Redmi Note 5 અને Note 5 Proનું વેચાણ શરૂ, મળી રહી છે એક્સાઇટિંગ ઑફર્સ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Redmi Note 5 અને Note 5 Proનું વેચાણ શરૂ, મળી રહી છે એક્સાઇટિંગ ઑફર્સ



સ્માર્ટફોન બનાવતી ચીની કંપનીએ તાજેતરમાં જ ભારતમાં પોતાના બે બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Redmi Note 5 અને Redmi Note 5 Proનું વેચાણ આજથી શરૂ કરવામાં આવી રહ્યું છે. આ બંને સ્માર્ટફોન કંપનીની વેબસાઇટ અને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. આ સ્માર્ટફોનનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો આ ફોનની કિંમતની વાત કરીએ તો Redmi Note 5ની કિંમત 9,999 રૂપિયા અને  Redmi Note 5 Proની કિંમત 14,999 રૂપિયા છે. લૉન્ચ ઑફર તરીકે તેની સાથે 2200 રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.

Redmi Note 5 સ્પેસિફિકેશન્સ

Redmi Note 5માં 5.99 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 18:9નો છે એટલે કે તેમે તેને બેઝલ લેસ સ્માર્ટફોન કહી શકો છો. તેમાં તમને 2.5D કર્વ્ડ ગ્લાસ અને અલગ અલગ વેરિએન્ટ મેમરી પણ મળશે. 3GB રેમ સાથે 32GB મેમરી પણ આપવામાં આવી રહી છે જ્યારે 4GB રેમની સાથે 64GBની ઇન્ટરનલ મેમરી પણ આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી તમે તેની મેમરી વધારી શકો છો. તેંમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, 12 મેગાપિક્સલનો રેર કેમેરા અને સેલ્ફી માટે 5 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે ઓછા પ્રકાશમાં પણ આ સ્માર્ટફોનની મદદથી શ્રેષ્ઠ સેલ્ફી લઇ શકાય છે. તેના કમેરામાં ઝડપથી ફોકસ માચે ફેસ ડિટેક્શન ઑટો ફોકસ પણ આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે તેમાં હાઇબ્રિડ સિમ સ્લોટ આપવામાં આવ્યો છે એટલે કે તમે એક સ્લોટમાં સીમ અને બીજા સ્લોટમાં મેમરી કાર્ડ લગાવી શકો છો. સાથે જ રેરમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. તેમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે અને કંપનીએ દાવો કર્યો છે કે તેને ફુલ ચાર્જ કરીને સતત 14 કલાક સુધી વિડિયો જોઇ શકો છો.

આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં પહેલી વખત કંપનીના કોઇ સ્માર્ટફોનમાં ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે. તેના 4GB રેમ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા અને 6GB રેમ વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. ગ્રાહકોને જિયો તરફથી 2200 રૂપિયાનું કેશબેક અને એરટેલ તરફથી એડિશનલ ડેટાનો લાભ પણ મળશે.

Redmi Note 5 Pro સ્પેસિફિકેશન્સ

Redmi Note 5 Proમાં 5.99 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 18:9નો છે એટલે કે તેમે તેને બેઝલ લેસ સ્માર્ટફોન કહી શકો છો. તેમાં તમને અલગ અલગ વેરિએન્ટ મેમરી પણ મળશે. 3GB રેમ સાથે 32GB મેમરી પણ આપવામાં આવી રહી છે જ્યારે 4GB રેમની સાથે 64GBની ઇન્ટરનલ મેમરી પણ આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી તમે તેની મેમરી વધારી શકો છો. તેંમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એક એવો પહેલો સ્માર્ટફોન છે જેમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે લેટેસ્ટ 600ની સિરિઝ છે. તેમાં Kryo ટેકનોલોજી આપવામાં આવી છે જે સામાન્ય રીતે 800ની સિરિઝમાં આપવામાં આવે છે. તેથી આ સ્માર્ટફોનના સારા પર્ફોર્મન્સની આશા રાખવામાં આવી રહી છે.

ફોટોગ્રાફીની વાત કરીએ તો Redmi Note 5 Proમાં ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે દેખાવમાં iPhone X જેવું જ લાગે છે. તેમાં એક લેન્સ 12 મેગાપિક્સલનો છે જ્યારે બીજો લેન્સ 5 મેગાપિક્સલનો છે. તમે તેનાથી પ્રતિ સેકન્ડે 30 ફ્રેમ ફુલ એચડી વિડિયો પણ રેકોર્ડ કરી શકો છો. સેલ્ફી માટે પણ આ સ્માર્ટફોન ખાસ છે કારણ કે તેમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં સેલ્ફી માટે ડેડિકેટેડ ફ્લેશ પણ આપવામાં આવી છે.

કનેક્ટિવિટી માટે તેમાં હાઇબ્રિડ સિમ સ્લોટ આપવામાં આવ્યો છે એટલે કે તમે એક સ્લોટમાં સીમ અને બીજા સ્લોટમાં મેમરી કાર્ડ લગાવી શકો છો. સાથે જ રેરમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. તેમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે અને કંપનીએ દાવો કર્યો છે કે તેને ફુલ ચાર્જ કરીને સતત 14 કલાક સુધી વિડિયો જોઇ શકો છો.

Subscribe to receive free email updates: