સને 2005 થી 2009 નો દાયકો એટલે કે મારા માટે હું ને મારૂ નારોલી ને મારી શાળા....
નારોલી છે તો ગુજરાત માં પણ થરાદ થી ત્રીસએક કિ.મી છેવાડા નુ ગામ ,રાજસ્થાન બાૅડર ને લગોલગ ,શીલુ-અચલપુર જે રાજસ્થાન નાં ગામડાં છે એ નારોલી થી માંડ બે કિ.મી થાય એટલે નારોલી નાં પાડોશી ગણાય .
ચાર હજાર ની વસ્તી ધરાવતા એ ગામ ઇતિહાસ અને વર્તમાન બન્ને ભવ્ય છે.એવા કેટલાય દાખલા બાજુ પર રાખી આજે તુલસી માતા નો મહિમા કહેવો છે.
દરેક સજીવ ની એક આવરદા હોય છે એમ
વૃક્ષ ,ક્ષુપ ,અને છોડ ની એક ચોક્કસ ઉંમંર હોય છે .તુલસી ની આવરદા વધુ માં વધુ બે-પાંચ વર્ષ હોય ક્યાંક વધુ જાળવણી હોય તો દસ વર્ષ સુધી તુલસી નો છોડ જીવીત રહી શકે .પણ કોઈ કહે હજારો વર્ષ થી તુલસી નો છોડ છે તો ?માન્યા માં ન આવે એવી સત્ય હકીકત છે.નારોલી ગામ માં તુલસી માતા નો સાક્ષાતકાર.
સને 2005માં હું નારોલી ગયો ત્યારે નર્મદા કેનાલ નહોતી ,ભૂગર્ભ નુ પાણી ખારુ દરીયા જેવુ (અમારે પીવા માટે પાણી શીપુ ડેમ માંથી આવતુ)વગડો ઉજ્જડ પાટ ક્યા્ય લીલોતરી નુ નામ નિશાન નહી ! ,ને એ ઉજ્જડ વગડા કાંઠે એક લીલોછમ તુલસી નો છોડ .ત્યારે એંસી વર્ષ વટાવી ચુકેલ વૃધ્ધો કહેતા કે અમારા દાદા કહેતા કે છપ્પનીયા કાળ માં આખા પંથક માં તુલસી જ એક હતી જે લીલીછમ હતી બાકી સમ ખાવાય કોઇ જાડ કે જાડ નુ પાન નોહતુ .
એક દંત કથા મુજબ પાંડવો ના વખત માં આ પંથક હિડંબા વન હતુ અને પાંડવ વનવાસ વખતે અહી રોકાયેલા ,ને મહાબલી ભીમે આ તુલસી માતા ની રોપણી કરેલી.
ગમે તે હોય પણ કંઇક દૈવીક શક્તિ વગર આવો ચમત્કાર અશ્કય છે.
વર્ષો ના વર્ષો વિતી ગયા કેટલાય દુકાળ ,કેટલી આંધી તુફાન ,કેટલાય વાવાજોડાં ને વંટોળ વર્ષો જુના વડલા પણ ગરડા થઇ જમીનદોસ્ત થઇ ગયા .પણ હજારો વર્ષ થી અડીખમ તુલસી આજે પણ લીલીછમ છે.જેના પડખે નાનકડું મંદિર છે.
...જય તુલસી માતા ....
Virabhai R Chaudhary
Ranpur. Tharad