CRYPTO CURRENCY MEANING IN GUJARATI FULL INFORMATION | ક્રીપ્ટોકરન્શી વિશે ગુજરાતીમાં માહિતી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

WHAT IS CRYPTO CURRENCY | DIGITAL CURRENCY MEANING | FUTURE OF DIGITAL CRYPTO CURRENCY IN INDIA AND WORLD. 

ગત રોજ જાહેર થયેલ ભારતીય બજેટમાં ડીઝીટલ ક્રીપ્ટોકરન્શી વિશેનો મુદ્દો ખુબ જ ચર્ચામાં રહ્યો.

ભારત સરકાર એટલે કે RBI આ વર્ષે અથવા આવતા વર્ષે પોતાની Digital કરન્સી Crypto Currently બજારમાં લાવશે એવી જાહેરાત થઈ.

ગઈકાલે રજૂ થયેલા ભારતીય બજેટમાં એવી જાહેરાત પણ કરવામાં આવી કે ૨૦૨૨-૨૩માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ડીઝીટલ કરન્સી બહાર પાડવામાં આવશે. તેમજ તેમાં રોકાણના ફાયદા પર ૩૦% ટેક્ષ પણ લગાવવામાં આવશે.

અહીં તમને ક્રિપ્ટો કરન્સી વિશે થોડો સાર આપવાનો પ્રયાસ છે.

ચાલો, પહેલા બિટકૉઇન્સ વિશે વાત કરીએ.

બિટકૉઇન એ ફિયાટ ચલણ નથી, જેનો ઉપયોગ રૂપિયા અથવા ડૉલર અથવા અન્ય કોઈ ફિયાટ કરન્સી જેવા ભૌતિક ટ્રાન્સફર સામે માલ ખરીદવા માટે થઈ શકે છે. એ એક વર્ચ્યુઅલ ચલણ છે જે 'બ્લૉક ચેઇન' નામની સિસ્ટમ પર ચાલે છે.

બ્લૉક ચેઇન ડેટાબેઝનો એક પ્રકાર છે. એ અન્ય ડેટાબેઝની જેમ વ્યવહારોની વિગતો એકત્રિત કરે છે, ચકાસે છે, માન્ય કરે છે અને સંઘરે છે, પરંતુ ક્રિપ્ટો કરન્સીનું અસ્તિત્વ ડિજિટલ એનક્રિપ્ટસન  ટેક્નોલૉજી પર આધારિત છે અને આ જ વાત એને બધાથી અલગ પાડે છે. 

એને વધુ સારી રીતે અને સરળ રીતે સમજવા માટે એક ફ્લો ચાર્ટનો વિચાર કરો, જ્યાં તમે 
ક્રિપ્ટો કરન્સીમાં વેપાર કરી રહ્યા છો અને 'નોડ' તરીકે ઓળખાતા અન્ય કૉમ્પ્યુટર્સ ધરાવતા નેટવર્કમાં પ્રસારિત ટ્રાન્ઝેક્શન માટે વિનંતી કરી છે જે ક્રિપ્ટિકઅલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને માન્ય કરેલ છે, ચકાસાયેલ છે.

એક વાર તમારા વ્યવહારની ચકાસણી થઈ જાય એ પછી એ તમારા અન્ય વ્યવહારો  સાથે જોડાઈને બ્લૉક - ડેટાનો બ્લૉક જે હાલના બ્લૉક ચેઇનમાં ઉમેરવામાં આવે છે. આ બધાં પગલાં પૂર્ણ થયા પછી તમારા વ્યવહારો માત્ર સેકન્ડમાં સમાપ્ત થાય છે.

ઑડિટ ટ્રેઇલ કૉમ્પ્યુટર્સની શ્રેણીમાં રેકૉર્ડ કરવામાં આવે છે, જેમાં દરેક એક બિટકૉઇન રોકાણકાર અને વપરાશકર્તા દ્વારા કરવામાં આવેલા તમામ વ્યવહારોનો અવિરત રેકૉર્ડ છે, એથી એને સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય બનાવે છે. 

બિટકૉઇનની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

સતોશી નાકામોટો દ્વારા ૨૦૦૮માં કૅશલેસ ઇકૉનૉમી બનાવવા બિટકૉઇનની શરૂઆત કે જે એક સેન્ટથી થોડા વધારેથી લઈને વર્તમાન મૂલ્ય કે જે લાખો ડૉલરમાં અંકાય છે, જેમાં ડિજિટલ કરન્સીએ ઘણાં ઊંચાણ અને ઊંડાણ માપ્યાં છે, જે આજથી થોડાં વર્ષ પહેલાં અકલ્પનીય હતાં. 

કોઈ પણ કેન્દ્રીય બૅન્ક આને નિયંત્રિત કરી શકતી નથી, એથી એ સંપૂર્ણપણે વિકેન્દ્રિકૃત માળખું છે, જે સુનિશ્ચિત કરે છે કે આ કરન્સીને 'પરપોટા' તરીકેનો કોઈ ખતરો નથી. આગળ, બિટકૉઇન્સ મર્યાદિત આવૃત્તિ છે (ફક્ત ૨૧ મિલિયન બિટકૉઇન્સનું વિતરણ કરવામાં આવશે) અને એથી જેમ જેમ લોકપ્રિયતા વધશે એમ વધતી જતી માગ અને સ્વીકૃતિ સાથે ભાવ પણ વધશે.

૨૦૦૮માં શૂન્ય ડૉલરથી એ ૨૦૨૧માં ૬૫,૦૦૦ ડૉલર સુધીની એની કિંમત પહોંચી ગઈ છે. જોકે કોઈ પણ અન્ય સિક્યૉરિટીઝથી વિપરીત બિટકૉઇનની કિંમત વધુ આક્રમક રીતે વધઘટ થાય છે, કારણ કે એ કોઈ નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા નિયંત્રિત અથવા કંટ્રોલ કરવામાં આવતી નથી.

આગળ જેમ કે કેટલીક કંપનીઓ જેવી કે વર્લ્ડપ્રેસ, ટેસ્લા, માઇક્રોસૉફ્ટ, પે પાલ વગેરે દ્વારા બિટકૉઇન સ્વીકારવાનું વધે, એમ એમ બિટકૉઇનના ભાવ ચોક્કસ વધશે. એ ઉપરાંત બિટકૉઇનને રિઝર્વ તરીકે સ્વીકારવા અને કૉર્પોરેટ્સ દ્વારા રોકાણ વધારવા સાથે ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

જોકે આર્થિક અથવા રાજકીય વલણ સિવાય જે ભાવમાં ઊથલપાથલ લાવી શકે છે એ છે 'એલોન મસ્ક ફૅક્ટર', જેણે ભાવની વધઘટમાં અત્યાર સુધી મોટી ભૂમિકા ભજવી છે.

ક્રિપ્ટો કરન્સીના ફાયદા ::

વપરાશકર્તાની સ્વાયત્તતા

કોઈ સંચાલક મંડળ કે નિયમન સંસ્થા ક્રિપ્ટોસની કિંમત નક્કી કરતી નથી. એના બદલે એ વપરાશકર્તાઓ અને રોકાણકારો જેઓ માગ અને પુરવઠાને આધારે ભાવ નક્કી કરે છે. 

ટ્રેકિંગ થઈ શકતું નથી, જ્યાં સુધી તમે પોતે તમારા વ્યવહારોને જાહેર ન કરો ત્યાં સુધી, તમારા સિવાય કોઈ તમારા વ્યવહારોને શોધી કે જાણી શકશે નહિ. 

ટ્રાન્ઝેક્શન ખર્ચ શૂન્ય અથવા નહિવત્ છે.

સમગ્ર વિશ્વમાં કાચી સેકંડમાં વ્યવહાર થઈ શકે.

ક્રિપ્ટો કરન્સીના ગેરફાયદા ::

વધારે પડતી ઊથલપાથલ

કાળાબજારનો વેપાર

અનિયંત્રિત

ડેટા લૉસ નાણાકીય નુકસાન તરફ દોરી શકે છે.

ભારતમાં ક્રિપ્ટો કરન્સીનું ભવિષ્ય ::

ભારત સરકાર દ્વારા ક્રિપ્ટો કરન્સી પરનું પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટેનો, યોગ્ય કાયદો હજુ પસાર કરવામાં આવ્યો નથી

સારા સમાચાર એ છે કે આપણાં નાણાપ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું છે કે ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે નહિ અને ટૂંક સમયમાં ક્રિપ્ટો કરન્સી બિલ, ૨૦૨૧ વિગતવાર રૂપરેખા સાથે બહાર આવશે.

ગઈકાલે રજૂ થયેલા ભારતીય બજેટમાં એવી જાહેરાત પણ કરવામાં આવી કે ૨૦૨૨-૨૩માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ડીઝીટલ કરન્સી બહાર પાડવામાં આવશે. તેમજ તેમાં રોકાણના ફાયદા પર ૩૦% ટેક્ષ પણ લગાવવામાં આવશે.

વધુમાં RBIના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે ભારત સરકાર બ્લૉકચેઇન ટેક્નોલૉજીના ફાયદાઓનો લાભ લેવામાં પાછળ નહિ રહી જાય અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે અમે આપણું પોતાનું ડિજિટલ ચલણ બનાવવા પર કામ કરીશું.

શું તમારે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા તરફ ધ્યાન આપવું જોઈએ?

ક્રિપ્ટો કરન્સીમાં તમારા એકંદર પોર્ટફોલિયો રોકાણોનો નાનો ભાગ, જો તમે નીચે જણાવેલાં જોખમો લેવા તૈયાર હો તો વિચારી શકો છો.

ક્રિપ્ટો કરન્સી પર ભારત સરકાર પ્રતિબંધ લગાવી શકે છે.

ક્રિપ્ટો કરન્સીની કિંમતોમાં મોટા પ્રમાણમાં ઊથલપાથલ થાય છે.

 અનિયંત્રિત છે.

સાયબર હુમલાની શક્યતા નકારી શકાય નહિ

કોઈપણ પ્રકારના રોકાણ પુર્વે તમામ પાસાઓનો અભ્યાસ કરીને રોકાણ કરવું જોઈએ. અહીં લેખક દ્વારા ડીઝીટલ કરન્સી અથવા ક્રિપ્ટો કરન્સી વિશે શકય એટલી માહિતી આપવાનો પ્રયાસ થયેલ છે જે એક માહિતી માટે છે.

Subscribe to receive free email updates: