JANTREE MEANING IN GUJARATI | CIRCLE RATE | READY RECKONER MEANING | જંત્રીના ભાવ અને અર્થ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જંત્રી એટલે શું?

જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવતા લઘુતમ ભાવને જંત્રી કહેવાય છે. વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી કરાવી શકશો.

GUJARAT JANTRI BHAV AND FORMULA



તેમજ દસ્તાવેજ એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી તે નક્કી થઇ શકે છે. કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. 

જંત્રીને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ જ્યારે અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ?

જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી થાય છે. 

આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે. 

ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે, ફ્લેટ. પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. 

આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય તો જંત્રી રેટ ઉંચો હોય છે. હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે 

જંત્રીની ફોર્મ્યૂલા


ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે, જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે.

બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે. ગુજરાતમાં વર્ષ 2006માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ 2008માં થયો હતો અને  2011માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી હતી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે.

Jantri Rate 2023: નવા જંત્રી દર ૨૦૨૩:

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે જંત્રી સર્વેની કામગીરી કરવામા આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં વધારો પણ કરવામાં આવ્યો છે. 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવી હતી. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ જંત્રી શું છે અને તે કેવી રીતે નક્કી થાય છે ? ચાલો ત્યારે આજે જાણીએ કે આ જંત્રી શું છે ? જંત્રીના દર નક્કી કરવાની પેટર્ન શું છે ? અને જિલ્લવાઇઝ નવા જંંત્રીના દર શું છે ? 

જંત્રી એટલે શું?

જંત્રી એટલે જમીન કે કોઇ પણ મિલકતના ખરીદ વેચાણ માટે નો સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં ઓછામા ઓછો ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ તે વિસ્તારની નક્કી કરવામા આવેલી જંત્રી ના દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તે મિલકતનો દસ્તાવેજનુ ખરીદ વેચાણ શકય બને છે. જંત્રી એ તે એક લીગલી પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો ઓછામા ઓછો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી કોઇપણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો લાગશે તે નક્કી કરવામાં મદદ મળી રહે છે. જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, જ્યારે અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર ના નામથી પણ ઓળખવામાં આવે છે.

જંત્રી કોણ નક્કી કરે છે?

ગુજરાત સરકાર દ્વારા અમુક સમયાંતરે વિવિધ વિસ્તારો માટે અલગ અલગ જંત્રીના દર નક્કી કરવામાં આવતા હોય છે. જમીન અને પ્રોપર્ટીની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા આ ભાવોની સમીક્ષા કરવામાં આવે છે અને તેના આધારે જંત્રીના દર નક્કી કરવામા આવે છે.
  • Banaskantha Jantri rate 2023
  • Mahesana Jantri rate 2023
  • Junagadh Jantri rate 2023
  • Bhavnagar Jantri rate 2023
  • kutch Jantri rate 2023

જંત્રી દરના ઉપયોગ

જંત્રી ના દરનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. જંત્રીના કેટલાક ઉપયોગો નીચે દર્શાવેલા છે.

  • બેંકમાથી લોન લેવા માટે તે મિલકતના જંત્રી ના દર ઉપયોગી બને છે.
  • લોન ની ક્રેડિટનો સમયગાળો વધારવા માટે જંત્રી ઉપયોગી છે.
  • કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવા માટે જંત્રીના દર ઉપયોગી છે
  • ઇનકમ ટેક્સ ફાઈલ કરવા માટે, વિઝા મેળવવા માટે, આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઈલિંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે.
  • જો તમે કોઇ પ્રોપર્ટી ખરીદી રહ્યા હો તો તમારે દસ્તાવેજ કેટલી રકમનો કરવો પડશે તેની આગોતરી માહિતી મેળવવી જરૂરી છે.

જંત્રીના દર ક્યાથી જાણી શકાય ?

કઇ વેબસાઇટ પરથી જંત્રી ના દર જાણી શકાય તેની માહિતી મેળવીએ.

(1) garvi gujarat

ગરવી ગુજરાતની સતાવાર વેબસાઇટ garvi.gujarat.gov.in ખોલો અને જંત્રી પર ક્લીક કરો. ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબરની વિગતો ભરવાની હોય છે. ત્યારબાદ Show Jantri પર ક્લીક કરવાથી જંત્રીની વિગતો મળી જશે.

(2) revenuedepartment

જંત્રીના દર જોવા માટે બીજો વિકલ્પ છે, મહેસુલ વિભાગની વેબસાઈટ. revenuedepartment.gujarat.gov.in. અહીં તમે jantari પર ક્લિક કરશો, એટલે ગુજરાતનો એક નકશો ખુલશે, જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબર વગેરે સીલેકટ કરવાના હોય છે. અહીં તમને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત જંત્રી ના દર મળી જશે.

(3) ઈ-ધરા કેન્દ્ર

જંત્રીના દર મેળવવા માટે ત્રીજો વિકલ્પ છે ઈ-ધરા કેન્દ્ર. તમે તાલુકા મામલતદારની કચેરીમાં આવેલી ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લઈને પણ જંત્રીના દર મેળવી શકો છો. તમારે ઈ-ધરા કેન્દ્રમાં જઈને ઓપરેટરને અરજી સાથે જરૂરી ડોકયુમેંટ આપવાના રહેશે. તમારે અરજીની સાથે સાથે નામ, સરનામું, પિતાનું નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી અને જમીન સાથેનો સંબંધ જેવી ડીટેલ આપવાની હોય છે.

જમીનની વિગતોમાં સર્વે નંબર, જમીનનું સરનામું, જમીન માપન અને એકમ જેવી વિગતો આપવી પડશે. તમારી અરજીની મળતાની સાથે જ ફિલ્ડ સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સર્વે પછી અરજી કરનારને તેની માહિતી આપવામાં આવશે.

IMPORTANT LINK

HOME PAGEઅહિં ક્લીક કરો
JOIN WHATSAPP GROUPઅહીં ક્લિક કરો
  • Ahmedabad Jantri rate 2023
  • Rajkot Jantri rate 2023
  • Gandhinagar Jantri rate 2023
  • Vadodra Jantri rate 2023
  • Surat Jantri rate 2023
  • Jamnagar Jantri rate 2023

અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તમે બીજા મિત્રોને પણ આ માહિતી શેર કરશો અને અમારા વોટ્સઅએપ ગ્રુપમાં જોડાઈ જશો જેથી દરરોજ અવનવી માહિતી અમે તમારા સુધી પહોચાડી શકીએ.

11 વર્ષથી સાથ સહકાર બદલ ટીમ કમલકિંગ આપનો આભાર માને છે.

તમારા વિસ્તારના જમીનના જંત્રીના ભાવ દર જાણો



Subscribe to receive free email updates: