પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા રોકશો તો દર મહિને થશે ઈન્કમ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા રોકશો તો દર મહિને થશે ઈન્કમ

આર્ટિકલ બાય: www.kamalking.in

જો તમે રોકાણનો કોઈ સારો રસ્તો શોધી રહ્યાં છો અને એવું ઈચ્છો છો કે તમારા પૈસા સુરક્ષિત રહે અને તેની પર રિટર્ન પણ સારું મળે તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે ખૂબ જ કામની છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા સુરક્ષિત રહેશે, આ સિવાય તમને દર મહિને સારી એવી ઈન્કમ પણ થશે.

શું છે આ સ્કીમ

અમે અહીં વાત કરી રહ્યાં છે પોસ્ટ ઓફિસની મંથલી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ એટલે કે પીઓએમઆઈએસમાં રોકાણ કરવાની. આ એક સરકારી યોજના છે, જેમાં એક વાર પૈસા રોકયા બાદ દર મહિને આવક થતી રહે છે. એક્સપર્ટ આ યોજનાને રોકાણના સૌથી સારા વિકલ્પોમાંથી એક ગણે છે, કારણ ક તેમાં 4 મોટા ફાયદા છે.

1 તેને કોઈ પણ ખોલાવી શકે છે.
2 બેન્ક એફડી કે ડેટ ઈન્સ્ટ્રુમેન્ટની સરખામણી તમને સારું રિટર્ન મળે છે.
3 દર મહિને તમને એક નિશ્ચિત આવક થતી રહે છે.
4 સ્કીમ પૂરી થવા પર તમને જમા થયેલી તમામ રકમ મળી જાય છે, જેને તમે બીજી વખત આ યોજનામાં રોકીને મંથલી આવકનું સાધાન બનાવી શકો છો.

કેટલી કરી શકો છો રોકાણ

- પોસ્ટ ઓફિસની મંથલી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં એકાઉન્ટ કોઈ પણ ખોલી શકે છે.
- જો તમારું એકાઉન્ટ સિંગલ છે તો તમે તેમાં 4.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો. તેમાં ઓછામાં ઓછી 1500 રૂપિયાની રકમ જમા કરાવી શકો છો.
- આ સિવાય જો તમારું એકાઉન્ટ જોઈન્ટ છે તો તેમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
- એક વ્યક્તિ એકથી વધુ પરતું પોસ્ટ ઓફિસ દ્વારા નક્કી લિમિટ અનુસાર એકાઉન્ટ ખોલાવી શકે છે.

કેટલી હોઈ શકે છે મંથલી ઈન્કમ

-મંથલી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ અંતર્ગત 7.3 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.
- આ વાર્ષિક વ્યાજને 12 મહીનામાં ભાગ પાડીને વેચવામાં આવે છે જે તમને મંથલી બેસિસ પર મળતું રહે છે.
- જો તમે 9 લાખ રૂપિયા જમા કર્યા છે તો તમારું વાર્ષિક વ્યાજ લગભગ 65700 રૂપિયા થશે. આ રીતે તમને દર મહિને લગભગ 5500 રૂપિયાની આવક થશે. 5500 રૂપિયા તમને દર મહિને મળશે, આ સિવાય તમને 9 લાખ રૂપિયા મેચ્યોરિટી પિરિયડ બાદ બોનસ સાથે પરત મળશે.

જો તમે મંથલી પૈસા ન લો તો

જો તમે મંથલી પૈસા ન ઉઠાવો તો તે તમારા પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં રહેશે અને મૂળ રકમની સાથે આ રકમને જોડીને આગળ વ્યાજ મળશે.

કેટલા વર્ષનો છે મેચ્યોરિટી પિરિયડ

યોજના માટે મેચ્યુરિટિ પિરિયડ 5 વર્ષ છે. 5 વર્ષ બાદ તમે પોતાના પૈસાને ફરીથી આ યોજનામાં રોકી શકો છો.

કોણ ખોલી શકે છે એકાઉન્ટ

પોસ્ટ ઓફિસની મંથલી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ કોઈ પણ ખોલાવી શકે છે. તમે તમારા બાળકના નામનું પણ એકાઉન્ટ ખોલાવી શકો છો. જો બાળક 10 વર્ષની ઉંમરનું છે તો તેના નામ પર તેના માતા-પિતા કે કાનૂની અભિભાવક દ્વારા એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળકની ઉંમર 10 વર્ષની થવા પર તેને પોતાને પણ એકાઉન્ટનું સંચાલન કરવાનો અધિકાર મળે છે.

કઈ રીતે ખુલશે એકાઉન્ટ

તમે પોતાની સુવિધા અનુસાર કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને આ એકાઉન્ટ ખોલાવી શકો છો. તેના માટે આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈ એકની ફોટો કોપી જમા કરવાની રહેશે. આ સિવાય એડ્રેસ પ્રુફ જમા કરવાનું રહેશે, જેમાં તમારું આઈડેન્ટીટી કાર્ડ પણ કામ આવી શકે છે. આ સિવાય તમારે 2 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ પણ જમા કરવાના રહેશે.

સમયથી પહેલા જરૂરિયાત પર કઈ રીતે નીકાળી શકો છો પૈસા...

મેચ્યુરિટી પહેલા પૈસા નીકાળવાની સુવિધા

એકાઉન્ટને 1 વર્ષ પુરું થઈ ગયા બાદ તમે પૈસા ઉઠાવી શકો છો. એકાઉન્ટ  ખોલવાની તારીખથી 1 વર્ષથી 3 વર્ષ સુધી જુનું એકાઉન્ટ હોવા પર તેમાં જમા રકમમાંથી 2 ટકા કાપીને બાકીને રકમ તમને પરત મળે છે. 3 વર્ષથી વધુ જુનું એકાઉન્ટ થવા પર તેમાં જમા રકમમાંથી 1 ટકા કાપીને બાકીની રકમ તમને પરત મળે છે.

ટેકસ છૂટનો લાભ નથી

તેમાં જમા કરવામાં આવેલી રકમ પર અને તેનાથી મળનારા વ્યાજ પર તમને કોઈ પણ પ્રકારની ટેકસ છૂટનો લાભ મળતો નથી. જોકે તેનાથી તમને થતી આવક પર પોસ્ટ ઓફિસ કોઈ પણ પ્રકારનો TDS કાપતી નથી.

Subscribe to receive free email updates: