હોળીના મુહુર્ત, પ્રાગટય, હોળીની પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ??
ફાગણ માસમાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી ઘરોમાં હોળીની તૈયારીઓ શરુ થઇ જાય છે. હોળી પહેલાના આઠ દિવસને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ આઠ દિવસની વચ્ચે કોઈપણ શુભ કામ કરી શકાય નહિ. જો કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો એનું વિપરીત પરિણામ મળી શકે છે. આ આઠ દિવસ દેવી-દેવતાની આરાધના માટે ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો હોળાષ્ટકનો પ્રારંભ કઈ તારીખે, કઈ તિથિએ અને કેટલા વાગે શરુ થાય છે? હોળી પ્રાગટ્ય ક્યારે થશે? અને હોળીની પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ? તે અંગે માહિતી મેળવીએ.
હોળાસ્ટક પ્રારંભ : તા. ૧૦/૦૩/૨૦૨૨ ગુરુવાર મધ્ય રાત્રિ ૨ : ૫૭ (તા. ૯/૩ બુધવાર ૨૬ : ૫૭ )
હોળી પ્રાગટય : તા. ૧૭ ૦૩/૨૦૨૨ ગુરુવાર સાંજે ૭:૪૦ પછી ૧૩:૩૦ પછી પૂનમ છે અને હોળી પ્રાગટય પૂનમની સંધ્યા અને મધ્ય રાત્રી પહેલા થાય છે, ભદ્રા / વિસ્ટી ૧૩:૩૦ થી ૨૫:૧૩ સુધી ભદ્રાનો વાસ પૃથ્વી પર હોય છે માટે સમય ગણતરી મુજબ સાંજે ૭:૪૦ પછીનો સમય શુભ રહેશે.
હોળી ઉપવાસ : ગુરુવારના દિવસે.
ધુળેટી : તા. ૧૮/૦૩/૨૦૨૨ શુક્રવાર
હોળીને પ્રદિક્ષણા કેટલી ?
લગભગ ઘણા જાતકો આ વાતથી અજાણ હોય છે. કોઈ એક વખત તો કોઈ ચાર વખત જ્યારે કેટલાંક તો મન પડે એટલી વાર હોળીની પ્રદક્ષિણા ફરતાં હોય છે પરંતુ, શાસ્ત્રોક્ત નિયમ અનુસાર હોળીની સાત પ્રદક્ષિણા ફરવી જોઈએ તેનાથી વધુ કરવાથી દોષ લાગે છે. મોટેભાગે લોકો સામાન્ય રીતે ચાર પ્રદિક્ષણા કરતાં હોય છે જે યોગ્ય નથી, પૂરેપૂરા સાત આંટા ફરવા જોઈએ અને આમ પૂર્ણ 7 પ્રદક્ષિણા કરવાથી આખુ વર્ષ તંદુરસ્તી જળવાઈ રહે છે. આ સાથે બીજી પણ એક ખાસ વાત એ છે કે, ખાલી હાથે પ્રદિક્ષણા ના કરવી જોઈએ, હાથમાં ધાણી રાખવી અને થોડી-થોડી ધાણી હોળીમાં હોમતા જવું જોઈએ. આમ, આ સાચી રીતે છે પ્રદક્ષિણાની. હોળીમાં ધાણી હોમવાથી જીવનમાં કોઈ દિવસ અન્નની કમી રહેતી નથી.