ધોરણ-7 એકમ-7–ત્રિકોણની એકરૂપતા એકરૂપતાની શરતો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-7 એકમ-7–ત્રિકોણની એકરૂપતા એકરૂપતાની શરતો


વિષય વસ્તુ


એકરૂપતાની શરતો


પ્રસ્તાવનાઃ

આપણે શાળાના બાળકો માટે નોટબુક ખરીદવા જઇએ છીએ ત્યારે દુકાનદાર આપણને વિવિધ આકારની નોટબુક બતાવે છે. દરેક વિદ્યાર્થી માટે નોટબુકની પસંદગી એક સમાન કરતાં હોઇએ છીએ. આ બધી નોટબુકના આકાર, કદ, પાનની સંખ્યામાં એકસમાનતા હોય છે.
આપણે રોજીંદા જીવનમાં ઘણી વસ્તુઓ જેવી કે પેકેટમાં રહેલા બિસ્કિટ, બ્લેડ, પાસપોર્ટ સાઇઝના ફોટાની કોપી, બ્રેડનું પેકેટ, 10, 5, 2 ની નોટ/સિક્કા વગેરેનો ઉપયોગ કરીએ છીએ. જે બધા માપ આકારની દ્રષ્ટિએ એકસમાન હોય છે. આ દરેકમાં તેની બાજુઓ અને ખૂણાના માપ એકસરખા જોવા મળે છે. આવી જે વસ્તુઓમાં બાજુઓ તથા ખૂણાઓના માપ સરખા હોય તેને એકરૂપ વસ્તુઓ કહેવાય છે. ચાલો, આપણે આજે ત્રિકોણની એકરૂપતા વિશે અભ્યાસ કરીશું.

શીખવાનો હેતુઃ

હું શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓને ત્રિકોણની એકરૂપતા વિશે કેવી રીતે શીખવીશ ?


અધ્યયન નિષ્પત્તિ:

આપેલ વિગતો પરથી બે ત્રિકોણ એકરૂપ છે કે નહીં તે સમજાવે છે. (બાબાબા, બાખૂબા, ખૂબાખૂ, કાકબા શરતોને આધારે)


પૂર્વ તૈયારીઃ

એકરૂપ વસ્તુઓની યાદી કરાવીશ.


એકરૂપ રેખાખંડ અને એકરૂપ ખૂણાની ચકાસણી કરાવીશ કાર્ડ સીટ/કંકોત્રીના કાર્ડમાંથી બનાવીને સમજાવવા.


ત્રિકોણની એકરૂપતાની શરતોને આધારે તૈયાર થયેલા વિવિધ ત્રિકોણઓનું કટીંગ કાર્ડ સીટમાંથી કરીને માપ અને ખૂણાનાં નિદર્શન તથા ચાર્ટ બનાવીશ.


વિષયવસ્તુની વ્યાખ્યા/સમજઃ

        બે ત્રિકોણનાં શિરોબિંદુઓ વચ્ચેની કોઇ એક-એક સંગતતા એવી મળી શકે કે એક ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓને એકરૂપ હોય તો તે સંગતતાને એકરૂપતા કહેવાય અને આવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહેવાય.

તબક્કાવાર પ્રવૃત્તિ:

એકરૂપ ત્રિકોણોની રચના કાર્ડ સીટમાંથી કટીંગ કરાવીને તેનાં વિવિધ ભાગોને વિદ્યાર્થીઓ પાસે માપન કરાવી ત્રિકોણની એકરૂપતાની શરતોની સમજૂતી આપીશ.


હું વિદ્યાર્થીઓને નીચે મુજબ વિવિધ કટિંગ કરીને ત્રિકોણ આપીશ.

ઉપરોક્ત કટિંગ આપી એકસરખા માપના ત્રિકોણ ભેગા કરાવીશ.


નીચે મુજબના પ્રશ્નો પૂછીશ.


એકસરખા માપના ત્રિકોણ ક્યાં ક્યાં છે ?


એકસરખા માપના ત્રિકોણ ન હોય તે ક્યાં ક્યાં છે ?


એકસરખા માપના ત્રિકોણ તમે કેવી રીતે નક્કી કર્યા ?


ઉપરોક્ત પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ પાસે ત્રિકોણની બાજુ અને ખૂણાંઓનું માપન કરાવીને તેની એકરૂપતાની શરતોને સમજ આપીશ.


હવે વિદ્યાર્થીઓને ભેગા કરેલા એકસરખા માપના ત્રિકોણા કટીંગ્સને લઇને વિદ્યાર્થી સાથે ચર્ચા કરીશ.


બંને ત્રિકોણની બંને બાજુઓના માપ કહીશ.


બંને ત્રિકોણના બે બાજુઓના અંતર્ગત ખૂણાનું માપ કહીશ.


આમ બંને ત્રિકોણની બે બાજુ તથા અંતર્ગત ખૂણા પરથી બાખૂબા (બાજુ-ખૂણો-બાજુ) શરત તારવીશ. આ શરત પરથી બંને ત્રિકોણ એકરૂપ થાય.


બાખૂબાઃ- “જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણાના માપ સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે.”


એકરૂપતાની બીજી શરતો પણ પ્રવૃત્તિ દ્વારા કરાવીશ.


નીચે મુજબના માપ આપી આપેલા ત્રિકોણ એકરૂપ છે કે નહિં તે ચકાસવા આપીશ.

∠ ABC માં,           ∠ PQR માં,
AB = 5 cm            PQ = 5 cm
BC = 6 cm            QR = 6 cm
∠B = 60°           ∠Q = 60°


વીડિયોઃ ત્રિકોણની એકરૂપતાની શરતની સમજ આપતો વીડિયો.

બે ત્રિકોણની એકરૂપતાની શરતો ઉદા. સાથે દર્શાવતો ચાર્ટ બનાવડાવીશ.

કઇ કઇ બાબતો સમાન હોવા છતાં બંને ત્રિકોણ એકરૂપ ન પણ હોય તેનો પરીચય આપતો ચાર્ટ વિદ્યાર્થીઓ પાસેથી બનાવડાવીશ.


દા.ત.                ખૂખૂખૂ,
ખૂખૂબા.


Download PDF

Subscribe to receive free email updates: