NAMO LAKSHMI YOJANA GUJARAT નમો લક્ષ્મી યોજના ગુજરાત



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

 નમો લક્ષ્મી યોજના ગુજરાત

*નમો લક્ષ્મી યોજના* નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.

1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા.

2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.

3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે. 

4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500  એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500  ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.


5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.
6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.

7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.

8. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશો.

આ પોસ્ટ અંગ્રેજીમાં અનુવાદ /વાંચવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)

(1) સરકારી અથવા  અનુદાનિત  પ્રાથમિક શાળામાં ધોરણ -8  પૂર્ણ  કરેલ  હોય 

(2) RTE હેઠળ પ્રવેશ મેળવી  ખાનગી પ્રાથમિક માં  ધોરણ -1 થી 8 નો  અભ્યાસ કરેલ હોય.

(3) RTE સિવાય ખાનગી પ્રાથમિક માં  ભણેલ  હોય  અને  કુટુંબની  વાર્ષિક  આવક 6 લાખ કે  તેથી  ઓછી  હોય .

🎯તેવી  તમામ  દીકરીઓ ગુજરાત (GHSEB)બોર્ડ અને  CBSC બોર્ડ માં  માન્યતા  પ્રાપ્ત  શાળામાં  ધોરણ -9 માં  પ્રવેશ મેળવે  એટલે  નમો  લક્ષ્મી  યોજના નો લાભ  મળે.

🎯વર્ષ :-2023-24 માં  ધોરણ -8 થી 11  માં  અભ્યાસ  કરતી  વિદ્યાર્થીનીઓ વર્ષ :-2024-25  માં  ધોરણ -9 થી 12 માં  પ્રવેશ મેળવે. તેઓને  પણ  આ યોજનાનો  લાભ  મળવાપાત્ર  છે.

પાત્રતા નું  ધોરણ  ઉપરની 3 શરતો  મુજબ નું  રહેશે.

🎯આ યોજનાનો  લાભ DBT યોજનાથી  સીધો  વિદ્યાર્થીની ની માતા ના બેન્ક ખાતામાં  જમા થશે. 

માતા હયાત નહી  હોય તો  વિદ્યાર્થીનીના બેન્ક  ખાતામાં  જમા થશે.

Subscribe to receive free email updates: