ચૌધરી સમાજના મોભીઓ | ભાગ-2



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

० સમાજના મોભીઓ શ્રેણિ-2

સમાજના મોભીઓ શ્રેણિ-1 માં આપણે સમાજ વિકાસના પાયાની ઇંટ સમા વડીલોને વંદન કર્યા ..એમનું ઋણ ક્યારેય નહી ભૂલાય...
આજે શ્રેણિ-2માં એવા વડીલોનું સ્મરણ કરવું રહ્યું જેમના થકી સાંપ્રત સમાજની તાસીર બદલાઇ છે. મુરબ્બી શ્રી દેસાઈબાપા ચાંગા, અણદાભાઈ-ખસા, કરશનભાઈ-ભાવનગર, જોધાભાઈ-નસરતપુરા, અખાભાઈ-ચાંગા, ભીખાબાપા-નાણોટા, સ્વ.પરાગભાઈ-ઝાલમોર, ડાહ્યાભાઈ પિલિયાતર-ચીમનગઢ, ઈશ્વરભાઈ-રતનગઢ, જયંતીભાઈ તરક-ખોડા, બાબુભાઇ ચૌધરી-ખસા વગેરેની સામાજિક-રાજકીય કારકીર્દીએ આંજણા સમાજને વિશાળ ફલક પર મુઠી ઉઁચેરુ સ્થાન અપાવ્યું છે ..
સમાજના રૂઢ અને પરંપરાગત કુરિવાજોને નાથવા દેસાઈઓ સમેત સમાજના આગેવાનોએ કમર કસી છે. અણદાભાઈ પટેલે શિક્ષણ અને સહકારમાં આગવી ઓળખ ઊભી કરી છે. તાલુકા અને જીલ્લામાં એમની સેવાઓની કદર થઈ છે. હિંદવાણી સાથે હાથ મિલાવી રૈયા ખાતે કન્યા શિક્ષણ સંકુલનું ભગીરથ કાર્ય કર્યુ છે. સહકારી ક્ષેત્રે માર્કેટયાર્ડ થરા, બનાસ ડેરી, બનાસ બેન્ક, સહકારી સંઘ વગેરે સાથે સંકળાયેલા છે. વડીલ સ્વ.વિહાબાપા, ભીખાબાપા, રાજાભાઈ અને સ્વ.પરાગભાઈએ સહકાર ક્ષેત્રના મોભાદાર પદો શોભાવી અદની સમાજ સેવા પણ કરી છે. કરશનભાઈ-ભાવનગર;જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને માર્કેટયાર્ડના ડિરેક્ટર પદે કાર્યરત છે. તો જોધાભાઈ અને અખાભાઈએ કાંકરેજ તાલુકામાં ભાજપનો ઝંડો ફરકાવી સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટીના તાલુકામાં મંડાણ કરેલા. ખેડૂતોની સેવા કરતા કરતા ઉત્કૃષ્ટ સામાજિક-રાજકીય પદો શોભાવી સમાજને ગૌરાન્વિત કર્યો છે. એમની અદની સેવાઓ ક્યારેય નહીં ભૂલાય..જયંતિભાઈને વારસામાં રાજકીય-સામાજિક પ્રશ્વાદભૂ મળી છે. જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ડાહ્યાભાઈ પિલિયાતર યુવાન અને જોશીલા આગેવાન છે. ભાજપમાં એમનું મોટું કદ છે. સામાજિક,રાજકીય અને સહકાર સાથે સંકળાયેલા છે. તો ઈશ્વરભાઈ રતનગઢ ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને સામાજિક-રાજકીય આગેવાન તરીકે અગ્રેસર છે. કિસાનોના પ્રશ્નોને હલ કરવામાં કુંરાભાઈની સેવાઓ પણ ભૂલી શકાય તેમ નથી. બાબુભાઈ-ખસા પણ સહકાર ક્ષેત્રે આશાસ્પદ અને ઉભરતો ચહેરો છે. ખૂબ લાંબી રેસના શાંત અને લોકપ્રિય યુવા આગેવાન છે....
અને ડૉ.હેમરાજભાઈ, લાલજીભાઈ કુવા-પાદર, રગનાથભાઈ પિલિયાતર-ઝાલમોર અને મોટાભાઈ-ચાંગા જેવા શિક્ષણવિદ્દોએ સમાજને ગરિમા બક્ષી છે ...
તો જેમનો નામોલ્લેખ અહીઁ નથી કર્યો એવા કેટલાય સમાજના બંધુઓ અને બહેનો સમાજસેવામાં કાર્યરત છે. જેમની તપશ્ચર્યા થકી જ આ સમાજ ઉજળો થયો છે - ઉજળો રહ્યો છે ...
ધન્ય ધાવણ માતા આંજણીનું .....!!

            - ડૉ. બાબુ પટેલ (સલીમગઢ)
            - નટવર પટેલ (નચિકેતા-થરા)
            - કમલેશ ચૌધરી(રવિયાણા)
            - www.kamalking.in

તા.ક....  શ્રેણિ-3 માં વ્યક્તિ વિશેષ સાથે મળીશુ....
ll જય અર્બુદા ll

Subscribe to receive free email updates: