લોકસભા માટે કોંગ્રેસના સંભવિત નામોની યાદી જાહેર
આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યને ટિકિટ નહીં આપે તેવી સંભાવના વચ્ચે દિલ્હીમાં યોજાયેલી સ્ક્રિનીંગ કમીટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદોને લોકસભાની ટિકિટ ન આપવા સુચન કરાયું હતુ. ત્યારે હાઈકમાન્ડે નવા ચેહરાઓને સ્થાન આપવાની ટકોર કરી હતી. પક્ષના કોઈ એક હોદ્દા પર રહેલા અથવા મહિલા યુવા ઉમેદવારોને સ્થાન આપવાનો નિર્ણય લેવાયો હતો.
લોકસભા ચૂંટણીમાં નવા ચહેરાઓને સ્થાન આપવા ભલામણ કરવામાં આવી હતી. જેથી મતદારોને આકર્ષી અને ભાજપના કબજામાં રહેલી તમામ 26 બેઠકોમાંથી મહત્તમ બેઠકો ઝૂંટવી શકાય. 12મીએ કોંગ્રેસની મહાસભા વચ્ચે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહે તેવી પૂરી સંભાવના છે.
આ ઉપરાંત ગુજરાતમાં બારમી માર્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે સાથે અડાલજમાં કોંગ્રેસ વિશાળ જનસભા કરવાની છે. પરંતુ હાલનો રાજકીય માહોલ જોતા કોંગ્રેસે જનસભાનું નામ બદલ્યું છે. કોંગ્રેસ જય જવાન, જય કિસાન અને જનસંકલ્પ રેલી યોજશે. આ માટે કોંગ્રેસના કદાવર નેતાઓ અમદાવાદ આવી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની એક યાદી જાહેર થઈ છે. જે નામોની દિલ્હીની સ્કીનિંગ કમિટીમાં ચર્ચા થઈ છે. આ નામો લોકસભાના ઉમેદવાર તરીકે પેનલમાં છે.
(અમદાવાદ ઇસ્ટ)
હિમાંશુ પટેલ
રોહન ગુપ્તા
(અમદાવાદ વેસ્ટ)
રાજુ પરમાર
(આણંદ)
ભરતસિંહ સોલંકી
(ખેડા)
પાટીદાર ઉમેદવાર મળી શકે છે ટીકીટ
નટવરસિંહ ઠાકોર-એક્સ એમએલએ
દિનશા પટેલ- એક્સ એમપી
(પંચમહાલ)
રાજેન્દ્ર પટેલ-એક્સ એમએલએ
બી કે ખાંટ
(દાહોદ)
પ્રભાબેન તાવીયાડ-એક્સ એમપી
ભાવેશ કટારા
બાબુ કટારા
મિતેશ ગરાસીયા
(છોટાઉદેપુર)
રણજીત રાઠવા- મોહનસિંહ રાઠવાનો દિકરો
ધીરુભાઈ ભીલ
(બારડોલી)
તુષાર ચૌધરી
આંનદ ચૌધરી
(બરોડા)
પ્રંશાત પટેલ-શહેર કોંગ્રેસ પ્રમુખ
(નવસારી)
ધર્મેશ પટેલ
મનોજ પરમાર
(સુરત)
પપન તોગડીયા (વિરોધ પક્ષના નેતા સુરત મ્યુ કો)
અશોક અધેવડા
અન્ય એક નામ પણ ચર્ચામાં
(બનાસકાઠા)
જોયતા પટેલ- એક્સ એમએલએ
ગોવા રબારી-એક્સ એમએલએ
દિનેશ ગઠવી- સંગઠન પ્રમુખ
(પાટણ)
અલ્પેશ ઠાકોર
જગદિશ ઠાકોર
(મહેસાણા)
જી એમ પટેલ
કીર્તિસિંહ ઝાલા
(સાબરકાંઠા)
મહેન્દ્ર બારૈયા- એક્સ એમએલએ
રાજેન્દ્ર કુપાવત- મધુસુદન મિસ્ત્રી અંગત
(ગાંધીનગર)
જીતુ પટેલ
સી જે ચાવડા
(અમરેલી)
જેની ઠુમ્મર
કોકીલા કાંકડીયા
કનુ કલસરીયા
(જામનગર)
મુળુભાઈ કંડોરીયા
હાર્દિક પટેલ લડે તેવી પ્રબળ શક્યતા
(રાજકોટ)
હિતેશ વોરા-રાજકોટ શહેર પ્રમુખ
અન્ય નામોની ચર્ચા બાકી
(પોરબંદર)
લલીત વસોયા- ચાલુ ધારાસભ્યોમાં બાંધછોડ કરવામા આવે તો
ઉર્વંશી માનવર
(જૂનાગઢ)
ચર્ચા બાકી છે
(ભાવનગર)
નાનુ વાનાણી
ભીખુભાઈ ઝધડીયા
ડી આર કોરાટ
(ભરુચ)
છોટુ વસાવા
બીટીપી સાથે ગઠબંધન થાય તો
(કચ્છ)
જિગ્નેશ મેવાણી- ગંઠબધન થાય તો
નરેશ મહેશ્વરી
(વલસાડ)
કિશન પટેલ- એક્સ એમપી
જીતુ ચૌધરી
(સુરેન્દ્રનગર)
લાલજી મેર