👁🗨સામાજિક વિજ્ઞાન👁🗨
👁🗨ધોરણ: 6👁🗨
👁🗨સત્ર: 1👁🗨
📡પ્રકરણ - 5 આપણું ઘર પૃથ્વી
🔮સૌથી પહેલા ભારતીય અંતરિક્ષયાત્રી કોણ હતા ?
✔રાકેશ શર્મા
🔮સૌથી પહેલા ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી કોણ હતા ?
✔કલ્પના ચાવલા
🔮પૃથ્વીનો આકાર કેવો છે ?
✔નારંગી જેવો ગોળ
🔮પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે ?
✔વિષુવવૃત્ત
🔮વિષુવવૃત્તથી 23.50 ઉત્તરે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે ?
✔કર્કવૃત્ત
🔮વિષુવવૃત્તથી 23.50 દક્ષિણે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે ?
✔મકરવૃત્ત
🔮પૃથ્વીના ગોળા ઉપર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને શું કહે છે ?
✔અક્ષાંશવૃત્તો
🔮પૃથ્વીના ગોળા ઉપર દોરેલી કાલ્પનિક ઊભી રેખાઓને શું કહે છે ?
✔રેખાંશવૃત્તો
🔮પૃથ્વી તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે જુદાજુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, તેને શું કહે છે ?
✔ કટિબંધો
🔮કટિબંધ કેટલાં છે ?
✔3
🔮પૃથ્વી પર વધુ પાણી ધરાવતા ભાગોને શું કહે છે ?
✔મહાસાગરો
🔮પૃથ્વી પર વધુ જમીન ધરાવતા ભાગોને શું કહે છે ?
✔ખંડો
🔮પૃથ્વી પર કેટલા ખંડો આવેલાં છે ?
✔ 7
🔮પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલાં છે ?
✔ 4
🔮આમાંથી કયું નામ મહાસાગરનું નથી ?
✔ઍન્ટાર્કટિકા
🔮 00 થી 23.50 ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે ક્યો કટિબંધ આવેલો છે ?
✔ઉષ્ણ કટિબંધ
🔮66.50 થી 900 ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે ક્યો કટિબંધ આવેલો છે ?
✔શીત કટિબંધ
🔮23.50 થી 66.50 ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે ક્યો કટિબંધ આવેલો છે ?
✔ સમશીતોષ્ણ કટિબંધ
🔮કયો ખંડ દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તરેલો છે ?
✔ઍન્ટાર્કટિકા
🔮સૂર્યનાં કિરણો થોડા ત્રાંસાં પડે તેને ક્યો કટિબંધ કહેવાય ?
✔સમશીતોષ્ણ કટિબંધ
🔮સૂર્યનાં કિરણો વધુ ત્રાંસાં પડે તેને ક્યો કટિબંધ કહેવાય ?
✔શીત કટિબંધ
🔮સૂર્યનાં કિરણો સીધા પડે તેને ક્યો કટિબંધ કહેવાય ?
✔ઉષ્ણ કટિબંધ
🔮કયો ભૂમિખંડ હિમાચ્છાદિત છે ?
✔ઍન્ટાર્કટિકા
🔮આપણે કયા ખંડમાં રહીએ છીએ ?
✔એશિયા
🔮વિષુવવૃત્તથી 66.50 ઉત્તરે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે ?
✔ ઉત્તર ધ્રુવવૃત્ત
🔮વિષુવવૃત્તથી 66.50 દક્ષિણે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે ?
✔દક્ષિણ ધ્રુવવૃત્ત
🔮વિષુવવૃત્તથી ઉત્તરે આવેલાં પૃથ્વીના અડધા ભાગને શું કહેવાય છે ?
✔ઉત્તર ગોળાર્ધ
🔮વિષુવવૃત્તથી દક્ષિણે આવેલાં પૃથ્વીના અડધા ભાગને શું કહેવાય છે ?
✔દક્ષિણ ગોળાર્ધ
🔮વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાના કેટલા ભાગ કરે છે ?
✔2
🔮કોઈ પણ દેશની માલિકી ન ધરાવતો અને માનવ વસવાટ ન ધરાવતો ભૂમિખંડ ક્યો છે ?
✔ ઍન્ટાર્કટિકા
🔮સૌથી વધુ ઠંડી કયા કટિબંધમાં પડે છે ?
✔શીત કટિબંધ
🔮સૌથી વધુ ગરમી કયા કટિબંધમાં પડે છે ?
✔ઉષ્ણ કટિબંધ
🔮ક્યા કટિબંધમાં ગરમી-ઠંડી સરખી રહે છે ?
✔સમશીતોષ્ણ કટિબંધ
🔮00 અક્ષાંશવૃત્તને શું કહે છે ?
✔ વિષુવવૃત્ત
👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭