કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 3%નો વધારો મોંઘવારી ભથ્થું થશે 34%



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોળી પહેલા પગાર વધારાની ભેટ મળી શકે

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 3%નો વધારો મોંઘવારી ભથ્થું થશે 34%

3 ટકા ડીએ વધારાની ચર્ચા

હાલમાં મળી રહ્યું છે 31 ટકા ડીએ

3 ટકાના વધારા સાથે 34 ટકા ડીએ થઈ શકે

કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોળી પહેલા પગાર વધારાની ભેટ મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર) અને હાઉસિંગ રેન્ટલ એલાઉન્સ (એચઆરએ) વધારવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સરકારે સત્તાવાર રીતે આ અંગે હજુ સુધી કશું કહ્યું નથી. સરકારે 3 ટકા વધારાનું ડીએ આપવાની વિચારણા કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયુ છે.  હોળી પહેલા આની જાહેરાત થઈ શકે છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની જાહેરાત બાદ ડીએમાં વધારાની શક્યતા વધુ પ્રબળ બની છે.

DAમાં 3 ટકાનો વધારો મળી શકે

વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ત્રણ ટકા સુધીનો વધારો કરી શકે છે. સરકાર 7માં પગાર પંચની ભલામણ પર ડીએમાં વધારો કરવાની જાહેરાત કરશે.

હાલમાં મળે છે આટલું DA
કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં બેસિક પેના 31 ટકાની સમાન DA મળી રહ્યું છે. જો સરકાર 3 ટકા મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કરે તો કેન્દ્રીય કર્મચારીઓને બેસિક પેના 34 ટકા ડીએ મળશે. આ નિર્ણયને કારણે 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને ફાયદો થશે. 

શું છે મોંઘવારી ભથ્થું 

વધતી જતી મોંઘવારીની સાથે લોકોની આવક પણ વધારવી જરૂરી છે. સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ આપે છે. તેનો હેતુ ફુગાવાની અસરને ઘટાડવાનો છે. મોંઘવારી ભથ્થાની ગણતરી બેઝિક સેલરીના આધારે કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ અને ડીઆરને લગતા લાભોમાં સુધારો કરે છે. શહેરો અનુસાર કર્મચારીઓના ડીએમાં તફાવત જોવા મળે છે.

HRAને લઇને કોઇ મહત્વની જાહેરાત થઇ શકે 

કેન્દ્ર સરકાર પણ એચઆરએ વધારવા માટે મહત્વની જાહેરાત કરી શકે છે. હાલમાં ટિયર સિટી એ, બી અને સીના કર્મચારીઓને અનુક્રમે 24 ટકા, 16 ટકા અને 8 ટકાના દરે એચઆરએ આપવામાં આવી રહ્યું છે..

Subscribe to receive free email updates: