Mobile નંબરથી આધાર લિંક થયું છે કે નહી, આ Number દ્વારા જાણો
31 માર્ચ પહેલા જો તમારા મોબાઇલ નંબર સાથે આધાર લિંક નહી કરવામાં આવ્યું હોય તો તમારો મોબાઇલ નંબર બંધ થઇ જશે. તેવામાં કેટલાંક લોકોએ પોતાનો આધાર નંબર લિંક કરાવ્યો પણ હશે પરંતુ તમારા મોબાઇલ નંબર સાથે આધાર લિંક થયું છે કે નહી તે જાણવા માટે અમે તમને એક રીત જણાવવા જઇ રહ્યાં છીએ.
વાસ્તવમાં સરકારે 1 જાન્યુઆરી 2018થી દેશની તમામ ટેલિકોમ કંપનીઓને મોબાઇલ યુઝર્સ પાસેથી OTP દ્વારા વેરિફિક્શન કરવા કહ્યું હતું. તેના માટે એક ટૉલ ફ્રી નંબર 14546 પણ આપવામાં આવ્યો હતો એટલે કે આ નંબરને તમે તમારા મોબાઇલ નંબર દ્વારા ડાયલ કરીને તે જાણી શકો છો કે તમારો આધાર નંબર મોબાઇલ સાથે લિંક થયો છે કે નહી.
સાથે જ તમને જણાવી દઇએ કે ભલે તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક થઇ ગયો હો. પરંતુ તેનું ફરીથી વેરિફિકેશન થવું જરૂરી છે. તમે 14546 નૂબર ડાયલ કરીને તમારું વેરિફિકેશન કરાવી શકો છો. આ નંબર વેરિફાય કર્યા બાદ તમને તમારો આધાર નંબર પૂછવામાં આવશે. તે પછી તમારા મોબાઇલ નંબર પર OTP આવશે અને તમારે તે ઓટીપી નાંખવાનો રહેશે. તે પછી તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક થયો છે કે નહી તે વેરિફાય થઇ જશે.
Airtelએ સીનિયર સિટીઝન્સ, NRI અને દિવ્યાંગો માટે ઑનલાઇન આધાર મોબાઇલ વેરિફિકેશનને પણ લાઇવ કરી દીધું છે. હવે ઘરે બેઠાં બેઠા Airtelની વેબસાઇટથી મોબાઇલ નંબરને આધાર નંબરથી વેરિફાય કરી શકાય છે. આ સર્વિસ 70 વર્ષથી વધારેના નાગરિકો માટે છે. આ માટે યૂઝર્સે https://www.airtel.in/verify-mobile-for-aadhaar-reverification અથવા તો airtel.in પર જવાનું રહેશે અને સ્ટેપ ફૉલો કરવાના રહેશે. સીનિયર સિટીઝન્સ, NRI અને દિવ્યાંગો માટેની પ્રક્રિયા એક જ છે.