ધોરણ-7 પાઠ્યપુસ્તક પ્રમાણે 8.1, 8.2, 8.3, 8.4 8 – પવન, વાવાઝોડું અને ચક્રવાત



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-7 પાઠ્યપુસ્તક પ્રમાણે 8.1, 8.2, 8.3, 8.4 8 – પવન, વાવાઝોડું અને ચક્રવાત


વિષય વસ્તુ


ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત


પ્રસ્તાવનાઃ

શિયાળામાં આપણે ત્યાં ઇશાનના  અને ઉનાળામાં નૈઋત્ય દિશા (દરિયા) તરફથી પવનો વહે છે. શા માટે ? મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવો છો. ત્યારે પવન કઇ દિશામાંથી આવતો હોય છે ? સાયકલ ચસાલો ત્યારે સામેની દિશામાંથી પવન આવતો હોય તો શું અનુભવ થાય. દરિયામાં જતાં વહાણને કે તેમનું ચિત્ર તમે જોયું હશે. આ વહાણને સઢ શા માટે લગાવવામાં આવે. ગરમ પાણીમાંથી નીકળતી વરાળ અને ધુમાડો હંમેશા ઉપર તરફ જ જાય છે. બરાબરને ? ધુળની ડમરી ઉડતા હોય ત્યારે તેની સાથે કાગળ અને પ્લાસ્ટિક ઉપર, તરફ ઉડતાં જોયા છે ? શું તમે ટી.વી.માં વાવાઝોડા સમાચાર ક્યારેય જોયા છે ? આવું શા માટે થતું તેના કારણો શું હોય ? આ પ્રશ્નોની ચર્ચા વિદ્યાર્થી સાથે કરો. વિદ્યાર્થીઓને વાવાઝોડાની એક વીડિઓ ક્લીપ બતાવો.

શીખવાનો હેતુઃ

હું શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓને પવન, વાવાઝોડું અને ચક્રવાતનો પરિચય કેવી રીતે આપીશ ?


હું વિદ્યાર્થીઓને, વાવાઝોડું અને ચક્રવાતથી બચવાના ઉપયોગની સમજ કેવી આપીશ ?


અધ્યયન નિષ્પત્તિઓઃ

પ્રક્રિયા અને ઘટનાનો કારણો સાથે જોડે છે.


તેની આસપાસ અનુભવાતી ઘટનાઓને આધારે યોગ્ય નિર્ણય લે છે.


પૂર્વ તૈયારીઃ

વિદ્યાર્થીઓના રોજિંદા જીવનમાં હવા અને તેના ઉપયોગની વિગત આપવી, દા.ત. ફુગ્ગામાં, વાહનોના ટાયરમાં, ઉપણવામાં.........


પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિ 8.1, આકૃતિ 8.2, ગરમ પાણી ભરેલો ડબ્બો ઠંડો થાય છે. પ્રવૃત્તિ 8.2, આકૃતિ 8.3 બોટલમાં ફૂંક મારવી. પ્રવૃત્તિ 8.3 આકૃતિ 8.4 ફુગ્ગાઓની વચ્ચે હવાની ફૂંક મારવી.  


આ ત્રણેય પ્રવૃત્તિઓ સાથે ચર્ચા કરો. જેમ કે હવાનું દબાણ, હલકું અને ભારે દબાણ અને હલકા ભારે હવાના દબાણની અસરો વગેરેની ચર્ચા કરો. આથી શીખવાની મુખ્ય બાબતો માટે વિદ્યાર્થીઓમાં જરૂરી સહાયક માહિતી કેળવાશે.


વર્તમાનપત્રોમાં આવેલા વાવાઝોડાનાં સમાચાર અને ફોટોગ્રાફ્સ બતાવી તેની અસરોની ચર્ચા કરો.  


વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ

ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત.


વીજળી સાથે તોફાન આવે ત્યારે સાવચેતી.


આકૃતિ 8.11 દ્વારા ચક્રવાતના નિર્માણની સમજ.


ચક્રવાતની અસર અને સુરક્ષાના પગલાં.


ઉપરોક્ત મુદ્દાઓની સમજ આપીને તથા બ્લેક બોર્ડનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો.

વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ

ગતિમાન હવા એ પવન છે. કોઇ સ્થળની હવા ગરમ થઇને ઉપર જાય છે. તે સ્થળે હવાનું દબાણ ઘટે છે. આજુબાજુથી ઠંડી હવા તે જગ્યા પુરવા ધસી આવે છે. આ રીતે પવન ઉત્પન્ન થાય છે.

પ્રવૃત્તિ 8.4, આકૃતિ 8.5 કાગળની પટ્ટી પર ફૂંક મારવી અને પ્રવૃત્તિ 8.5, આકૃતિ 8.6 પર વીડિયો સમય 6 મિનિટ.


હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ વધુ. તાપમાનમાં થતા ફેરફારના કારણે આવું બને છે જે આપણે ઉપરોક્ત વીડિયોમાં જોયું.

પ્રવૃત્તિ 8.6, આકૃતિ 8.7 ગરમ હવા ઉંચે ચડે છે. 


આ પ્રવૃત્તિમાં આપણે જોયું કે જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે તે કપને ઉપર તરફ ધકેલે છે. પ્રવૃત્તિ દ્વારા જાણવા મળ્યું કે ગરમ હવા, ઠંડી હવા કરતાં હલકી હોય છે. આટલું યાદ રાખો કે ગરમ થવાથી હવા ફેલાય છે અને વધુ જગ્યા રોકે છે જ્યારે કોઇ વસ્તુ વધુ જગ્યા રોકે ત્યારે તે વજનમાં હલકી બને છે. આથી જ ગરમ હવા, ઠંડી હવા કરતાં હલકી હોય છે. આ કારણે જ ધુમાડો ઉપર તરફ જાય છે. કુદરતમાં એવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે. જેમાં કોઇ સ્થળની હવા ગરમ થઇને ઉપર જાય છે. તે સ્થળે હવાનું દબાણ ઘટે છે. આજુબાજુથી ભારે દબાણની ઠંડી હવા તે હલકા દબાણ તરફ આવે છે.  

ધ્રુવપ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું.


જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું તો વીડિયો સમય 8 મિનિટ.


8.1, 8.2, 8.3, 8.4 ના વીડિયો

8.1 પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

8.2 પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

8.3 પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

8.4 પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો


વીજળી સાથે પવન અને વરસાદનું તોફાન આવે ત્યારે સાવચેતી અંગે શું કરવું જોઇએ. તે અંગેના ચાર-પાંચ વાક્યો વિદ્યાર્થીઓને લખવા કહો.


સુરક્ષાનાં પગલાં

બહુ વરસાદ થાય તો વીજળીનો વપરાશ સાવચેતીથી કરવો.


બહુ પવન, ચક્રવાત અને વાવાઝોડું બહુ જ થાય ત્યારે પશુઓની સાચવણી, ઘરની સાચવણી કેવી રીતે કરશો.


Download PDF

Subscribe to receive free email updates: