Nokia 6 અને Nokia 8ને મળ્યું એન્ડ્રૉઈડ પાઈ સૉફ્ટવેર અપડેટ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Nokia 6 અને Nokia 8ને મળ્યું એન્ડ્રૉઈડ પાઈ સૉફ્ટવેર અપડેટ




મોટાભાગના સ્માર્ટફોનને એન્ડ્રોઈડ ઓએસના 9 પાઈ અપડેટ મળી ગયુ છે. હવે એચએમડી ગ્લોબલ પણ આ કંપનીઓમાંથી એક છે, જેના દરેક સ્માર્ટફોનને ગૂગલ તરફથી આ અપડેટ મળ્યું છે. આ યાદીમાં હવે Nokia 6 (2017) અને Nokia 8 પણ સામેલ થયો છે. આ ડિવાઈસને પણ એન્ડ્રૉઈડ પાઈ અપડેટ મળવાનુ શરૂ થયુ છે. જેને કેટલાંક તબક્કામાં રોલઆઉટ કરાઈ રહ્યું છે.



કંપનીએ બુધવારે સત્તાવાર જાહેરાત કરી છે કે તેની નોકિયા 6 (2017) અને નોકિયા 8 ડિવાઈસને હવે એન્ડ્રૉઈડ 9 પાઈ સૉફ્ટવેર અપડેટ મળી રહ્યું છે. એચએમજીના ચીફ પ્રોડક્ટ ઑફિસર જુહો સર્વિકાસે એક ટ્વિટમાં આ માહિતી આપી છે. જોકે, આ સ્માર્ટફોન મૉડલ જૂના છે, પરંતુ એચએમડી ગ્લોબલ કોઈ પણ ફોનને અપડેટ આપવાનુ ભૂલતી નથી.

અહીં જણાવવાનુ કે નોકિયા 6 (2017) એવા સ્માર્ટફોનમાંથી છે, જેણે નોકિયાએ કમબેક બાદ સૌપ્રથમ પહેલા માર્કેટમાં ઉતારવામાં આવ્યું હતું. નોકિયા 6 (2017)ને નૂગા અપડેટની સાથે ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હવે પાઈ અપડેટ મળી રહ્યું છે. એચએમડી ગ્લોબલ એવી કંપનીઓમાંથી છે, જે જૂના અને નવા દરેક ડિવાઈસ સુધી સૉફ્ટવેર અપડેટ્સ રોલઆઉટ કરે છે. કંપનીનું કહેવુ છે કે યૂઝર્સના સારા અનુભવ પર જ અમારું ધ્યાન કેન્દ્રીત છે.



તો નોકિયા 8ને પણ ઓગષ્ટ, 2017માં લોન્ચ કરવામાં આવ્યો હતો. નૂગા વર્ઝન પર લોન્ચ થયેલા આ ફોનને પહેલા ઓરિયા અપડેટ મળ્યું હતું અને હવે પાઈ સૉફ્ટવેર મળી રહ્યું છે. ડિસેમ્બર, 2018માં પણ એચએમડીએ આ ડિવાઈસ માટે અપડેટ રોલઆઉટ કર્યુ હતું, પરંતુ VoLTE સાથે જોડાયેલી પરેશાનીને કારણે તેને રોકી દેવામાં આવ્યુ હતું. હવે આ અપડેટને અમૂક તબક્કામાં રોલઆઉટ કરાઈ રહ્યું છે

Subscribe to receive free email updates: