પેન્ટના પાછળના ખિસ્સામાં વૉલેટ રાખવું હેલ્થ માટે જોખમી
WELCOME TO OFFICIAL GUJARATI WEBSITE
આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે લોકો પેન્ટના પાછળના ખિસ્સામાં વૉલેટ/ પાકીટ રાખે છે એમને લાંબા સમય પછી કેવી રીતે મણકાનો દુખાવો કે કમર દર્દ થઈ શકે છે.
- નર્વ અને હિપ જોઇન્ટની વચ્ચે પર્સ દબાણ કરતું હોવાથી પેઇન થાય છે ખિસ્સામાં મોટા પર્સ રાખવાથી સ્પાઇન.
મોટા ભાગના પુરુષો પેન્ટના પાછળના ખિસ્સામાં પર્સ રાખે છે. આ પર્સ કે વોલેટમાં રોકડ કેશ ઉપરાંત ક્રેડિટ ડેબીટકાર્ડ, વિઝિટિંગ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જરુરી ઓળખ કાર્ડ વગેરે હોય છે. નોકરી કે વેપાર ધંધાએ જતા લોકો સવારે પેન્ટના ખિસ્સામાં પર્સ રાખે ત્યાર પછી સાંજે ઘરે આવીને બહાર કાઢે છે. હમણાં થયેલા એક સ્ટડી મુજબ પાછળના ખિસ્સામાં કલાકો સુધી વોલેટ રાખવું હેલ્થ માટે જોખમી છે.
આરોગ્ય હેલ્થ ટિપ્સ વિશે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો
ખાસ કરીને દળદાર વોલેટ રાખવાથી કરોડરજજૂ અને મણકાને લગતી તકલીફ પણ થઇ શકે છે. મેસહેલ્થમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ યૂનિર્વસિટી ઓફ વોટર લૂના પ્રોફેસર સ્ટુએર્ટ મેકગિલના જણાવ્યા મુજબ કલાકો સુધી પેન્ટના ખિસ્સામાં પર્સ રહેવાથી હિપ જોઇન્ટ અને કમરના નીચેના ભાગમાં દુખાવો રહે છે.
ઘણા લોકો પર્સ રાખવાની આ ટેવના કારણે દુખાવાને ધ્યાનમાં લેતા નથી પરંતુ તેઓ જયારે પર્સ બહાર કાઢે ત્યારે હાશકારો અનુભવે છે. મેડિકલ સાયન્સ મુજબ શરીરના હિપ જોઇન્ટની પાછળ સિયાટિક નર્વ હોય છે.
ખિસ્સામાં પણ માંડ સમાતું હોય તેવું પર્સ રાખવાથી નર્વ અને હિપ જોઇન્ટની વચ્ચે દબાણ ઉભું થાય છે. આથી દર્દ ભલે હિપને થતું હોય તેવું લાગે પરંતુ તે છેક પગ સુધી પણ જઇ શકે છે.
આ માટે સંશોધકોએ હિપ નીચે પર્સ રાખીને પ્રયોગ પણ કર્યો હતો.તેમાં માલૂમ પડયું કે ખિસ્સામાં મોટું પર્સ રાખવાથી હિપનો ભાગ એક તરફ ઝુકેલો રહે છે આથી દર્દ થવા લાગે છે. ખિસ્સામાં મોટા પર્સ રાખવાથી સ્પાઇન તથા થાપાને પણ નુકસાન થાય છે.
હાલમાં ચાલતી સરકારી ભરતી નોકરીની માહિતી માટે અહિ ક્લિક કરો
ખાસ કરીને જો સ્પાઇનમાં પહેલાથી જ કોઇ તકલીફ હોયતો તે ખૂબજ જોખમી બને છે. આ ઉપરાંત સાઇટિકાની તકલીફ તો અવશ્ય થાય છે. ખાસ કરીને રેડિએટિંગ પેઇન જે એક જગ્યાએથી બીજે ફરતું રહે છે.
આથી પોકેટમાં સરળતાથી સમાઇ જાય તેવા હળવા વોલેટ રાખવા જોઇએ, એટલું જ નહી સતત બહાર કાઢતા રહેવું જોઇએ.વોલેટના વિકલ્પમાં મની આગળના ખિસ્સામાં અને જરુરી કાર્ડ ઓફિસ બેગમાં પણ રાખી શકાય છે.
આવી જ માહિતી માટે જોતા રહો આ વેબસાઈટ.