સફેદ વસ્ત્રોમાં તમે સંત જોયા છે ? તો હું કહીશ હા, આજે મેં દિયોદરના M.L.A. શ્રી શિવાભાઈ અમરાભાઇ ભુરીયામાં સંતના દર્શન કર્યા છે – શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતા અંબારામભાઈ જોશી
જન સેવા કોવિડ આઈસોલેશન સેન્ટર, દિયોદર
परोपकारम ईदम शरीरम ।
સફેદ વસ્ત્રોમાં તમે સંત જોયા છે ? તો હું કહીશ હા , આજે મેં દિયોદરના M.L.A. શ્રી શિવાભાઈ અમરાભાઇ ભુરીયા માં સંતના દર્શન કર્યા છે. અંબારામભાઈ જોશી શ્રેષ્ઠશિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતા
સમગ્ર દેશમાં કોરોના વાઇરશે હાહાકાર મચાવ્યો છે અને એમાંય વર્તમાન સમયે લોકોનું ઓક્સિજન લેવલ એકદમ નીચે જઈ રહ્યું છે ત્યારે આ મહામારીમાં બનાસકાંઠા અને દિયોદર તાલુકો પણ બાકાત નથી રહ્યો ત્યારે દિયોદર ના લોકપ્રિય સંત સમાં ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા કે જેઓ 70 વર્ષ ની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવા અદમ્યજોમ ઉત્સાહભર્યા પ્રજાવત્સલ અને સામાન્ય જન સેવામાં હમેશા અગ્રતા આપી લોકહિતેષી કાર્ય આદર્શ હાઇસ્કૂલ દિયોદર ખાતે કોરોના દર્દીઓ માટે જનસેવા ગૃપ કોવિડ આઈશોલેશન સેન્ટર દિયોદર ચાલુ કરી દવા, ડૉક્ટર, નર્સ, ઓકિસજન, ભોજન અને દર્દીના સગા માટે પથારી વ્યવસ્થા કરી સુંદર આયોજન સાથે ૨૪ કલાક ખડેપગે સેવા કરી રહ્યા છે.
આજે ૫૦ થી પણ વધારે ઓકિસજન બેડ વાળા દર્દી હતા. એ સિવાય બીજા પણ ખરા,તેમની સાથે EX.M.L.A . અનિલભાઈ માળી સિનિયર એડવોકેટ શ્રીમાન બી.કે.જોષી, ડૉ.પ્રદિપભાઈ મહેશ્વરી આ સિવાય બીજા પણ ખરા કોઈ પણ ભય રાખ્યા વગર તન, મન અને ધનથી સેવામાં ખડેપગે હાજર તેમનું કામ અને મેનેજમેન્ટ દાદ માંગી લે તેવું , દિયોદર રેફરલમાં ઓકિસજન ની બોટલ ખૂટે તો ત્યાં પણ પહોંચતી કરવી સાચા લોકસેવક આમને કહેવાય “નર સેવા તે નારાયણ સેવા ” કોઈ પણ નાત જાત ના ભેદભાવ વગર લોકોની સેવા કરતાં જોઈ મને આ સેવાભાવી સજ્જનો માં ‘ઋષિ’ ના દર્શન થયા રોજની લાખો રૂપિયાની દવા ડોક્ટરો સાથે ૨૦ વધારે મેડિકલ સ્ટાફ આ બધાનું પોતાના સાહસથી કામ કરવું ખરેખર હિંમતને દાદ આપે તેવું કહેવાય અમેં શિવાબા અને બી.કે.જોષી સાહેબ ને સહજતાથી પૂછ્યું કે તમને આ ઉંમરે (આશરે ૭૦ વર્ષ) કોરોનાનો ડર લાગતો નથી તો કહે ભગવાને ત્યાં જરુર હશે તો લૈ જાશે ,હવે કાંઈ લાંબુ માલવાનું રહેતું નથી.
આવો નિરાભિમાની સરળ તેમનો જવાબ અમોને આજ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રુપે અમારા મોભી ભદ્રસિંહ રાઠોડની પ્રેરણાથી આર્થિક સહયોગ કરવાનો મોકો મળ્યો.અને દર્દીઓ ની જે આ સેન્ટરમાં સેવા યજ્ઞ થાય છે તે સગી આંખે જોયું
ત્યારે લખવાનું મન થાય છે કે-
સૂરતસે કિરત બડી,બીના પંખ ઉડી જાય,
સૂરત કોક દી ગિર પડે,કિરત અમર હો જાય.
વાતું રહેશે વીર ભલ્યું તણી ભાણના.
આ કોલમ ફેસબૂક ઉપર એક શ્રેષ્ઠશિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતા અંબારામભાઈ જોશીએ લખી છે ખરેખર વર્તમાન ધાારાસભ્ય માટે નું લખાણ અનુકરણીય છે અને વર્તમાંન સમયેે કામ શિવાભાઈ ભુરિયાનું વખાણવા લાયક છે તાલુકાની જનતા માટે મફત સારવાર ઓક્સસિજન સાથે ઉપલબ્ધ છે. દિયોદરમાં આદર્શ હાઇસ્કૂલ દિયોદર ખાતે કોરોના દર્દીઓ માટે જનસેવા ગૃપ કોવિડ આઈશોલેશન સેન્ટર દિયોદર ચાલુ છે જેનો લાભ લેવા અનુરોધ કરેલ છે.