ઑનલાઇન કરો છો ટ્રાન્જેક્શન, તો હંમેશા યાદ રાખો SBIના આ નંબર
જો તમે રોકડની લેણ-દેણ કરવાની જગ્યાએ ઑનલાઇન ટ્રાન્જેક્શન કરવામાં વધારે રસ દાખવો છો, તો તમારા ભારતીય સ્ટેટ બેંકના 2 ટૉલ ફ્રી નંબર યાદ રાખવા જોઇએ. બેંકે પોતાની ઑફિશ્યલ સાઇટ પર ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.
ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકો માટે ઑનલાઇન ટ્રાન્જેક્શનને સુરક્ષિત કરવા માટે અને ઑનલાઇન ફ્રૉડથી થતા નુકસાનની સ્થિતિમાં આ અનોખી પહેલ કરી છે.
SBIએ ટ્વીટમાં લખ્યુ છે કે, જો અનધિકૃત ઇલેક્ટ્રોનિક લેણ-દેણનો શિકાર બનો છો, તો તમે આ ટોલ ફ્રી નંબર 1-800-425-3800/1-80011-2211 પર કૉલ કરવો જોઇએ. આ નંબર પર કૉલ કર્યા પછી તમારા બેંકના એકાઉન્ટને વધારે સુરક્ષિત રાખવા માટે પગલાં ભરવામાં આવશે.
જો તમે SBIના ગ્રાહક નથી, તો પણ તમારી સાથે જો ઑનલાઇન છેતરપિંડી થાય તો સૌથી પહેલા આ અંગેની સૂચના બેંકને આપો. આ માટે બેંકના કસ્ટમર કેર નંબર પર કૉલ કરી શકો છો. જેટલું જલ્દી તમે ફ્રોડની જાણકારી બેંકને આપશો, તેટલું ઓછું નુકસાન થશે.
બીજી વાત, જ્યારે પણ ઑનલાઇન લેવડ-દેવડ કરો, ત્યારે સતર્ક જરૂર રહો અને અનધિકૃત વેબસાઇટ પર લેણ-દેણ ન કરો, હંમેશા સિક્યોર કનેક્શનમાં જ લેણ-દેણ કરો
FOR LATEST GOVERNMENT JOBS INFORMATION AND MATERIAL, VISIT WWW.KAMALKING.IN