RBIની ચેતવણી : બજારમાં 100 રૂપિયાની નકલી નોટોની ભરમાર, આ રીતે ચેક કરો નહી તો લાગશે મોટો ચૂનો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

RBIની ચેતવણી : બજારમાં 100 રૂપિયાની નકલી નોટોની ભરમાર, આ રીતે ચેક કરો નહી તો લાગશે મોટો ચૂનો




નોટબંધી બાદ રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ બજારમાં 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. તે બાદ ધીરે-ધીરે 100, 200, 50, 20 અને 10 રૂપિયાની પણ નવી નોટો બજારમાં આવી. તેવામાં હવે 100 રૂપિયાની નવી નોટ ઘણી ચલણમાં આવી છે. પરંતુ તમારે સતર્ક રહેવાની જરૂર છે કારણ કે બજારમાં સૌથી વધુ નકલી નોટ 100 રૂપિયાની છે. આ અંગેની જાણકારી આરબીઆઇએ પોતે આપે છે.



આરબીઆઇએ તાજેતરમાં જ પોતાના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે વર્ષ 2017-2018માં બજારમાં જેટલી પણ નકલી નોટ મળી છે તેમાંથી સૌથી વધુ 100 રૂપિયાની નોટો છે. તેવામાં હવે તમારા માટે 100 રૂપિયાની નકલી નોટ ઓળખવી જરૂરી બની ગઇ છે નહી તો તમને  ચૂનો લાગી શકે છે.

આ રીતે ઓળખો નોટ અસલી છે કે નકલી



100 રૂપિયાની નોટ પર સામેના હિસ્સા પર દેવનાગરીમાં 100 લખ્યું છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો છે. આ ઉપરાંત અસલી નોટ પર આરબીઆઇ, ભારત, INDIA અને 100 નાના અક્ષરોમાં લખ્યું છે.

સાથે જ નોટોને વાળશો તો નોટમાં રહેલા તારનો રંગ બદલાશે અને તે લીલામાંથી બ્લૂ કલરનો થઇ જશે. આ ઉપરાંત અસલી નોટ પર 100નો વોટરમાર્ક પણ છે. નોટની પાછળ છાપકામનું વર્ષ, સ્લોગન, અલગ-અલગ ભાષાઓમાં 100 રૂપિયા અને અશોક સ્તંભ છે.



જો તમને સમજવામાં મુશ્કેલી થઇ રહી છે તો તમે paisaboltahai.rbi.org.in વેબસાઇટ પર નવી નોટની મસગ્ર જાણકારી ફોટો અને ગ્રાફિક્સ સાથે સમજી શકો છો. આ વેબસાઇટ પર તમામ નોટના ફિચર્સની જાણકારી મળી જશે.

Subscribe to receive free email updates: