ધોરણ-8 પાઠ્યપુસ્તક પ્રમાણે 3.3 3 – સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-8 પાઠ્યપુસ્તક પ્રમાણે 3.3 3 – સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક


વિષય વસ્તુ


સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો


પ્રસ્તાવનાઃ

આપણે જે કપડાં પહેરીએ છીએ તે કાપડમાંથી બનેલાં છે. આ કાપડ વિવિધ રેસાઓથી બનેલાં હોય છે. આપણે અનુકૂળતા મુજબ રેસાથી બનેલાં કપડાં કે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જેમકે ઉનાળામાં સુતરાઉ રેસામાંથી બનેલાં કપડાં તો શિયાળામાં ઉનના રેસાથી બનેલાં સ્વેટર, ધાબળાં, સાલ કે મફલરનો ઉપયોગ કરીએ છીએ. વરસાદથી બચવા માટે છત્રીનો કાપડ કાંઇક જુદાં જ પ્રકારનું છે. તદઉપરાંત ઘર વપરાશની કેટલીક વસ્તુ જે કાપડમાંથી બનાવવામાં આવેલાં છે તે જુદાં-જુદાં રેસાઓમાંથી બનેલા છે તો આવું શા માટે ? ચાલો તેનો વિગતે અભ્યાસ કરીએ.

શીખવાનો હેતુઃ

હું શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓને સંશ્લેષિત (કૃત્રિમ) રેસાના ગુણધર્મો કેવી રીતે સમજાવીશ ?


હું શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓને કુદરતી અને કૃત્રિમ રેસા વચ્ચનો ભેદ કેવી રીતે સમજાવીશ ?


અધ્યયન નિષ્પત્તિ:

સંશ્લેષિત રેસાઓના દેખાવ, રચના અને કાર્ય જેવા લક્ષણોને આધારે ઓળખે છે.


પૂર્વ તૈયારીઃ

ધોરણ-6 અને 7 ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ-3 નો અભ્યાસ/પુનરાવર્તન કરવું.


કૃત્રિમ રેસા અને કુદરતી રેસાનો શોર્ષ શું છે તે બાળકોને પૂછીને માહિતી મેળવો.


કાપડમાંથી બનેલી ઘરવપરાશની વસ્તુઓની યાદી બાળકો સાથે મળીને બનાવવી.


ઓશિકાં, ગાદલાં, દોરડાં, સુતળી, કંતાન, પગ-લૂછણિયાં, મોજાં, મચ્છરદાની, પાણીની પાઇપ, ધાબળાં, સ્કૂલ બેગ, થેલી વગેરે પૈકી જે નમૂના મળી શકે તે એકઠા કરવા.


નાયલોન, રેશમ, કપાસ અને ઉનનાં દોરાં.


નાયલોને અને સુતરાઉ કાપડના ટુકડાં.


વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ

જુદા જુદા પ્રકારના રેસા એકબીજાથી મજબૂતાઇ, પાણી શોષવાની ક્ષમતા, દહનનો પ્રકાર, કિંમત ટકાઉપણું વગેરેમાં એકબીજાથી જુદા પડે છે.


સંશ્લેષિત રેસાના ઉત્પાદન માટેનાં રસાયણોના પ્રકારને આધારે તેઓ નાયલાન, પોલીએસ્ટર અને એક્રેલિક તરીકે ઓળખાય છે.


વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ

કાપડમાંથી બનેલી ઘરવપરાશની કેટલીક વસ્તુઓ બાળકોને બતાવો અને તેમાંથી કુદરતી રેસામાંથી બનેલી વસ્તુઓ તથા કૃત્રિમ રેસામાંથી બનેલી વસ્તુઓને અલગ કરવાનું કહો.


ક્રમ

વસ્તુનું નામ

રેસાનો પ્રકાર કુદરતી/કૃત્રિમ

હવે વિચારો કે શા માટે કેટલાંક રેસાઓને તમે કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખ્યા ?
તમે આગળનાં ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કપાસ, ઉન, રેશમ જેવા કુદરતી રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જોઇએ તો, સંશ્લષિત રેસાઓ (રાસાયણિક પ્રક્રિયા દ્વારા) માનવી દ્વારા બનાવવામાં આવે છે અને એટલાં માટે જ તેને સંશ્લેષિત કે માનવ સર્જીત રેસાઓ કહેવામાં આવે છે. તો ચાલો માનવસર્જીત (કૃત્રિમ) રેસાઓના કેટલાંક ગુણધર્મોનો અભ્યાસ કરીએ.

મજબુતાઇઃ

એક ક્લેમ્પવાળું લોખંડનું સ્ટેન્ડ લો. એક 60 સેમી લાંબો દોરો લો. આ દોરાને મુક્ત રીતે લટકે તે રીતે સ્ટેન્ડ સાથે બાંધો. તમે દોરાને લટકાવવા માટે હુક અથવા દિવાલમાં રહેલી ખીલીનો પણ ઉપયોગ કરી શકો છો જેનાં નીચેનાં છેડે મજબૂત થેલી લટકાવેલી હોય તેવી રચના કરો. એ દોરો તુટી જાય ત્યાં સુધી તેમાં એક પછી એક વજન ઉમેરતાં જાઓ વજનને બદલે તમે એક સરખા કદની લખોટી કે કાંકરાનો ઉપયોગ કરી શકો છો. દોરો તોડવા માટે જરૂર પડેલાં કુલ વજનની નોંધ કરો. આ વજનથી કયા રેસાની મજબુતાઇ વધુ છે તે દર્શાવે છે. આ પ્રવૃત્તિનું ઉન, પોલીએસ્ટર, રેશમ તથા નાયલોનનાં દોરા લઇને કરો.

ક્રમ

દોરાનો/રેસાનો પ્રકાર

દોરો તોડવા માટે જરૂરી કુલ વજન/ઇંટ

1

કપાસ

2

ઉન

3

રેશમ

4

નાયલોન

દોરાઓને તેની મજબુતાઇ મુજબ ચડતાં ક્રમમાં ગોઠવો.

નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. તે ચમકદાર તથા સરળતાથી ધોઇ શકાય તેવા હોય છે. તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા હતા.


આપણે નાયલોનમાંથી બનેલી ઘણી ચીજવસ્તુઓ જેવી કે મોજાં, દોરડાં, મીણીયું, ટૂથબ્રશ વાપરીએ છીએ.


પ્લાસ્ટીકની ગુણ અનાજ ભરવા માટે ઉપયોગી છે.

પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

અંદાજે અડધા ચો.મી.ના એક સરખાં કદનાં કાપડનાં બે ટુકડા લો. જેમાંથી એક કુદરતી રેસામાંથી બનેલો હોય તથા બીજો સંશ્લેષિત રેસામાંથી બનેલો હોય કાપડનાં ટુકડા પસંદ કરવા માટે તમે તમારા વડીલો કે મિત્રોની મદદ લઇ શકો છો. બંને કપડાંને સમાન પ્રમાણમાં પાણી ભરેલાં એક-એક પાત્રમાં ભીંજવી દો. પાંચ મિનિટ બાદ ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢીને સૂર્યપ્રકાશ સૂકવી દો. બંને પાત્રમાં બચેલા પાણીનાં પ્રમાણની સરખામણી કરો.

ક્રમ

કાપડનો પ્રકાર

પાત્રમાં બચેલું પાણી

કોરા થવામાં લીધેલો સમય

1.

સુતરાઉ કાપડ

ઓછું/વધારે

ઓછો/વધારે

2.

નાયલોનનું કાપડ

ઓછું/વધારે

ઓછો/વધારે

સ્થિતિસ્થાપકઃ

તમે પોલીએસ્ટરના કાપડનો ટુકડો, સુતરાઉ કાપડનો ટુકડો લો. બંને કપડાને બરાબર ગડીઓ કરો. તેને બરાબર મસળો. તમે જોયું હશે કે પોલીએસ્ટરના રેસાથી બનતું કાપડ જલદી ચોળાઇ જતું નથી. જ્યારે સુતરાઉ જલદી ચોળાઇ જાય છે તથા સુતરાઉ કપડાં કરતા સરળતાથી ધોઇ શકાય છે. હવે તમે કહી શકશો નીચેના પ્રસંગોએ તમે કયા પ્રકારના રેસામાંથી બનેલું કાપડ પસંદ કરશો ?

ક્રમ

પ્રસંગ

કાપડની પસંદગી

કારણ

1.

ઉનાળાનો પહેરવેશ

સુતરાઉ કાપડ

2.

ગરમ વાસણોને ઉંચકવા માટેનું કપડુ

3.

છત્રીનું કાપડ

4.

વરસાદની ઋતુઓ અને પહેરવેશ

5.

પેરાશુટમાં

6.

પ્રયોગ શાળામાં

સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ પર્યાવરણનું સંરક્ષણ કે નુકશાન કરે છે ? તે ચર્ચા કરો અને બાળકોને કહો કે તેનો ચાર્ટ બનાવે.

વર્ગખંડમાં કુદરતી રેસાના કાપડ અને સંશ્લેષિત રેસાના કાપડ વિદ્યાર્થીઓ પાસે એકઠા કરાવો.


વર્ગખંડમાં ટુકડી પાડી રમત રમાડો.

એક ટુકડીના એક વિદ્યાર્થીના આંખે પટ્ટી બાંધો.


તેના હાથમાં કાપડના બે ટુકડા (જે પૈકી એક કુદરતી અને એક સંશ્લેષિત હોય) આથી સ્પર્શ દ્વારા સરખામણી કરવા કહો અને કાપડનો પ્રકાર તેમજ શક્ય હોય તો નામ પણ ઓળખી બતાવા કહો.
(અન્ય વિદ્યાર્થીઓ સરખામણીના કહેલા વાક્યો નોંધ કરશે)


વધારે સાચી ઓળખાણ કરનાર ટીમને વિજેતા જાહેર કરો.


Download PDF

Subscribe to receive free email updates: