આખો દિવસ AC માં રહેતા હોય તેમના માટે ખાસ, જાણો તેનાથી થતા નુકસાન અને તે માટે શું કરવું DISADVANTAGES OF AIR CONDITIONER TO HUMAN BODY



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

આખો દિવસ AC માં રહેતા હોય તેમના માટે ખાસ, જાણો તેનાથી થતા નુકસાન અને તે માટે શું કરવું


WELCOME TO TO GUJARATI OFFICIAL WEBSITE AND TODAY WE WRITE ARTICLE ABOUT DISADVANTAGES OF AC FOR HUMAN BODY.

HOW CAN IT (AC) HARFUL TO OUR BODY FOR LONG TIME AND HOW CAN WE BEING HEALTHY.

જો તમે જોબ કરો છો તો કદાચ તમારે આખો દિવસ ઓફિસમાં જ રહેવું પડે છે, તો સ્વાભાવિક છે કે તમારે એસીમાં જ રહેવું પડતું હશે. આવી સ્થિતિમાં, તમને ગરમીથી રાહત તો મળે છે, પરંતુ શું તમે જાણો છો કે આખો દિવસ ACમાં રહેવાથી નુકસાન પણ થઈ શકે છે.

હકીકતમાં, ACમાં વધારે રહેવાથી તમને ત્વચાની સમસ્યા થઈ શકે છે. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે આખો દિવસ ઓફિસમાં રહીને તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે તમારી ત્વચાને ACની ઠંડીથી થતા નુકસાનથી કેવી રીતે બચાવી શકો છો.

AC ત્વચાને કેમ નુકસાન પહોંચાડે છે : સખત તડકાથી બચવા માટે AC ની ઠંડી હવાથી બીજું કઈ નથી. પરંતુ જ્યારે તમે લાંબો સમય એસીમાં રહો ત્યારે ત્વચા શુષ્ક થઈ જાય છે. લાંબા સમય સુધી ACના સંપર્કમાં રહેવાથી ત્વચાનો ભેજ ઓછો થઈ જાય છે અને ત્વચા ખરબચડી અને નિર્જીવ લાગે છે.

શરીરમાંથી પરસેવો થવો શરીર માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે ACમાં પરસેવાથી રાહત મળે છે. પરિણામે, શરીરને બિનજરૂરી ઝેરી પદાર્થોથી છુટકારો મળતો નથી. તે જ સમયે, AC થી ત્વચામાં કુદરતી તેલના સ્ત્રાવને પણ ઘટાડે છે. લાંબા સમય સુધી ACના સંપર્કમાં રહેવાથી ફાઈન લાઈન્સ, કરચલીઓ જેવી સમસ્યાઓ થાય છે અને ત્વચાની ઉંમર બમણી ઝડપથી વધે છે.

આરોગ્યની કાળજી રાખવાની અન્ય રીતો ( હેલ્થ ટિપ્સ) વાંચો અહીંથી

જ્યારે તમે એસીમાંથી ગરમીમાં જાઓ છો ત્યારે ત્વચા પર દબાણ આવે છે. આના કારણે ત્વચાના રોમછિદ્રો ડ્રાય થઈ જાય છે અને ત્વચાની ચમક પણ ઓછી થઈ જાય છે. જ્યારે તડકામાંથી સીધા એસીમાં જાઓ એટલે ત્વચામાં પરસેવો સુકાઈ જાય છે, જેના કારણે ત્વચામાં ઘણી સમસ્યાઓ થાય છે. પરસેવો અને તેમાં રહેલા બેક્ટેરિયા ફોલ્લીઓનું કારણ બની શકે છે.

AC થી થતા નુકસાનથી બચવા શું કરવું :
તડકામાંથી બહાર નીકળીને સીધા ACમાં પ્રવેશ્યા પછી સૌથી પહેલા તમારા ચહેરા પર પાણીનો છાંટો. જો તમે ઈચ્છો તો ફેસ વોશથી ચહેરો ધોઈ કરી શકો છો. ચહેરાને સાફ કર્યા પછી તેને ટિશ્યુ પેપરથી સાફ કરો.

LATEST JOBS | ANDROID APPS | SARKARI YOJANAO

જો તમારે એસીમાં રહેવું હોય તો ચહેરો સાફ કર્યા પછી મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં. ફક્ત તે જ પ્રોડક્ટ પસંદ કરો જેમાં કોઈ સુગંધ ન હોય. ચહેરામાં ભેજ જાળવી રાખવા માટે તમે દર એક કે બે કલાક પછી સ્પ્રે કરી શકો છો.

તમે ચહેરા પર ગુલાબજળ, ગ્લિસરીન, એલોવેરા જેલનો પણ સ્પ્રે કરી શકો છો. હંમેશા ACમાં ન રહો. સતત એસીમાં બેસી રહેવાને બદલે દર બે કલાકે પાંચથી દસ મિનિટ માટે બહાર નીકળો. જો તમે લાંબા સમય સુધી ACમાં રહ્યા પછી તડકામાં બહાર જાઓ તો ફરીથી સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં.

જો તમને આખી રાત માટે એસીમાં સૂવાની આદત હોય તો હંમેશા બોડી ઓઈલ અને ફેશિયલ ઓઈલ લગાવીને સુવો. તમે ઈચ્છો તો સીરમનો પણ ઉપયોગ કરી શકો છો. જો તે ACમાં હોય તો માત્ર ચહેરા પર જ નહીં, શરીરના બીજા ખુલ્લા ભાગો પર પણ મોઈશ્ચરાઈઝર લગાવો.

જો શક્ય હોય તો દર બે કલાકે તમારા હાથ પર મોઇશ્ચરાઇઝર લાગવાનો ટ્રાય કરો. દિવસભર પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. જો શક્ય હોય તો ચહેરા પર પણ થોડું પાણી છાંટવાનું રાખો.તો હવે ગરમીમાં તમે પણ ACની મજા માણો. કારણ કે હવે AC ની ઠંડી હવા તમારી ત્વચાને ખરાબ નહીં કરી શકે.

YOU ARE READ THE POST AIR CONDITIONER (AC) DISADVANTAGES FOR HUMAN BODY ON OFFICIAL GUJARATI WEBSITE.

WE HOPE THIS TIPES GIVEN IN OUR SITE WILL BE USEFUL TO ALL.

Subscribe to receive free email updates: