Rules Change 1st April: 1 એપ્રીલથી બદલનારા નિયમો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

 Rules Change 1st April: 1 એપ્રીલથી બદલનારા નિયમો:

1 એપ્રીલથી નવુ નાણાકીય વર્ષ શરૂ થતુ હોય છે. એ સાથે જ નવુ બજેત પણ લાગુ પડતુ હોય છે. એવામા નવા નાણાકીય વર્ષથી ઘણા નિયમો બદલાઇ જતા હોય છે જે જાણવા જરૂરી હોય છે. કારણ કે તેની સીધી અસર આપણા પર પડતી હોય છે. આજે આ પોસ્ટમા જાણીએ કે આ 1 એપ્રીલ 2023 થી કયા નિયમો બદલનારા છે ? અને આ બદલાયેલા નિયમોની આપણા પર શું અસર પડશે ?

Rules Change 1st April

નવા નાણાકીય વર્ષષ1 એપ્રીલ 2023 થી ઘણા નિયમો મા ફેરફાર થઇ જશે. આ બદલાયેલા નિયમોની સીધી અસર આપણા પર ખાસ કરીને આર્થીક રીતે પડતી હોય છે. 1 એપ્રીલથી નીચે મુજબના નિયમો બદલનારા છે.

1 એપ્રીલથી બદલનારા નિયમો

1 એપ્રીલથી બદલનારા નિયમો આજે આપણે એવા જ કેટલાક મોટા ફેરફારો (1 એપ્રિલ, 2023 થી બદલનારા નિયમોમાં ફેરફાર) વિશે જાણીશુ જે 1 એપ્રિલથી ફેરફાર થવાના છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આગામી મહિનાના ફેરફારોમાં ગેસ સિલિન્ડરની કિંમત, બેંક રજાઓ, આધાર-પાન લિંક સહિત ઘના નિયમોમા ફેરફાર થનારા છે.

PAN નિષ્ક્રિય થશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ PAN અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 સુધી આપવામા આવી છે. જો તમે આ સમયમર્યાદામાં બંને ડોકયુમેન્ટને લિંક કરશો નહીં, તો PAN ડી એકટીવ થઈ જશે. આ પછી, તેને ફરીથી એકટીવ કરવા માટે, તમારે તેને આધાર સાથે લિંક કરતી વખતે 10,000 રુપીયાની લેટ ફી ભરવી પડી શકે છે. જો કે તારીખ ૨૮ માર્ચ ૨૦૨૩ ના રોજ સરકાર દ્વારા પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખમાં ૩ મહિનાનો વધારો કરેલ છે એટલે કે હવે છેલ્લી તારીખ ૩૦/૬/૨૦૨૩ રાખવામાં આવી છે. 

આ પણ વાંચો: આરોગ્યની કાળજી હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

કાર મોંઘી થશે

Rules Change 1st April ભારત સ્ટેજ-2ના અમલીકરણ સાથે ઓટોમોબાઈલ કંપનીઓની કારની કિંમતમાં વધારો થવાની શકયતાઓ રહેલી છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ, ટોયોટા અને ઓડી જેવી ઘણી કાર કંપનીઓ તેના ફોર વ્હીલ કારની કિંમતોમા વધારો કરી શકે છે. તમામ કંપનીઓએ તેમના કારના નવા ભાવ 1 એપ્રિલ, 2023થી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નિષ્ણાતોના મતે, વિવિધ કંપનીઓની કારની કિંમત 50,000 રૂપિયા સુધી વધી શકે છે.

હોલમાર્ક વાળુ સોનુ ફરજીયાત

1 એપ્રિલ, 2023 થી જો તમે સોનુ ખરીદશો તો આ નિયમ ખાસ લાગુ પડશે. સોનાના વેચાણના નિયમોમાં મોટા ફેરફારો થશે. 1 એપ્રિલથી, જ્વેલર્સ ફક્ત તે જ સોનાની જવેલરી વેચી શકશે જેના પર 6 અંકનો હોલમાર્ક નંબર નોંધાયેલ છે. ગ્રાહક વિભાગે 18 જાન્યુઆરી, 2023 ના રોજ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગ્રાહકો પાસે રહેલા જુના ઘરેણા જેના પર હોલમાર્ક નથી તો પણ વેચી શકશે.

આ પણ વાંચો: વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ટચ કરો (ક્લિક કરો)

વીમા પોલીસી પર ટેકસ

જો તમે 5 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક પ્રીમિયમ વાળી વીમા પોલિસી ખરીદવાના છો, તો સરકારે બજેટ 2023માં જાહેરાત કરી હતી કે, 1 એપ્રિલ, 2023થી વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુના પ્રીમિયમ સાથે વીમા યોજનામાંથી મળતી આવક પર ટેક્સ ભરવો પડશે. જો કે આમાં ULIP પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ડીમેટ ખાતામા નોમીનેશન

Rules Change 1st April જો તમે શેરબજારમાં પૈસા રોકતા હોય એટલે કે ડીમેટ એકાઉન્ટ ધરાવતા હોય તો તમામ ડીમેટ ખાતા ધારકોએ 1 એપ્રિલ, 2023 પહેલા નોમિનેશન કરવું જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળ ખાતાધારકોના ખાતાને ફ્રીઝ કરી દેશે. સેબીની ગાઇડલાઇન મુજબ મુજબ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિની ઉમેરવા જરૂરી છે. જો આમ નહીં થાય, તો તમારું એકાઉન્ટ ડી એકટીવ કરવામાં આવશે.

આ પણ વાંચો: વિવિધ સરકારી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન

1 એપ્રીલથી બદલનારા નિયમો થી બદલાનારા નિયમોમા આ પણ એક અગત્યનો નિયમ છે. સેબીની ગાઇડલાઇન મુજબ ડીમેટ એકાઉન્ટ ની જેમ જ તમામ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને તેમના એકાઉન્ટ મા નોમીની ઉમેરવા પડશે. આમ કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, 1 એપ્રિલ, 2023 થી, રોકાણકારોનો પોર્ટફોલિયો ફ્રીઝ કરવામાં આવશે. આ પછી નોમીનેશનની ડીટેઇલ સબમિટ કર્યા પછી જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે.

દિવ્યાંગજનો માટે UDID

વિકલાંગોને સરકારી યોજનાઓનો લાભ હવે તો જ મળશે જો 1 એપ્રિલથી વિકલાંગોએ યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ (UDID) નંબર કઢાવવો ફરજિયાત બની ગયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમની પાસે UDID નથી, તેમણે તેમના UDID એનરોલમેન્ટ નંબર વિશે ડીટેઇલ આપવી પડશે. આ પછી જ તે 17 જેટેલી સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો: 

આટલા દિવસ બેંકો બંધ રહેશે

Rules Change 1st April એપ્રિલ મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ હોય છે. આ મહિને, વિવિધ તહેવારો અને વર્ષગાંઠોને કારણે, દેશભરના વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 15 દિવસ માટે બેંકો બંધ રહેશે. જેમાં આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, ઈદ-ઉલ-ફિત્ર જેવી રજાઓનો સમાવેશ થાય છે. જો કે આ રજાઓ રાજયવાર આલગ અલગ હોય છે.

NSE પર ટ્રાન્ઝેક્શન ફી

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અગાઉ કેશ ઈક્વિટી અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં કોઈપણ પ્રકારના ટ્રાંઝેકશન પર 6 ટકા ફી વસૂલતી હતી, જે હવે 1 એપ્રિલથી પાછો ખેંચવામા આવશે. અગાઉ જાન્યુઆરી 2021 થી આ ફી વસૂલવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ.

એલપીજી અને સીએનજીના ભાવ

1 એપ્રીલથી બદલનારા નિયમો દર મહિનાની પહેલી તારીખે સરકારી ઓઇલ કંપનીઓ ગેસ અને સીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળે છે કે પછી તેમા વધારો નોંધાય છે ?

╭───────────────╮
 ‼️🗞️આજના *"ન્યુઝપેપર"* વાંચો‼️ ╰───────────────╯

╭───────────────╮
 ‼️🗞️આજની *"રાશિ"* વાંચો‼️ ╰───────────────╯

╭───────────────╮
 ‼️🏅️આજના *"સોના ચાંદી ભાવ"*‼️ ╰───────────────╯

╭───────────────╮
 ‼️🙏 *"લાઈવ દર્શન"* કરો‼️ ╰───────────────╯

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Rules Change 1st April: 1 એપ્રીલથી બદલનારા નિયમો


નવુ નાણાકીય વર્ષ ક્યારથી ચાલુ થાય ?

1 એપ્રીલથી

Subscribe to receive free email updates: