MOVE ANDROID APP FOR ALL DRIVERS FOR ALL UPDATES



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

MOVE ANDROID APP BY ROAD MINISTRY OF INDIA FOR ALL DRIVERS FOR UPDATES

ગુજરાતી વેબસાઈટ gujkk.blogspot.com પર તમારૂ હાર્દિક સ્વાગત છે.

રસ્તા પર ડ્રાઈવિંગ કરતાં યુઝર્સને અલર્ટ કરવા માટે સરકારે 'MOVE' એપ લોન્ચ કરી, બ્રેકર અને ખાડા સહિતની દરેક ડિટેલ જણાવશે

આ નેવિગેશન એપ એક્સીડન્ટ પ્રોન ઝોન, સ્પીડ બ્રેકર, વળાંક અને ખાડા જેવાં અન્ય જોખમ વિશે અલર્ટ કરે છે.

એપ IIT મદ્રાસ અને ડિજિટલ ટેક કંપની MapmyIndiaના કોલાબરેશનમાં લોન્ચ થઈ.

MOVE ANDROID APP BY ROAD MINISTRY OF INDIA


દેશમાં સતત એક્સપ્રેસ વે અને હાઈવે તૈયાર થઈ રહ્યા છે. ઘણા બધા હાઈવેનું કામ ચાલી રહ્યું છે. એક્સપ્રેસ કે પછી સામાન્ય રસ્તા પર ડ્રાઈવિંગ કરતા લોકોની સુરક્ષા માટે સરકારે એક ફ્રી ટુ યુઝ નેવિગેશન એપ 'MOVE' લોન્ચ કરી છે. આ એપ યુઝર્સને એક્સીડન્ટનાં જોખમથી અલર્ટ કરશે. એપમાં નેવિગેશન સાથે ઘણાં સેફ્ટી ફીચર્સ પણ છે

એપને MoRTH (મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ)એ ડેવલપ કરી છે. એપ IIT મદ્રાસ અને ડિજિટલ ટેક કંપની MapmyIndiaના કોલાબરેશનમાં લોન્ચ થઈ છે.

અન્ય વિવિધ એન્ડ્રોઇડ એપ વિશે માહિતિ

બ્રેકર્સ, વળાંક અને ખાડાની માહિતી આપશે

નેવિગેશન એપ અપકમિંગ એક્સીડન્ટ પ્રોન ઝોન, સ્પીડ બ્રેકર, વળાંક અને ખાડા જેવાં અન્ય જોખમ વિશે વોઈસ અને વિઝ્યુઅલી અલર્ટ કરે છે. એક્સીડન્ટથી થતાં મૃત્યુ ઓછા કરવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મંત્રાલયે આ એપ લોન્ચ કરી છે.

IIT મદ્રાસ ડેટા એનાલિસિસ કરશે

MapmyIndiaની આ એપ 2020માં સરકારી આત્મનિર્ભર એપ ઈનોવેશન ચેલેન્જ જીતી હતી. આ એપમાં એક્સીડન્ટ, અસુરક્ષિત રસ્તા , ટ્રાફિકનો રિપોર્ટ અને બ્રોડકાસ્ટ મળે છે. ડેટાનું એનાલિસિસ IIT મદ્રાસ અને MapmyIndia દ્વારા કરવામાં આવશે. એપના ડેટા પરથી સરકાર હાઈવે સહિતના રસ્તાઓનું રિનોવેશન કરશે.

IITના સેફ્ટી મોડેલનો ઉપયોગ

માર્ગ અને પરિવહન મંત્રાલયે ગયા મહિને વર્લ્ડ બેંકનાં ફંડિંગથી IIT મદ્રાસના રિસર્ચર્સ દ્વારા બનેલા ડેટા સંચાલિત રોડ સેફ્ટી મોડેલનો સ્વીકાર કર્યો છે. રસ્તાઓ સુરક્ષિત બનાવવા માટે અને ઈમર્જન્સી રિસ્પોન્સ સુધારવા માટે 32થી વધારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ મોડેલનો ઉપયોગ કરશે.

IIT ટીમે 2030 સુધી માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ 50% ઓછા કરવા અને રોડ ટ્રાફિક એક્સીડન્ટથી 0 મૃત્યુના ટાર્ગેટ કરવા અલગ અલગ રાજ્ય સરકાર સાથે એગ્રીમેન્ટ કર્યા છે. તેના માટે એક રોડમેપ તૈયાર કરાશે.

અમને આશા છે કે તમને ઉપરની માહિતી ઉપયોગી નિવડશે.

Subscribe to receive free email updates: