આવી રીતે કરાવો વોટર આઇડી કાર્ડમાં ઘરે બેઠા સુધારો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

આવી રીતે કરાવો વોટર આઇડી કાર્ડમાં ઘરે બેઠા સુધારો

🔹www.kamalking.in🔹

તમે હવે ઘરમાં બેસીને તમારા સ્માર્ટફોન અથવા લેપટોપની મદદથી વોટર આઇડીમાં થયેલી ભૂલો ને સરળતાથી કરેક્શન કરી શકો છો. કરેક્શન કર્યા બાદ તમે એની પ્રિન્ટ આઉટ સંભાળીને રાખો. ત્યારબાદ બે સપ્તાહની અંદર તમારા કરેક્શન સાથે નવું વોટર આઇડી ઘર પર પહોંચી જશે.

વોટર આઇડીમાં કરેક્શન કરાવવા માટે સૌથી પહેલા તમારી પાસે પર્સનલ ઇમેલ આઇડી હોવું જોઇએ અને મોબાઇલ નંબર હોવો જરૂરી છે. ચૂંઠણી કમિશન આની ઉપર બધી ડિટેલ્સ મોકલશે. સૌથી પહેલા તમારે ચૂંટણી કમિશનની વેબસાઇટ http://www.nvsp.in/forms/form8.html પર જવું પડશે. અહીંયા જઇને તમારે કરેક્શન માટે ફોર્મ ભરવું પડશે.

ફોર્મમાં તમારી પૂરી માહિતી સાવધાનીથી ભરો, વોટરઆઇડી કાર્ડ એક ખૂબ જ જરૂરી દસ્તાવેજ હોય છે, જેમાં કોઇ પણ પ્રકારની ભૂલ થવી જોઇએ નહીં. ખોટી જાણકારી પર તમને જેલની સજા થઇ શકે છે. ફોર્મમાં તમારે તમારી કલર પાસપોર્ટ સાઇઝનો ફોટો વાઇટ બેકગ્રાઉન્ડમાં અપલોડ કરવો પડશે.

ફોમ ભર્યા બાદ તમારે ઘણા બધા ડોક્યૂમેન્ટ્સ પણ અપલોડ કરવા પડશે. આ ડોક્યૂમેન્ટ્સમાં ફોટો, ઓળખાણનું પ્રમાણ અને સરનામાનો સમાવેશ થશે. એને અપલોડ કર્યા બાદ જે વસ્તુઓમાં તમારે કરેક્શન કરવાનું હોય છે, તેને સિલેક્ટ કરવું પડશે. એમાં નામ, ઉંમર, લિંગ, માતા પિતા, સરનામું અને ફોટોગ્રાફ્સ હશે.

હાલમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે, ત્યાંના રહેવાસીઓને 15 દિવસની અંદર નવું કરેક્શન કરેલું વોટર આઇડી કાર્ડ મલી જશે. જ્યાં ચૂંટણી નથી, ત્યાંના લોકોને એક મહિનામાં કાર્ડ મળશે. કરેક્શન માટે અપ્લાય કર્યા બાદ ચૂંટણી કમિશન તરફથી નિયુક્ત બૂથ લેવલ ઓફિસર તમારા ઘગર પર આવશે અને જે ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા છે એને ચેક કરશે અને આ ડોક્યુમેન્ટ્સની હાર્ડ કોપી ને વેરિફાય કરવા માટે લઇ જશે.

એડ્રેસ પ્રૂફ અને આઇડી પ્રૂફમાં અલગ અલગ ડોક્યૂમેન્ટ્સની કોપી અપલોડ કરવી પડશે. એના માટે તમારે આધાર કાર્ડ, બેંકની પાસબુક, ફોન, ઇન્કમ ટેક્સનું ફોર્મ 16 પાસપોર્ટ, દશમી માર્કશીટ , બર્થ સર્ટિફિકેટ, પેન કાર્ડ વગેરેમાંથી બે ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપીને અપલોડ કરવું પડશે

Subscribe to receive free email updates: