ધોરણ-7 પાઠ્યપુસ્તક પ્રમાણે 5.3 5 – એસિડ, બેઇઝ અને ક્ષાર



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-7 પાઠ્યપુસ્તક પ્રમાણે 5.3 5 – એસિડ, બેઇઝ અને ક્ષાર


વિષય વસ્તુ


તટસ્થીકરણ


પ્રસ્તાવનાઃ

તમે લીંબુ તથા આમલીનો સ્વાદ ચાખ્યો હશે. સ્વાદ કેવો હોય છે ? તેનો સ્વાદ ખાટો કેમ હોય છે વિચારો લીંબુ તથા આમલી એસિડિક હોવાથી સ્વાદમાં ખાટા લાગે છે આવા બીજા કયા કયા ખાદ્ય પદાર્થમાં આપણને કુદરતી રીતે એસિડ પ્રાપ્ત થાય છે ?
દા.ત. તરીકે લેક્ટિક એસિડ વિનેગર એસિટીક એસીડ.
સાબુનું દ્રાવણ સ્પર્શે કેવા હોય છે ? તે સ્પર્શે ચીકણાં હોય છે તેને બેઇઝ કહે છે તમે જાણતા હો તેવા બેઇઝ કયા કયા છે ?
દા.ત. તરીકે ચૂનાનું પાણી (કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાબુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ)

શીખવાનો હેતુઃ

એસિડ તથા બેઇઝ વિશેની સમજૂતી.


તટસ્થીકરણની સમજ


અધ્યયન નિષ્પત્તિઓઃ

પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે.


એસિડ બેઇઝ વિશે સમજે.


તટસ્થીકરણ વિશે સમજે.


પૂર્વ તૈયારીઃ

રોજીંદા જીવનમાં વપરાતી વસ્તુઓ જેમાં એસિડ અને બેઇઝની વ્યાખ્યા તથા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ.


લિટમસપત્રની પરિભાષા અને કાર્ય બાળકોને સમજાવીશ.


લિટમસપત્રની મદદથી એસિડ અને બેઇઝની ચકાસણી કરાવીશ.


વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ

તટસ્થીકરણની પ્રક્રિયાથી ક્ષાર પાણી અને ઉષ્મા ઉત્પન્ન થાય છે.


વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ

એસિડ પદાર્થોની ચકાસણીઃ


(સાધનો/પદાર્થોઃ લીંબુ 10 ચપ્પુ ભૂરા અને લાલ લિટમસપત્રો (4 પેકેટ))


સૌપ્રથમ બાળકોને ચાર ગ્રુપમાં વિભાજન કરો અને સાધનો પદાર્થો આપો અને તેના વિશેની જાણકારી બાળકોમાં ચકાસો.


હવે બે ગ્રુપમાં લાલ લિટમસ પત્રો અને બાકીના બે ગ્રુપમાં ભુરા લિટમસ પત્રો સરખા ભાગે વહેંચો.


હવે ગ્રુપ પ્રમાણે મળેલ લિટમસપત્રોની બ્લેકબોર્ડ પર નોંધ કરો.


પછી તમે લીંબુના ટુકડા કરી બાળકોમાં વહેંચી દો.


હવે જે લિટમસપત્ર છે તે બાળકોને કહો કે તેને લીંબુની ચીરી પર ફેરવો અથવા લીંબુ નિચોવીને તેનો રસ પણ પત્ર પર નાંખી શકે.


લાલ લિટમસપત્ર પર શું અસર થશે તે ચકાસો અને બ્લેક બોર્ડ પર નોંધ કરો.


ભૂરું લિટમસપત્ર પર શું અસર થશે તે ચકાસો અને બ્લેક બોર્ડ પર નોંધ કરો


આમ, અહીં ભૂરું લિટમસ પત્ર લાલ બને છે.


એસિડઃ તે સ્વાદે ખાટા હોય છે અને ભુરા લિટમસપત્રને લાલ બનાવે છે.

બેઇઝ પદાર્થોની ચકાસણીઃ


સાધનો/પદાર્થોઃ ખાવાનો સોડા (બેકિંગ સોડા) સાબુનું દ્રાવણ ભૂરા અને લાલ લિટમસપત્રો.

ગ્રુપમાં વિભાજિત થયેલ બાળકોને સાધનો/પદાર્થો આપો અને તેના વિશેની જાણકારી બાળકોમાં ચકાસો.


હવે ગ્રુપ પ્રમાણે મળેલ લિટમસ પત્રોની બ્લેકબોર્ડ પર નોંધ કરો.


બધા ગ્રુપમાં ખાવાનો સોડા (બેકિંગ સોડા) આપો અને સ્વાદ ચાખવાનું કહો અને બ્લેકબોર્ડ પર તેની નોંધ કરો.


હવે બધા ગ્રુપમાં સાબુનું દ્રાવણ આપો હાથમાં લઇને મસળવાનું કહો અને તે સ્પર્શે કેવા હોય છે તેની બ્લેકબોર્ડ પર નોંધ કરો.


હવે ગ્રુપ પ્રમાણે મળેલ લિટમસ પત્રોની બ્લેકબોર્ડ પર નોંધ કરો.


હવે સાબુના દ્રાવણથી લાલ લિટમસપત્ર પર શું અસર થશે તે ચકાસો અને નોંધ કરો.


આ આમ અહીં લાલ લિટમસપત્ર ભૂરું બને છે.


બેઇઝઃ તે સ્વાદે તૂરા હોય છે અને સ્પર્શે ચિકણા હોય છે. લિટમસપત્રને ભૂરું બનાવે છે. 
લિટમસપત્ર પર થતી અસરઃ 
સાધનો/પદાર્થોઃ લીંબુનો રસ વિનેગર છાસ ચૂનાનું પાણી ધોવાનો સોડાનું દ્રાવણ શેમ્પૂ (જલીય દ્રાવણ) વગેરે.

ગ્રુપમાં વિભાજીત થયેલ બાળકોને સાધનો/પદાર્થો આપો.


હવે તમામ બાળકો લિટમસપત્ર પર થતી અસર ચકાસીને નીચેના કોષ્ટકમાં નોંધ કરશે.


ક્રમ

કસોટી માટેનું દ્રાવણ

લાલ લિટમસ પર અસર

ભૂરા લિટમસ પર અસર

એસિડ/બેઇઝ

1.

લીંબુનો રસ

2.

વિનેગર (સરકો)

3.

છાશ

4.

ચૂનાનું પાણી

5.

ધોવાના સોડાનું દ્રાવણ

6.

શેમ્પૂ (જલીય દ્રાવણ)
 

આમ લિટમસપાત્રો દ્વારા એસિડ અને બેઇઝ પદાર્થોની ચકાસણી કરી શકાય છે.એસિડ અને બેઇઝ બને પદાર્થોને ભેગા કરવામાં આવે તો શું થાય? વિચારો તો ચાલો આપણો એક પ્રવુતિ કરીએ.

તટસ્થીકરણઃ

સૌ પ્રથમ નીચે આપેલા સાધનો પદાર્થો એકઠા કરો.
સાધનો પદાર્થોઃ કસનળી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ફિનોલ્ફથેલીન, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ધોવાનો સોડાનું દ્રાવણ, ડ્રોપ, ભૂરા અને લાલ લિટમસપત્રો બીકર.

સૌપ્રથમ એક કસનળીના ચોથા ભાગમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ભરો તેનાથી લિટમસપત્ર પર શું અસર થશે તે ચકાસો અને નોંધ કરો.


બીકરમાં રહેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ધોવાનો સોડાનું દ્રાવણ ભૂરા લિટમસ પેપર શું અસર થશે તે ચકાસો અને નોંધ કરો.


હવે કસનળીમાં ફીનોલ્ફથેલીનના સૂચકના બે-ત્રણ ટીપાં ઉમેરો કસનળીને હળવેથી હલાવો રંગમાં કોઇ ફેરફાર થયો ? તે ચકાસો અને નોંધ કરો.


હવે ડ્રોપરની મદદથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ધોવાના સોડાના દ્રાવણનો એક-એક ટીપું તેમાં ઉમેરો અને કસનળીને હળવેથી હલાવો.


ગુલાબી રંગ અદ્રશ્ય થતો જોવા મળે છે ?


જ્યાં સુધી કસનળીના દ્રાવણનો રંગ સંપૂર્ણ ગુલાબી રંગ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા કરો.


હવે કસનળીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતાં દ્રાવણ રંગવિહીન બને છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા દ્રાવણ ગુલાબી રંગનું બને છે.


એટલે કે જ્યારે દ્રાવણ એસિડિક પ્રકૃતિનું હોય છે ત્યારે રંગવિહીન હોય છે અને જ્યારે દ્રાવણ બેઇઝક હોય છે ત્યારે ફિનોલ્ફથેલીન ગુલાબી રંગ આપે છે.


જ્યારે એસિડીક દ્રાવણ બેઇઝ દ્રાવણમાં ભળે છે ત્યારે બંને દ્રાવણ એકબીજાની અસરનું તટસ્થીકરણ કરે છે.


હવે કસનળીમાં રહેલા દ્રાવણથી લિટમસપત્ર પર શું અસર થાય છે તે નોંધો.


લિટમસપત્ર પર કોઇ જ અસર થતી નથી એટલે કે તે એસિડ પણ નથી કે બેઇઝ પણ નથી.


એસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે અને આ પ્રક્રિયામાં પાણી ક્ષાર અને ઉષ્મા છૂટી પડે છે.

પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

થોડી હળદર લો અને પાણી સાથે મેળવીને તેની લુગદી તૈયાર કરો.  

એક સફેદ કાગળ ઉપર હળદરની લુગદી લગાડીને તેને સુકવી નાખો. હવે આ કાગળ પર પીંછી વડે સાબુના દ્રાવણની મદદથી સુંદર કોઇપણ ચિત્ર કે આકૃતિ દોરો અને વર્ગમાં પ્રદર્શન કરો.


સાવચેતીનાં પગલાં

એસિડ કે બેઇઝને ચાખવાના પ્રયોગ ન કરવા.


સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે કસનળીને સીધી ન પકડતાં તેને કસનળીના ચિપિયાથી જ પકડવી.


એસિડ કે બેઇઝના ટપકાં હાથ કે પગ પર ન પડે તેનું ધ્યાન રાખવુ.


એસિડ કે બેઇઝ ઉપયોગ કરતી વખતે ધુમાડો શ્વાસમાં ન જાય તેનું ધ્યાન રાખવુ.


Download PDF

Subscribe to receive free email updates: