જમ્યા બાદ પાણીમાં આ પાવડર મીકસ કરી પિય લો, આંતરડા કાચ જેવા સાફ થઈ જશે, જીવનભર કબજિયાત- ગેસ અને એસીડીટીથી છુટકારો.
આજકાલ આપણે જોઈએ તો મોટાભાગના લોકોને કબજીયાત,ગેસની સમસ્યા વધતી જાય છે એવામાં દરેકને ઉપયોગી બને એ રીતે માહિતી શેર કરીશું.કહેવાય છે કે જેનું પેટ બગડયું એનું ઠેઠ બગડયું અને જેનું પેટ સાફ એના બધા જ રોગો સાફ.આજે આપણે એવી ટ્રિક વિશે જાણીશું જેનાથી વર્ષો જૂનો આંતરડાની અંદર જેને આયુર્વેદ કાચો આમ કહે છે અને આજનો એલોપેથિ વિજ્ઞાન ટોકસિક કહે છે.
આંતરડા કાચ જેવા સાફ થઈ જશે જેના માટે આજે આપણે તેના વિશે જાણીશું.પેટના કોઈપણ રોગ જેમાં ગેસ, એસિડિટી, કબજીયાત, છાતીની બળતરા કોઈ પણ પ્રકારના પાચન સંબંધી ડાયજેસનના કોઈ પણ રોગ એ બધા જ રોગોની આ એક દવા છે.
સૌથી પહેલા વરિયાળી,જીરું,અજમો,અને સંચળ લો,ત્યારબાદ ૨-૨ ચમચી અજમો અને જીરું ધીમા તાપે શેકી દો.ત્યારબાદ તેની અંદર એક ચમચી વરિયાળી ઉમેરો,ત્યારબાદ તેની અંદર અડધી ચમચી સંચળ ઉમેરો,ત્યારબાદ આ બધાને સારી રીતે મિક્સ કરી શેકી દો.ત્યારબાદ આ બધાને મિકચરમાં દળી પાવડર બનાવી દો.ત્યારબાદ દરરોજ અડધી ચમચી જેટલો આ પાવડર એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ઉમેરો,ત્યારબાદ મિક્સ કરી જમ્યાના એક કલાક પછી આ પાણી પી જાઓ.
આ પાણી પીવાથી તમારી પાચનશક્તિ ખૂબ મજબૂત બનશે.જો તમે નિયમિત આ પાણી પીવો તો તમારા પેટની સમસ્યા દૂર થઈ જશે.આ પ્રયોગ દિવસમાં એક જ વાર કરવો.
નોંધ
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.