IVF TREATMENT: શું છે IVF ટ્રીટમેન્ટ? કેટલો ખર્ચ થાય છે આ ટ્રીટમેન્ટમાં?



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

IVF TREATMENT: શું છે IVF ટ્રીટમેન્ટ? કેટલો ખર્ચ થાય છે આ ટ્રીટમેન્ટમાં? જાણો તમામ વિગતો

WELCOME TO GUJARATI OFFICIAL SITE

IVF ટ્રીટમેન્ટ અનેક સવાલ હોય છે.  જેમા સૌથી મોટો સવાલ  એ હોય છે કે શું એક સામાન્ય માણસને IVF ટ્રીટમેન્ટ પોસાય છે. IVFનો ટ્રીટમેન્ટનો ખર્ચ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે.

પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે IVF ટ્રીટમેન્ટ લેતા પહેલા અનુભવી ડોક્ટરની સલાહ લેવી. તેમજ ટ્રીટમેન્ટ લઈ ચુકેલા અનેક દંપતીનો પણ સંપર્ક કરવો. 

IVF ટ્રીટમેન્ટનો ખર્ચ રાજ્ય પ્રમાણે અલગ હોય છે

IVF ટ્રીટમેન્ટમાં મહિલાનું ઉંમર અગત્યની છે

IVF ટ્રીટમેન્ટ લેતા પહેલા અનુભવી ડોક્ટરનો સંપર્ક કરવો

પહેલાના જમાના કરતા હવે કોઈ પણ સમસ્યાની નિરાકરણ વિજ્ઞાનની મદદથી સરળતાથી આવી જાય છે. જેવી રીતે પહેલા કુદરતી રીતે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી ના બની શકે  તો તેના માટે બીજો કોઈ ઉપાય ન હતો.

પરંતુ હવે માતા બનવા માટે IVF ટ્રીટમેન્ટની મદદ લઈ શકાય છે. IVF ટ્રીટમેન્ટની મદદથી કોઈ પણ સ્ત્રી શક્ય હોય તો માતા બની શકે છે.

પરંતુ એ જણાવુ પણ એટલું જ અગત્યનું છે કે IVF ટ્રીટમેન્ટ શું કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોસાય તેમ છે કે નહીં. અમે તમને જણાવીશું કે IVF ટ્રીટમેન્ટ માટે કેટલો ખર્ચ થાય છે.

પરંતુ એ જણાવુ પણ એટલું જ અગત્યનું છે કે IVF ટ્રીટમેન્ટ શું કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોસાય તેમ છે કે નહીં. અમે તમને જણાવીશું કે IVF ટ્રીટમેન્ટ માટે કેટલો ખર્ચ થાય છે.

શું છે IVF ટ્રીટમેન્ટ?

સૌથી પહેલા એ જાણવુ અગત્યનું છે કે આખરે IVF ટ્રીટમેન્ટ છે શું. અમે આપને જણાવી દઈએ કે IVF ટ્રીટમેન્ટનું ફુલફોર્મ અસિસ્ટિવ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી છે.

IVFમાં મહિલાની ઓવરીમાંથી એગ કાઢીને તેને લેબમાં સ્પર્મની મદદથી ફર્ટિલાઈઝ કરવામાં આવે છે. આ ફર્ટિલાઈઝ એગને એમ્બ્રિયો કહેવામાં આવે છે.

આ એગ મેચ્યોર થયા પછી તેને મહિલાના ગર્ભાશયમાં નાખવામાં આવે છે.

નોકરીની માહિતી | ઉપયોગી એપ્લિકેશન

IVF ટ્રીટમેન્ટમાં કેટલી સફળતા?

સૌથી પહેલા એ સમજવું અગત્યનું છે કે IVF ટ્રીટમેન્ટ લેનાર તમામ મહિલાઓ ગર્ભવતી થઈ શકે તેમ નથી.

મહિલાની ઉંમરનું મહત્વ વધારે છે. અમેરિકન પ્રેગ્નેનસી એસોસિએશન અનુસાર IVF લેનાર મહિલા 35 વર્ષથી ઓછી ઉંમરની છે તો લગભગ 41થી 43 ટકા મહિલાઓ બાળકને જન્મ આપે છે.

જ્યારે 40 વર્ષ પછી સફળતાના દરમાં ઘટાડો થાય છે. અને માત્ર 13થી 18 ટકા શક્યતા રહે છે.

IVF ટ્રીટમેન્ટ ક્યારે કરવામાં આવે છે?

કેટલીક વખત એવુ થાય છે જ્યારે મહિલા કુદરતી રીતે ગર્ભ ધારણ નથી કરી શક્તી.

તેવા સમયે IVF ટ્રીટમેન્ટની મદદ લેવામાં આવે છે. 40 વર્ષ પછી મહિલાઓની ફર્ટિલિટી ઓછી થાય છે, સાથે જ ફેલોપિયન ટ્યૂબ બંધ અથવા તો ક્ષતિગ્રસ્ત થતા, ઓવરી યોગ્ય રીતે કામ ના કરતા, એન્ડોમેટ્રિયોસિસ, યૂટ્રાઈન ફાઈબ્રોઈડ્સ એટલુ જ નહીં પણ પૂરુષોમાં સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થતામ અથવા ઈનફર્ટિલિટીના કારણે IVFની મદદ લેવામાં આવે છે.

IVF ટ્રીટમેન્ટનો ખર્ચો:

મુંબઈમાં 2થી 3 લાખ રૂપિયાનો ખર્ચો

બેંગલુરુમાં 1,60,000થી 1,75.000 રૂપિયાનો ખર્ચો

ચેન્નઈમાં 1,45,000થી 1,60,000 રૂપિયાનો ખર્ચો

દિલ્લીમાં 90,000થી 1,25,000 રૂપિયાનો ખર્ચો

નાગપુરમાં 75,000થી 90,000 રૂપિયાનો ખર્ચો

હૈદરાબાદમાં 70,000થી 90,000 રૂપિયાનો ખર્ચો

પુનામાં 65,000થી 85,000 રૂપિયાનો ખર્ચો

કોલકાતામાં 65,000થી 80,000 રૂપિયાનો ખર્ચો

અન્ય હેલ્થ ટિપ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભારતના અલગ-અલગ શહેરોની હોસ્પિટલમાં IVFની કિંમત અલગ-અલગ હોય છે. IVF ટ્રિટમેન્ટ માટે તમારે કોઈ સારી હોસ્પિટલ પસંદ કરવી જોઈએ.

આ માટે તમે જે-તે હોસ્પિટલમાં અગાઉથી IVFની ટ્રીટમેન્ટ લઈ ચૂકેલા દંપતી સાથે વાતચીત કરી શકો છો. સાથે એ વાત જાણવાનો પ્રયાસ પણ કરવો જોઈએ કે IVFની ટ્રીટમેન્ટ માટેના ડોક્ટર કેટલા અનુભવી છે. 

ખાસ નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.

Subscribe to receive free email updates: