ધોરણ-6 પાઠ્યપુસ્તક પ્રમાણે 8.2 8 – શરીરનું હલન-ચલન



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-6 પાઠ્યપુસ્તક પ્રમાણે 8.2 8 – શરીરનું હલન-ચલન


વિષય વસ્તુ


પ્રાણીઓની ચાલ


પ્રસ્તાવનાઃ

વિદ્યાર્થીઓ જ્યારે ધ્યાનમાં બેઠાં હોય ત્યારે શરીરમાં સ્વયં થતું હલન-ચલન તેમણે અનુભવ્યું હશે. સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે પણ તમારા હાથ-પગ કંઇક અલગ પ્રકારનું હલન-ચલન કરે છે. આ ઉપરાંત પ્રાણીઓ કે મનુષ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ દરેક ચાલ વિવિધતા જોવા મળે છે. ઘણી વખત તમે શાળાના બાળકને પણ કીડી, સાપ, અળસિયાં, દેડકા કે ગોકળ ગાયની ચાલ જોઇને કુતૂહલ પામતા જોયા હશે. આમ, દરેક પ્રાણીઓની ચાલમાં વિવિધતા શા માટે હોય છે ? શું તમને એવું લાગે છે કે ચાલમાં વિવિધતાએ શારીરિક વિવિધતાનું જ પરિણામ હશે ? અહીં આપણે વિવિધ પ્રાણીઓમાં ચાલ વિશે વિગતથી સમજવાનો પ્રયત્ન કરીશું.

શીખવાનો હેતુઃ

હું શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓને ગરદન, કોણી, ઘૂંટણ, કાંડુ વગેરે શારીરિક હલન-ચલનનો પરિચય કેવી રીતે આપીશ ?


હું વિદ્યાર્થીઓને જુદાં-જુદાં પ્રાણીઓની ચાલમાં કઇ-કઇ વિવિધતા છે તેની સમજ કઈ રીતે આપીશ ?


અધ્યયન નિષ્પત્તિ:

પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.

પૂર્વ તૈયારીઃ

ચાલવા માટે જરૂરી પરિબળોની યાદી બનાવવી.


સાંધાના પ્રકારની માહિતી પાઠ્યપુસ્તકમાં આપેલ 8.1 માં જોવી. તેની અંતર્ગત આપેલી માહિતીની વિદ્યાર્થીઓ સાથે સમૂહચર્ચા કરો. આ માહિતીને લગતા વીડિઓબાળકોને બતાવી શકાય અને પ્રવૃત્તિ, ક્રિયાત્મક કે લેખિત મુલ્યાંકન કસોટીની રચના કરો. આવું કરવાથી શીખવાની મુખ્ય બાબત માટે વિદ્યાર્થીઓમાં જરૂરી સહાયક માહિતી કેળવાશે.


ગામમાં જોવા મળતાં/તમે જોયેલાં અથવા શાળાની આસપાસ જોવા મળતાં પ્રાણીઓની સૂચિ તૈયાર કરાવો અને તે કેવી રીતે ચાલે છે. તેનું અવલોકન કરાવો.


વિદ્યાર્થીઓ નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરે તેવા પ્રયાસો કરાવવા.

વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગો શા માટે હોય છે ?


વિવિધ પ્રાણીઓના શારીરિક અંગોમાં કઇ સમાનતા અને વિભિન્નતાઓ છે ?


વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલા અંગોની આવશ્યકતા હોય છે ?


આપણા પગને વાળવાની રીત આપણે હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે.


વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ

માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જાય છે. સાપ સરકીને જાય છે. માછલી તરીને જાય છે. અળસિયું સ્નાયુઓની મદદથી ચાલી જાય છે. વંદો ઉડીને તેમજ ચાલીને જાય છે. પક્ષીઓ પણ ઉડીને તેમજ ચાલીને જાય છે. આ દરેક ચાલ માટે તેમની શારીરિક વિવિધતાઓ અને અનુકૂલનો જવાબદાર છે.

વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ

બાળકોને ગામની મુલાકાતે લઇ જાવ. જેના ઘરે ગાય હોય તો ત્યાં જઇ તેનું અવલોકન કરાવો. ચાલતી વખતે ગાય કયો પગ પહેલા ઉપાડે છે અને વારાફરતી ચારેય પગ કેવી રીતે ઉપાડે છે ?


ગાયના પગના કેટલા ભાગ છે ? તેની માહિતી આપો. વર્ગમાં ચાર્ટ અથવા વાસ્તવિક સમજ આપી શકો છો.


આગલા પગ અને પાછલા પગમાં શું ફેર છે ? તે સમજાવો. વર્ગમાં ચાર્ટ અથવા વાસ્તવિક સમજ આપી શકો છો.


ચાલતી વખતે અને દોડતી વખતે પગની સ્થિતિનું અવલોકન કરાવો આવું શા માટે ?


નજીકના કોઇ એક પશુ ચિકિત્સકને બોલાવી પ્રાણીઓની ચાલ અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને બોલાવી અથવા મુલાકાત લઇ મનુષ્યની ચાલ બાબતની સંપૂર્ણ જાણકારી આપવી.


જમીન પર ચાલતા પ્રાણીઓ સિવાય વૃક્ષ પર, દિવાલ પર, કે અન્ય કોઇ રીતે ચડતા પ્રાણીઓની યાદી બનાવડાવો.


ગાય ઉઠતા અને બેસતી વખતે કયા પગનો ઉપયોગ કરે છે તે સમજાવો અને આપ વાસ્તવિક અથવા તો આપના મોબાઇલ દ્વારા બનાવેલા વીડિઓ દ્વારા પણ સમજાવી શકો છો.


બાળકોને વિવિધ ગામમાં ચાલતા પ્રાણીનું નિદર્શન કરાવો અને બને તો બાળકોને તેનું ચિત્ર દોરવાનું કહો (પગની છાપનું)


પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

(પશુચિકિત્સક લાવવા પ્રાણીઓમાં કયા-કયા અંગ ચાલવા માટે કારણભૂત છે. તેની ચર્ચા કરી અન્ય વિવિધ ચાલના ઉદાહરણોની ચર્ચા. મનુષ્ય, પ્રાણી, માછલી વગેરે....)

પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતીના આધારે અલગ-અલગ પ્રાણીઓની ચાલનું અવલોકન કરાવો.

વર્ગમાં અન્ય પ્રાણીઓની ચાલના વીડિઓ બતાવો અને તેમની ચાલ માટે જવાબદાર કારણો વિચારી લખવા કહો.


વિભાગ-7 નો વીડિઓ વિદ્યાર્થીઓને બતાવી સંબંધિત પ્રશ્નોત્તરી કરો.


વિદ્યાર્થીને તેના પ્રિય પ્રાણી કે તેની ચાલ વિશે સંબંધિત કારણો વિશે નોંધ લખવા કહો.


Download PDF

Subscribe to receive free email updates: