, ટાઈમ મશીન, એન્ટીપાર્ટીકલ, ડાર્ક મેટર વગેરેને સમજવાનો ચાન્સ મળશે..

એક નવો વિચાર કહે છે... અવકાશ બીજું કાંઈ નહીં પણ પડછાયા રૂપ શોષિત ઉર્જા જ છે..

E = mC^2 માં પડછાયાનું આ દળ મુકો, અને શોધી નાખો ઋણ ઉર્જા કેટલી સમાય છે..એ પરથી પ્રતિબળ, પ્રતિકાર્ય અને એક નવું બ્રહ્માંડ તે પ્રતિબ્રહ્માંડ અને તેનું કોસ્મિક ઈંડુ એટલે કે વિશાળ અવકાશ..

અહીં, એક નવો વિચાર સ્થાપિત કરે છે કે બ્રહ્માંડમાં પહેલેથી ફક્ત પદાર્થ અને ઉર્જા જ નથી પણ અવકાશ પણ મોજુદ હતું..

સમજાયું પડછાયાનું મહત્વ!

સમાપ્ત..

Farid Tadgamwala

Subscribe to receive free email updates: