Xiaomi એ લોન્ચ કર્યુ 32 ઇંચનું સ્માર્ટ TV, જેની કિંમત છે માત્ર 12999 રૂપિયા
ચાઇનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી એ પોતાના બે સ્માર્ટફોન Redmi Note 7 અને Redmi Note 7 Pro સાથે સ્માર્ટ TV પણ લોન્ચ કર્યું. ઇવેન્ટમાં Xiaomiએ 32 ઇંચનું Mi TV 4A Pro લોન્ચ કર્યું. આ TVનું વેચાણ Flipkart અને Mi.com પર 7 માર્ચે બપોરે 12 વાગે શરૂ થશે. કંપનીએ આ એન્ડ્રોઇડ સ્માર્ટ TVની કિંમત 12999 રૂપિયા રાખી છે.
Mi TV 4A Proના ફીચર્સની વાત કરીએ તો તેમાં 32 ઇંચની TVમાં 178 ડિગ્રી વ્યૂઈંગ એન્ગલ સાથે HD રેડી (1366x768 પિક્સેલ) 60Hz ડિસ્પ્લે અને 20W (10x2) ના સ્પીકર આપ્યા છે. તેની સાથે 1 GB RAM અને 8 GB સ્ટોરેજની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ ટીવીનું વજન 4 કિલોનું છે. તેમાં બ્લૂટૂથ રિમોટમાં ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ કરે છે. જ્યારે અન્ય કનેક્ટિવિટી માટે 2 USB પોર્ટ, 3 HDMI પોર્ટ, ઇઅર ફોન અને WiFi 802.11 b/g/n સપોર્ટ આપેલા છે.
આ સ્માર્ટ ટીવીમાં ક્વૉડકોર Amlogic Cortex-A53 પ્રોસેસર સાથે ગ્રાફિક્સ માટે Mali-450 MP3 GPU આપ્યું છે. તો પેચવોલ યૂઝર ઇન્ટરફેસ સાથે એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ મળશે.