ચૌધરી સમાજના મોભીઓ | ભાગ-1



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ચૌધરી સમાજના મોભીઓ....
ભાગ-1

કાંકરેજ ની ભૂમિ રત્નોની ખાણ છે. કાળક્રમે દરેક સમાજના વીરપુરુષ અને વંદનીય વનીતાઓએ આ પંથકને ગૌરવ અપાવ્યું છે.નાનકડો આંજણા ચૌધરી સમાજ પણ એમાંથી બાકાત નથી. તાલુકાના નાનકડા રાજકીય અને સમાજીક વ્યાસ પર આંજણા સમાજનું બહુમૂલ્ય યોગદાન છે. જેમના તપ થી આ સમાજને ગૌરવ છે એવા સ્વ.વિરાબાપા (ખોડા), રામજીબાપા (ખસા), કલાભાઈ (રવિયાણા), kalubhai (ખોડા)સ્વ રમાભાઈ પાંચાભાઈ (ભાવનગર),સ્વ દેવજીબાપા (પાદર),સ્વ માલાભાઈ (જાલમોર), સ્વ. મૂળlબાપા (ચાંગા) તેમજ  સ્વ. દેસાઈબાપા (ચાંગા ) નું સ્મરણ થાય છે.
જેમના અથાગ પ્રયત્નો થકી સમાજની પૂર્ણ નિરક્ષરતા સામે શિક્ષણ જ્યોત જગાવવા પટેલ બોડીંગની સ્થાપના થઇ. અને જેમા આજે અણદાભાઈ ના નેતુત્વમા હજારો બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. એ આ વડીલોની દીર્ઘદ્રષ્ટિ ની દેણ છે. રામજીબાપાની દીર્ઘદ્રષ્ટિ થી થરાના આંગણે માર્કેટયાર્ડ -ગંજ ની  શરૂઆત થઇ.તેમજ તાલુકા સંઘના ચેરમેન,બનાસ ડેરી -બનાસ  બેંક ના ડિરેક્ટર જેવા મોભાદાર પદો શોભાવી તાલુકામાં સહકારી ક્રાંતિ ના મંડાણ કર્યા. સગાવાદ કે વ્હાલા -દવલાની નીતી નેવે મૂકી દરેક સમાજના લાયક યુવાનોને નોકરીઓ આપી. ગામડે ગામડે સહકારી ડેરીઓ,સહકારી મંડળ સ્થાપી ખેતી અને દૂધ ના ધંધા નો વિકાસ કર્યો. કાંકરેજ તાલુકાના સર્વાંગી વિકાસમા હંમેશા સરકારની પડખે  ઊભા રહ્યા. એમના સુશા સનમા કાંકરેજ તાલુકાનો ડંકો દિલ્હીમા વાગતો હતો. એવા પાયાની ઈંટ સમા આ વીર પુરુષોને લાખ -લાખ વંદન....ધન્ય છે એમની જનની.... ધન્ય છે ધરા કાંકરેજની....!
-ડૉ.બાબુ પટેલ
કમલ કિગ(કમલેશ ચૌધરી)
www.kamalking.in

ભાગ -2 મા જોઈશુ વર્તમાન સુધારકોને

Subscribe to receive free email updates: