જાણો લિવર અને હૃદય પર વ્હાઈટ સુગરની ખરાબ અસર, ગોળ ખાશો તો આજીવન તંદુરસ્ત રહેશો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જાણો લિવર અને હૃદય પર વ્હાઈટ સુગરની ખરાબ અસર, ગોળ ખાશો તો આજીવન તંદુરસ્ત રહેશો.

આજે અમે તમને ગોળ ખાવાના ફાયદાઓ વિશે જણાવવા માટે જઈ રહયા છીએ.


ગોળથી હાડકા મજબૂત બને છે

આયુર્વેદ પ્રમાણે, ગોળ ખાવાથી લિવર મજબૂત બને છે

ગોળમાં આયર્ન, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે હિમોગ્લોબિન વધારે છે તેમજ અસ્થમા, સ્ટ્રોક અને પિત્તથી બચાવે છે.

સ્વીટ ભોજન ભલે તમારા ચહેરા પર પર સ્માઈલ લાવી દે, પણ આ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને વધારે પડતી ખાંડ ખાવી એ હેલ્થ માટે જોખમી છે. ખાંડની સરખામણીએ ગોળ ખાવો વધારે ફાયદાકારક છે.

ખાંડ એક મીઠું ઝેર
જો તમને ગળ્યું ભાવતું હોય અને વધારે ખાંડ ખાતા હો તો તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. વધારે ખાંડથી મેદસ્વિતા, હાઈ બ્લડ સુગર, હાઈ બ્લડ પ્રેશર, ફેટી લિવર, આંતરડાનું કેન્સર અને ઉંમર કરતાં પહેલાં કરચલી દેખાવાની સંભાવના વધી જાય છે.જાણો લિવર અને હૃદય પર વ્હાઈટ સુગરની ખરાબ અસર, ગોળ ખાશો તો આજીવન તંદુરસ્ત રહેશો.

ખાંડ નહીં તો ગોળ ખાઓ

ખાંડને બદલે ગોળ ખાવો એ સ્વાસ્થ્ય માટે સારું છે. આ માટે ખાંડ અને ગોળ વચ્ચેનો તફાવત ખબર હોવો જરૂરી છે. ડાયટિશિયન શિલ્પા મિત્તલ જણાવી રહ્યા છે આ બંને વચ્ચેનું અંતર..

ખાંડની સરખામણીએ ગોળ ધીમે પચે છે અને ધીમે-ધીમે ઊર્જા આપે છે. તેનાથી લાંબા સમય સુધી શરીરમાં ઊર્જા રહે છે. ખાંડ બ્લડમાં ભળી જાય છે અને ઊર્જા વિસ્ફોટ કરે છે. આથી સૂતી વખતે બાળકોને ખાંડવાળી કોઈ પણ વસ્તુ આપવી ના જોઈએ કારણકે તે તરત એક્ટિવ થઈ જાય છે અને ઊંઘવાનું ભૂલી જાય છે.


ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, પરંતુ ખાંડમાં આવો કોઈ ગુણ હોતો નથી. આ માત્ર એક સ્વીટનર છે.

ગોળ પર્યાવરણ માટે અનુકૂળ છે, પરંતુ ખાંડ ઉદ્યોગ હવા, પાણી અને માટીને પ્રદૂષિત કરે છે.

ગોળ પાચનક્રિયામાં મદદ કરે છે. કારણકે ગોળ તૂટી જાય છે અને પાચનતંત્રમાં આલ્કલાઈન થઈ જાય છે. પરંતુ ખાંડ એસિડિક થઈ જાય છે.


ગોળના ખાસ ગુણ

ફિટનેસ પ્રેમી માટે ગોળ એક સારું ફૂડ સપ્લીમેન્ટ બની શકે છે.

તે શરીરના અંગોને નુકસાન પહોંચાડ્યા વગર લાંબા સમય સુધી ગરમી અને ઊર્જા આપે છે.

ગોળ શરીરમાં એક કલીન્ઝિંગ એજન્ટની જેમ કામ કરે છે. ગોળ ફેફસાં, અન્નનળી, પેટ અને આંતરડા સાફ કરે છે. આ શરીરમાંથી ધૂળ અને બિનજરૂરી કણ બહાર કાઢે છે. આ કબજિયાતમાં પણ રાહત આપે છે.

હેવી ભોજન કર્યા ઓછી ગોળ ખાવાથી પાચનક્રિયામાં સરળતા રહે છે.


આયુર્વેદ પ્રમાણે, ગોળ ખાવાથી લિવર મજબૂત બને છે.

ગુડ એસિડ બેલેન્સ બનાવવા માટે ગોળ મદદ કરે છે. ગોળને સૂંઠ સાથે ખાવાથી એસિટિટી અને ગેસની તકલીફ દૂર થાય છે.

ગોળ ઈકો-ફ્રેન્ડલી છે. શેરડીના રસને લોખંડના વાસણમાં ઉકાળ્યા પછી ગોળ બનાવવામાં આવે છે. ખાંડ બનાવવા પાછળ અનેક ગેલન પાણી વેડફાય છે. પ્રાકૃતિક જળ સ્ત્રોતનો પણ નાશ કરે છે.

ગોળથી હાડકા મજબૂત બને છે. તેમાં હાજર મેગ્નેશિયમ, વિટામિન ડી, કોપર અને ઝિંક શરીરમાં કેલ્શિયમ કંટ્રોલમાં રાખે છે.



ગોળ સ્ટ્રોક રોકવામાં મદદ કરે છે.

ગોળ અસ્થમા રોકે છે. અસ્થમાના દર્દીઓ ગોળની મદદથી પોતાના શ્વાસ સામાન્ય કરી શકશે.

ગોળ હિમોગ્લોબિન વધારે છે. તે આયર્નથી ભરપૂર હોય છે અને એનીમિક લોકો માટે ફાયદાકારક છે.

અમે આશા રાખીએ છીએ કે આપને આ પોસ્ટ લાભદાયી નીવડશે.

Subscribe to receive free email updates:

Related Posts :