Holi 2022: હવે કોઈ રંગ બગાડી નહીં શકે તમારો Smartphone, ફોલો કરો બસ આ Tricks



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Holi 2022: હવે કોઈ રંગ બગાડી નહીં શકે તમારો Smartphone, ફોલો કરો બસ આ Trick

WELCOME TO GUJARATI OFFICIAL WEBSITE

Smartphone Protection Tricks:

હોળી રમતી વખતે શું તમને પણ એવો ડર રહે છે કે ક્યાંક તમારો સ્માર્ટફોન રંગ અને પાણીનો શિકાર ન બની જાય? તો અહીં જણાવેલી ટ્રિક્સને ફોલો કરીને તમે તમારા ફોનને સુરક્ષિત રાખી શકો છો.

Smartphone Holi Tips:

હોળી (Holi 2022)ને આડે હવે ગણ્યાગાંઠયા દિવસો છે ત્યારે સૌ કોઈ એની તૈયારીમાં લાગી ગયા હશે. આ વખતે કોરોનાનો કહેર પણ ઓછો જણાય છે ત્યારે ધૂળેટી રમવા માટે લોકો ઉત્સાહિત હોય તે દેખીતું છે.

હોળી રમતી વખતે કોઇપણ ક્યારેય પણ તમારા પર રંગ નાખી શકે છે અને એવામાં તમારો સ્માર્ટફોન (Smartphone tricks) ખરાબ થઈ જવાની શક્યતા વધી જાય છે..

પરંતુ, આ ધૂળેટીમાં રંગ અને પાણી તમારા ફોનનું કંઈ નહીં બગાડી શકે. જો તમે વિચારી રહ્યા હો કે એવું કઈ રીતે થશે તો તમને જણાવી દઈએ કે અમારી પાસે તેની કેટલીક ટ્રિક્સ (Holi Tips and Tricks) છે. તેને ફોલો કરીને તમે બેફિકર હોળી રમી શકો છો.

ધૂળેટી રમવા જતાં પહેલા કરી લો આ કામ

ઘરની અંદર સામાન્ય રીતે હોળી રમવામાં આવતી નથી. કોશિશ કરો કે હોળીના દિવસે જ્યારે ઘરેથી તમે બહાર નીકળો, તો પોતાના સ્માર્ટફોન કે અન્ય ગેજેટ્સને એક વોટરપ્રૂફ કેસ અથવા કોઈ પોલિથીનમાં રાખી દો.

આ રીતે, જો તમારા પર કોઈ રંગ કે પાણી પણ નાખશે, તો તમારા સ્માર્ટફોનને એ વોટરપ્રૂફ કેસ અને પન્ની બચાવી લેશે.

હોલી ધુળેટી ફોટો ફ્રેમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ રીતે નહીં પડે રંગના નિશાન

ઘણી વખત એવું થાય છે કે જો તમે રંગવાળા હાથે પોતાના સ્માર્ટફોન, ચાર્જર કે ઇયરફોન્સને સ્પર્શ કરો છો, તો તેના પર દાગ પડી જાય છે.

જો તમે તેનાથી બચવા માંગો છો, તો હોળી રમતા પહેલા પોતાના સ્માર્ટફોન, ઇયરફોન્સ અને ચાર્જર પર ગ્લિસરીન, મોઈશ્ચરાઈઝર કે પછી કોઈ ક્રીમ લગાવી લો. આ રીતે તેના પર રંગ નહીં લાગે.

આ રીતે સ્માર્ટફોનને આપો ડબલ સુરક્ષા

સ્માર્ટફોનને તમે વોટરપ્રૂફ કવર કે પન્નીમાં રાખીને બચાવી તો શકો છો, પરંતુ, તેમ છતાં સ્માર્ટફોન પલળી જાય છે.

આ સાથે સ્માર્ટફોનના ખુલેલા પોર્ટ્સ, જેમ કે ચાર્જિંગ પોર્ટ, સ્પીકર ગ્રિલ વગેરેમાં સરળતાથી પાણી જઈ શકે છે.

તેનાથી બચવા માટે અને પોતાના સ્માર્ટફોનને ડબલ પ્રોટેક્શન આપવા માટે આ ખુલા પોર્ટ્સ પર ડક્ટ ટેપ લગાવો.

આમ કરવા છતાં પણ ભૂલથી તમારા સ્માર્ટફોનમાં પાણી જતું રહે તો તેને ચાર્જ ન કરો, પહેલા ફોનનું પાણી કાઢી લો, એ પછી જ ફોનને ચાર્જિંગ પર લગાવો નહીંતર ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે..

Subscribe to receive free email updates: