LATEST NEW MUNICIPALITIES AND DISTRICTS OF GUJARAT | GUJARAT NEW MAHA NAGARPALIKA AND JILLA NAMES



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

LATEST NEW MUNICIPALITIES OF GUJARAT | GUJARAT NEW MAHA NAGARPALIKA NAMES

નમસ્કાર મિત્રો,

ઓફિશિયલ ગુજરાતી વેબસાઈટ પર તમારૂ www.kamalking.in and www.jobgujarat.in ટીમ તરફથી સ્વાગત છે.

ગુજરાત સરકાર તરફથી નવા કેલેન્ડર વર્ષની ભેંટ તરીકે સરકારે એક નવો જીલ્લો વાવ-થરાદ અને નવ નવિન મહાનગરપાલિકાઓની જાહેરાત કરી છે.

ગુજરાતની મહાનગરપાલિકાઓના નામ

વાવ- થરાદના તાલુકાના નામ
વાવ-થરાદ અને બનાસકાંઠાના નવિન તાલુકાઓના નામ


➡️ *ગુજરાત રાજ્યના કુલ જિલ્લાઓ હાલ:- ૩૪*

➡️ *ગુજરાતની કુલ મહાનગર પાલિકા:- ૧૭*

➡️ *બનાસકાંઠા જિલ્લામાંથી - થરાદ*

➡️ *હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકાઓ ધરાવે છે , એટલુજ નહિ વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે......*

આ નવ નવિન મહાનગરપાલિકાઓના નામ નીચે મુજબ છે.

ગુજરાતની નવી બનેલી આ મહાનગરપાલિકા ને યાદ રાખવાની ટ્રિક

📚સૂત્ર : નીપા આ ગાવાની મોસમ📚

ની : નડિયાદ

પા : પોરબંદર 

આ : આણંદ 

ગા : ગાંધીધામ

વા  : વાપી

ની  : નવસારી

 મો :  મોરબી

 સ  : સુરેન્દ્રનગર

 મ   :  મહેસાણા

વિવિધ નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

અગાઉ ની  મહાનગરપાલિકાઓને યાદ રાખવાની ટ્રિક

📚 સૂત્ર=રાજુ ભા અમે ગાંવ જાસુ 📚

 રા  : રાજકોટ

 જુ  : જૂનાગઢ

 ભા :  ભાવનગર

 અમે : અમદાવાદ

 ગાં :  ગાંધીનગર

 વ :  વડોદરા

 જા :  જામનગર

 સુ :  સુરત

શૈક્ષણિક માહિતીની વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહાનગરપાલિકા કયારે બની શકે? મહાનગરપાલિકા બનવા માટેની શરતો

⭕કોઈ શહેર કે વિસ્તારની જનસંખ્યા 3 લાખથી વધારે થઈ જાય છે ત્યારે સરકાર નોટિફિકેશન બહાર પાડીને તે શહેર કે વિસ્તારને મહાનગર પાલિકા જાહેર કરી શકે છે. નગરપાલિકા મહાનગર પાલિકા બને છે ત્યારે સારા વહીવટ માટે માળખામાં પણ બદલાવો થાય છે.

ગુજરાતમાં હવે કુલ 17 મહાનગરપાલિકા

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર

મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર

9 નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહા નગરપાલિકાઓની સંખ્યા 17 

- નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે. 

- ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે. 

સરકારી કર્મચારીઓ માટે ફરજિયાત સીસીસી પરીક્ષાની માહિતી માટે અહીં ક્લિક કરો 

- મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે. 

- વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે. 

- આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે. 

- મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે. 

- સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે. 

- પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે. 

- નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.

    🌴🌴🌴🌴🌴🌴🌴

1960 માં ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યું ત્યારે જિલ્લાની સંખ્યા માત્ર 17 હતી.

●અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા

⚾1964 માં અમદાવાદ અને મહેસાણાના ભાગો તોડીને ગાંધીનગર જિલ્લાની રચના કરવામાં આવી 

⚾1966માં વસલાડને સુરતથી અલગ કરવામાં આવ્યું 

⚾1997 માં બીજી ઓક્ટોબરે તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પાંચ નવા જિલ્લાઓ બનાવ્યા હતા. જેમાં 

- આણંદને ખેડામાંથી વિભાજિત કરવામાં આવ્યું 

- દાહોદને પંચમહાલમાંથી વિભાજિત કરવામાં આવ્યું

- ભરૂચમાંથી નર્મદાનું વિભાજન થયું હતું. 

- વલસાડમાંથી નવસારીનું વિભાજન થયું હતું. 

- પોરબંદર જૂનાગઢમાંથી વિભાજિત થયું હતું.

⚾વર્ષ 2000 માં બનાસકાંઠા અને મહેસાણાના ભાગોમાંથી પાટણ નવો જિલ્લો બન્યો

⚾2007માં તાપીને સુરતમાંથી અલગ કરીને 26મો જિલ્લો બનાવવામાં આવ્યો 

⚾2013 મા 

- સાબરકાંઠામાંથી અરવલ્લી,

 - અમદાવાદ !અને    

    ભાવનગરમાંથી બોટાદ, 

- વડોદરામાંથી છોટાઉદેપુર,

- જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા,

- ખેડા અને પંચમહાલમાંથી મહિસાગર,

- રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી મોરબી 

- જૂનાગઢમાંથી ગીર સોમનાથને નવો જિલ્લો બનાવ્યો હતો.

- આ જ સમયે 2013 મા 24 નવા તાલુકાની રચના કરવામાં આવી હતી.

 ⚾2025 મા 

- બનાસકાંઠાને વિભાજિત કરીને વાવ-થરાદ નવો જિલ્લો બનાવ્યો.

- .2025 મા 9 નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો મળતાંરાજ્યમાંમહાનગરપાલિકાઓની સંખ્યા 17 

- અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરમહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠકમાં બનાસકાંઠા જીલ્લાના વિભાજન પર મહોર લગાવી.

બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત

૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રીશ્રીની ભેટ

બનાસકાંઠાની વર્ષો જૂની માંગણી સંતોષતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

હાલના બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાંથી ૮ તાલુકાઓ - ૪ નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે

નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.   

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.

બનાસકાંઠા જીલ્લાના નવા તાલુકાઓના નામ

હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે. 

વાવ-થરાદ જિલ્લાના નવા તાલુકાઓના નામ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, હાલ આ જિલ્લાના ૧૪ તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.

બનાસકાંઠા જિલ્લામાં બાકીના ૬ તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.  

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં ૬૦૦ આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં ૬૨૫૭ ચો. કિ.મી અને બાનસકાંઠા જિલ્લામાં ૪૪૮૬ ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે.   

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી/ભૌગોલિક/આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યુ છે. 

આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ ૩૫ થી ૮૫ જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે.

આ બે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતું ભંડોળ/ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે તેમ જણાવતા પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યુ કે, હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા ૩૪ થશે.    

--------

        ~~~~~~~~~

Subscribe to receive free email updates: