CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 8



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

CURRENT SCIENCE AND FANTOM ENERGY PART 8

#વિજ્ઞાન_વર્તમાન.  #ભાગ_8

#એક_નવો_વિચાર

#ફેંટમ_એનર્જી

#સબ_ટોપિક_ચેતના_અવકાશ_સંદર્ભમાં_શું_છે?

ગત પોષ્ટમાં આપણે જોયું કે ફેંટમ એનેર્જીને ઘણીવાર નાકારવામાં આવે છે. અને એ પાછળનું લોજીક છે..

કે તે સૂચવે છે કે શૂન્યાવકાશ અસ્થિર છે કારણ કે તે ઋણ દળ ધરાવતા કણોનું અસ્તિત્વ ધરાવે છે. 

અને તે એવું પણ સૂચવે છે તે સતત ઋણ દળ ધરાવતા કણોનું  વમળ ઉત્સર્જિત કરી રહી હોય છે, જેમાં કોસ્મોલોજિકલ અચલાન્કો  સમયના વિધેય તરીકે કાર્ય કરે  છે.



હવે, સામાન્યતઃ ઋણ દળ ધરાવવું ભૌતિક વિજ્ઞાન ને હિસાબે અશક્ય છે .. જ્યારે ફેંટમ ઉર્જા એ જ સૂચવે છે.. માટે તેને નકારવામાં આવે છે.

પણ, જુઓ  ભાગ નંબર 4

અહીં, આપણે પડછાયાનું વજન ઋણ છે એવું સાબિત કર્યું જ છે. અને ત્યાં જ નક્કી પણ કર્યું છે કે અવકાશ એ પ્રતિઉર્જા (ઋણ જેવી વિરોધી) ધરાવતી પ્રણાલી માત્ર છે.

મતલબ થિયરી રીતે અવકાશની ફેંટમ ઉર્જા પ્રતિ ઉર્જા જેવું કાર્ય કરે છે, ને તેનાથી ઉદ્દભવતો પદાર્થ ઋણ દળ ધરાવે છે..

અને આપણા પ્રયોગમાં પણ એ જ પૃષ્ટિ થાય છે..

માટે ફેંટમ એનર્જીને નકારી શકાય નહીં... તો પડછાયા રૂપ ઋણ દળને પણ નકારી શકાય નહીં..

આમ, આપણે અનુમાન કરી શકીએ કે ડાર્ક એનેર્જીનું ફેંટમ સ્વરૂપ એ ઋણ દળ ધરાવતા કણો ઉતપન્ન કરે છે, જે પડછાયાના દળને અનુલક્ષે છે, અને પડછાયો અવકાશનું સ્વરૂપ છે..

આમ, બ્રહ્માંડમાં અવકાશ સાર્વત્રિક વિતરેલ હોય તો તે ડાર્ક એનેર્જી રૂપ હોય અને તે ડાર્ક મેટરને જન્મ આપી ઋણ ઘનતા ધરાવતી પ્રણાલી જન્માવી શકે છે..

જે બ્રહ્માંડનું આગવું સ્વરૂપ છે..

વધુમાં, દળ અને ઉર્જા એક રૂપ છે.. સમય અવકાશ પણ એકરૂપ હોવું જ જોઈએ..

જુઓ ઉપરોક્ત પેરેગ્રાફનો એક અંશ 

"અને તે એવું પણ સૂચવે છે તે સતત ઋણ દળ ધરાવતા કણોનું  વમળ ઉત્સર્જિત કરી રહી હોય છે, જેમાં કોસ્મોલોજિકલ અચલાન્કો  સમયના વિધેય તરીકે કાર્ય કરે  છે."

આ વાત પુષ્ટિ કરે છે કે અવકાશ અને સમય આઇન્સ્ટાઈનના સમીકરણ જેવા જ કોઈક સમીકરણથી બંધાયેલા જ હશે.



હવે, જીવન બ્રહ્માંડનાં સંદર્ભમાં શુ હોય શકે?

અત્રે આપણે એક નોંધ લઈએ કે..

શુ કોઈ જીવંત (ઓર્ગેનિક) વસ્તુ નિર્જીવમાંથી (ઈનઓર્ગેનિક) અસ્તિત્વ પામે ખરું?

ના, જીવંત વસ્તુ એટલે કે સજીવ તેના જેવા સજીવમાંથી ઉત્પત્તિ પામે છે.. સજીવની બેઝિક તમામ આવશ્યકતા જીવંત એટલે કે ઓર્ગેનિક છે.

એક સામાન્ય RNA - વાયરસ જેના શરીર બંધારણમાં ફક્ત RNA છે એ પણ ઓર્ગેનિક છે. એ ઉપરાંત,  શર્કરા - ઉર્જા માટે જરૂરી, પ્રોટીન - બંધારણ અને કાર્ય પ્રણાલી માટે જરૂરી, ફેટ  અને લિપિડ ઉર્જા સંગ્રહ અને સ્નિગ્ધતા માટે જરૂરી, DNA આનુવંશીકતા માટે જરૂરી, વિટામિન્સ, હોર્મોન્સ, એન્ઝાઇમ જે શરીરની મહત્તમ ક્રિયાવિધિઓ માટે જરૂરી પદાર્થો બધા જ ઓર્ગેનિક છે. અને તેમનો યોગ્ય સમન્વય શરીર રચે છે.. અને ઉર્જા થકી શરીર કાર્યરત બને છે..

એ ઉર્જા મેળવવા ખોરાક અને હવા - પાણીની જરૂરિયાત ઉભી થાય છે. એકદમ સિમ્પલ ગેમ છે.

કે આપણે કે કોઈ અન્ય સજીવ, ઉચ્ચ કક્ષાનું હોય કે નિમ્ન કક્ષાનું હોય કાર્ય કરવા માટે ઉર્જા, શર્કરાના ઓક્સિજનયુક્ત દહનથી જ મેળવે છે (બહુ ઓછા અજારક, ઓક્સીજન વગરનું દહન કરે છે)

શર્કરા ઓર્ગેનિક છે, કદી સાંભળ્યું છે? કે માટી કે લોખંડ કે સોનુનો ઉપયોગ થયો હોય શારીરિક ઉર્જા મેળવવા?

શરીરના બંધારણ, વિકાસ અને કાર્યદક્ષતા માટેના જરૂરી પોષક તત્વો પણ ઓર્ગેનિક ખોરાકમાંથી જ મેળવાય છે..

તો નોંધ -1

"પૃથ્વી પરથી મળી આવતી ઓર્ગેનિક (જે કાર્બનની યોગ્ય સાંકળ ધરાવતા હોય એવા પદાર્થો) વસ્તુમાંથી જ જીવ બને છે. બીજી વસ્તુમાંથી નહીં.."

નોંધ - 2 

જડ પદાર્થના  બે ભાગ પાડવું પડે..

1. જડ નિજીવ પદાર્થ

2. જડ જીવદાયી પદાર્થ... 

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 1

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 2

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 3

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 4

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 5

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 6

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 7

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 8

વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 9

હવે, ચોક્કસ સમજ પડશે કે જે જડ નિર્જીવ પદાર્થ  છે કાર્બનની સાંકળ ધરાવતું નથી કે જે જીવન આપી શકે..

જ્યારે જડ જીવદાયી પદાર્થ એવી કાર્બનની સાંકળ ધરાવે છે જે જીવન આપે છે...

ધાર્મિકો તેને ચેતના કહે છે..

એટલે કે કાર્બનયુક્ત પદાર્થની ઉર્જા અને કાર્બનવિહીન પદાર્થની ઉર્જા શું  જુદાં પ્રકારની હોય ?

ક્રમશઃ 

Farid Tadgamwala Farid Tadgamwala

Subscribe to receive free email updates: