મૉબાઇલ ટૉવર માટે જગ્યા આપીને કમાઇ શકો છો 1 લાખ રૂપિયા, આ છે પ્રોસેસ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

મૉબાઇલ ટૉવર માટે જગ્યા આપીને કમાઇ શકો છો 1 લાખ રૂપિયા, આ છે પ્રોસેસ


By : KAMALKING 

▶તમે ટેલિકોમ અને ટૉવર ઇન્સ્ટોલેશન કંપનીને પોતાની પ્રોપર્ટી ભાડે આપીને ઘણી સારી કમાણી કરી શકો છો. રિલાયન્સ જિયો ટૉવર, એરટેલ, વોડાફોન, બીએસએનએલની સાથે અનેક કંપનીઓના ટૉવર માટે તમે તમારી પ્રોપર્ટી ભાડે આપી શકો છો. 


▶આ સમયે રિલાયન્સ જિયોના ટૉવર મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. એવામાં તમારી પાસે મોબાઇલ ટૉવર માટે જગ્યા રેન્ટ પર આપવાનો સારો સમય છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ મોબાઇલ ટૉવરની જગ્યા ભાડે કેવી રીતે આપી શકાય છે અને તમે તેનાથી કેવી રીતે કમાણી કરી શકાય છે.

🔹ઇન્સ્ટોલેશન પહેલાં આ વાતોનું રાખી લો ધ્યાન

▶વિના વેરિફિકેશનના ટૉવર ઇન્સ્ટોલેશનને માટે કોઇનો સંપર્ક ન કરો. એવામાં તમારી સાથે દગો થઇ શકે છે.

▶આવા લોકો એડવાન્સમાં પેમેન્ટ કરવાની ડિમાન્ડ કરે છે. આ રૂપિયા રજિસ્ટ્રેશન ફીના નામે વસૂલવામાં આવે છે. પછી આ લોકો ગાયબ થઇ જાય છે અને તમારા રૂપિયા ડૂબી જાય છે.

▶ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટના સેક્શન 4ના આધારે જે કંપનીઓને લાયસન્સ મળ્યું છે અને જેના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનમાં રજિસ્ટ્રેશન છે તો ફક્ત તે જ મોબાઇલ ટૉવર ઇન્સ્ટોલ કરી શકે છે.

▶તેમાં કોઇ પણ એક્સેસ સર્વિસ પ્રોવાઇડર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની તમારી પાસેથી કોઇ અમાઉન્ટ લેતી નથી. મોબાઇલ ટાવર સંપૂર્ણ રીતે ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે કંપનીને સીધો જ કોન્ટેક્ટ કરી શકો છો. 

🔹તમે કંપનીઓનો સીધો ડિરેક્ટ એપ્રોચ પણ કરી શકો છો

▶ઇંડસ ટૉવર, ભારતીય ઇંફ્રાટેલ, અમેરિકન ટૉવર જેવી કંપનીઓ ટૉવર લગાવે છે. તમે તેને સીધો એપ્રોચ કરી શકો છો. તમે ટેલિકોમ કંપનીઓ જેમકે રિલાયન્સ ઇન્ફ્રાટેલ અને બીએસએનએલને પણ એપ્રોચ કરી શકે છે. તે પોતાના ટૉવર પોતે લગાવે છે.

▶ઇન્ડિયન ગર્વમેન્ટની સાઇટ www.dot.gov.in પર એવી કંપનીઓનું લિસ્ટ અવેલેબલ છે. આ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં જમીન માલિક પોતાની પ્રોપર્ટી ડિટેલ કંપની સાથે શેર કરી શકે છે. કંપની જોશે કે તમારી પ્રોપર્ટી રેડિયો ફ્રીકવન્સી એનાલિસિસના આધારે યોગ્ય છે કે નહીં. જો પ્લોટ યોગ્ય લાગે તો કંપની MoU સાઇન કરે છે.

🔹જાણો કયા પ્રકારની પ્રોપર્ટી અને લોકેશનને મળે છે પ્રેફરન્સ..

▶ફૉરેસ્ટ એરિયા પ્રોપર્ટીને ફર્સ્ટ પ્રેફરસન્સ આપવામાં આવે છે. 

▶અન્ય પ્રેફરન્સ ઑપન અને પબ્લિક એરિયાની પ્રૉપર્ટીને આપવામાં આવે છે.

▶કોઇ પણ હૉસ્પિટલ, એજ્યુકેશન અને રેસિડેન્શિયલ બિલ્ડિંગના 100 મીટરના દાયરામાં ટૉવર ઇન્સ્ટૉલ નહી કરવામાં આવતા.

▶સ્ટ્રકચરલ સેફ્ટી, સર્ટિફિકેટ, મ્યૂનિસિપલ કૉરપોરેશનની પરમિશનની સાથે બોન્ડ પેપર સાઇન કરાવાય છે.

▶ભાડાંની પ્રૉપર્ટીની હાઇટ, સાઇઝ અને લોકેશન પર ડિપેન્ડ કરે છે. તમે 8000થી 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

🔹FOR USEFUL NEWS, DAILY VISIT OUR MAIN WEBSITE WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: