ઓક્સિજન આપતા વૃક્ષો- લીમડો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ઓક્સિજન આપતા વૃક્ષો- લીમડો

#ઓક્સિજન, પ્રાણવાયુ આપતા વૃક્ષોને વાવીએ એમનો જતન કરીએ...

કડવા લીમડાના ગુણ હોય છે મીઠા..!!

#લીમડો ઔષધિય ગુણોનો ભંડાર ધરાવતું લીમડાનું વૃક્ષ એક એવો વૃક્ષ છે જેના ધાર્મિક મહત્વ વિશે બહુ ઓછા લોકોને જાણકારી હોય છે.

આવો આજે આપણે જાણીએ આયુર્વેદની રીતે ખૂબ જ ઉપયોગી એવા કડવા લીમડાના મીઠા ગુણો વિશે...

લીમડાના પાન, મહોર, ખાલ, સાલ, દાતણનો ઔષધિ તરીકેઉપયોઘ


ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પ્રકારના વૃક્ષો ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ઉમદા ઉપયોગી મહત્વ ધરાવે છે. જેમાંથી એક છે કડવો પણ ગુણોનો ભંડાર ધરાવતો એવો લીમડો...

લીમડો દિવસે સારા એવા પ્રમાણમાં ઓક્સિજન આપે છે, અને રાત્રે કાર્બન ડાયક્સાઈડ છોડે છે!

આપણી સંસ્કૃતિમા માનવજીવનમાં લીમડાનો ઝાડ એક અનન્ય મહત્વ ધરાવે છે, જે ખાસ કરીને આયુર્વેદની રીતે વિવિધ પ્રકારના રોગોના નિદાન માટે એક ઉપયોગી ઉપચાર ધરાવતું સ્વાસ્થય વર્ધક વૃક્ષ છે.

લીમડાનો ઝાડ જે અન્યવૃક્ષોની જેમ ફળ આપતું વૃક્ષ છે. જેના ફળને બોલચાલની ભાષા એ લિંબોડી તરીકે ઓળખાય છે. લીમડાના પાન, અને જેમાંથી લીંબોડી પાકે છે એવા નાના ફુલો પણ ઘણી બધી બિમારીઓમાં, ત્વચા માટે  ઉપયોગી હોય છે.

લીમડા નો ફળ લિંબોડીની મહત્વતા સમજીએ તો લીંબોડી નો તેલ એ ખરતા વાળ અને ખોળા જેવી સમસ્યાઓમાં ઉપયોગી થાય છે, લિંબોડીને પાણી મા ઉકાળ્યા પછી એ પાણી પીવાથી પ્રોસ્ટેટ કીડનીની સમસ્યાઓ દૂર થાય છે એવું પણ વંચાણે નોંધ લીધેલ છે. લિંબોડીમાં એન્ટીએન્જીંગ ગુણ હોય છે, જે ત્વચાને યુવાન રાખવા મદદરૂપ થાય છે, પેઢાની સમસ્યા, મોઢાની દુર્ગંધ એ લિંબોડીના પેસ્ટથી દૂર કરી શકાય છે.

ચૈત્ર મહિના દરમિયાન ધાર્મિક દ્રષ્ટિએ લીમડાનો મહત્વ ખૂબ જ સ્વિકારાયું છે. જે બાબતે અમૂક લોકોને જ જાણ હોઈ શકે છે. ગુડી પડવાના દિવસે લીમડાના ફુલ્લ, પાન ભગવાનને પણ ધરવામાં આવે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં મહત્વ અપાતા લીમડા વિશે કહીએ તો એ આપણા માટે બારેમાસ સંજીવની સમાન વૃક્ષ છે.

લીમડાનો વૃક્ષ એ ઘણી બધી જગ્યાઓએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, મલેશિયા મા જોવા મળે છે. જે ઉષ્ણકટીબંધ અને પેટા ઉષ્ણકટીબંધીય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઉગે છે, જેને દેશી તેમજ વિદેશી ભાષાઓમાં વિવિધ નામોથી ઓળખવામાં આવે છે.

આયુર્વેદની દ્રષ્ટિએ વિવિધ પ્રકારના રોગોમા લીમડાના ફળ એટલે કે લિંબોડી, કુણા ફુલ્લ, પાંદડાઓ, છાલ અને એની દાળીઓ વગેરે અલગ અલગ પ્રકારના રોગો બિમારીઓમાં આયુર્વેદની રીત પ્રમાણે ઉપયોગે લેવાય છે.

લીમડાની ઔષધિય ઉપયોગિતા કીડનીની પથરી, મેલેરીયા જેવા ઝેરી તાવ, ત્વચા અને ચામડીના રોગો, ખાંસી તેમજ પેટમા થતા કીડાઓ, દાંતોની પાયેરીયા જેવી બિમારી, ચહેરાના ખીલ, કાનની સમસ્યાઓ દુ:ખાવો-પરૂ આવવું કે, હ્રદયરોગ, કમળો, અછબળા વગેરે અન્ય ઘણી બધી સમસ્યાઓમાં આયુર્વેદની દ્રષ્ટિએ જાણકારીઓ મેળવી લીમડાના ફુલ્લ, પાન, છાલ, લિંબોડી, પુંપળોનો વિવિધ પ્રકારના રોગ બિમારીઓમાં ઉપયોગ કરી શકાય છે. અને એના થકી સારા પરિણામો મેળવી ખૂબ જ સારા પ્રમાણમાં ફાયદાઓ મેળવી શકાય છે.

લીમડાના ગરમ પાણીથી ન્હાવાથી કે લીમડાના પાનની પથારી પર સુવાથી અછબળા થયેલ વ્યક્તિને રાહત મળે છે.

લીમડાના ગુંદરનો ઉપયોગ એ ડાયાબિટીસની દવાઓ મા લેવાતું હોય છે.

લીમડાના પાનને ઉકાળી એનો પાણી પીવાથી આપણા શરીરમાં થતા વિવિધ રોગો તેમજ ઈન્ફેકશનથી પણ આપણે બચી શકીએ છીએ, લીમડાના ફુલ્લો પણ ચાવી શકાય છે. લીમડાના દાંતણ કરવાથી દાંતોને ઘણો ફાયદો થાય છે, એ સાથે એનો રસાંગ પેટમા ઉતરવાથી આંતરડાની તકલિફો પણ દૂર થઈ શકે છે, બ્લડ પ્યુરિફાયર પણ થાય છે. એમ લીમડો વિવિધ રીતે આપણા માટે ઉપયોગી વૃક્ષ છે. જેનું એક જાગૃત વ્યક્તિ અને પર્યાવરણ પ્રેમિ, પર્યાવરણના રક્ષક તરીકે લીમડાનો લાલન પાલન સાથે જતન કરીએ એ આજના સમયમા અતિ આવશ્યક અને જરુરી છે. લીમડાનો વૃક્ષ જે હંમેશા નીલો રહી આપણને શીતળતા સાથે ઓક્સિજન આપે છે.

અહીં જે લીમડાની વિશે આલેખન કર્યું છે એ ખારો લીમડો ઝડપી વિકાસ પામતું વૃક્ષ છે, જે આશરે ૩૦ થી ૩૫ ફુટની ઘટ્ટાદાર ઉંચાઈએ જઈ શકે છે, જેનો થડ આશરે ચાર થી પાંચ ફુટનો પણ થઈ શકે છે.

લીમડા વિષયે વિશેષમાં મહત્વ સંદર્ભે ૧૯૯૧ મા દૂરદર્શન ટેલિવીઝન પર રાહી માસુમ રઝા દ્વારા લિખીત ટી.વી.સીરીયલ "નીમક પેડ" જેમણે જોઈ હશે કે,જો એ સીરીયલ જોશે તો તમોને લીમડાના ઝાડનું મહત્વ જાણવા અને માણવા સાથે જરુર સમજાઈ જશે.

વારંવાર આડેધડ કપાતા વૃક્ષોમાં લીમડાનું પણ નિકંદન કાઢવામા આવતું હોય છે એવા સમાચારો સાંભળી એક પર્યાવરણ પ્રેમિ તરીકે દુ:ખની લાગણી અનુભવીએ છીએ. ત્યારે આપણે સૌ જાગૃત વ્યક્તિ, પર્યાવરણપ્રેમિ તરીકે આપણે સૌ એ આગળ આવી લીમડાના ઝાડને કપાતા એનો આડેધડ નિકંદન કાઢવામાં આવતું હોય ત્યારે એને અટકાવવું જોઈએ.

આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી આપણા શરીરને નિરોગી રાખી શકે એવા મહામૂલ્ય લીમડાના વૃક્ષને આપણે આપણા ઘર આંગણે, શેરી કે મહોલ્લાઓમાં જ્યાં પણ લીમડો વાવી શકાય એવી યોગ્ય જગ્યાઓ એ લીમડાને વાવી અને એનો આજીવન ઉછેર કરવા સંકલ્પ લઈએ.

આવો આપણે સૌ લીમડા વિશે વિવિધ માધ્યમો દ્વારા આયુર્વેદની દ્રષ્ટિએ આયુર્વેદ ચિકિત્સકો દ્વારા સંપૂર્ણ જ્ઞાન મેળવી એની ઉપયોગિતા વિશે વધુ મા વધુ જાણીએ

નોંધ:- લીમડા ને ઘરની દક્ષિણ બાજુ એ વાવવું આપણાં આરોગ્ય માટે ખૂબ જ હિતાવહ હોય છે.

આ વિષય સંદર્ભે માહિતી મેળવી આલેખન કરેલ છે, ભૂલ ચૂક થતી હોય તો ધ્યાન દોરી આપના દ્વારા વિશેષ જ્ઞાનવર્ધક જાણકારી આપ કોમેન્ટબોક્ષમાં જણાવશો જેથી આપણે સૌને લીમડાના ઝાડની વિશિષ્ઠતા ઉપયોગીતા વિશે વિશેષ જાણકારી ઉપલબ્ધ થાય...

તસ્વિર:- પ્રતિકાત્મક

Subscribe to receive free email updates: