ધોરણ-8 પાઠ્યપુસ્તક પ્રમાણે 8.6.2 8 – કોષ રચના અને કાર્યો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-8 પાઠ્યપુસ્તક પ્રમાણે 8.6.2 8 – કોષ રચના અને કાર્યો


વિષય વસ્તુ


વનસ્પતિ કોષ અને પ્રાણીકોષની તુલના (ભાગ-2)


પ્રસ્તાવનાઃ

આપણી શરીરમાં જોવાનું કાર્ય આંખ કરે છે ચાલવા માટે પગ છે, બોલવા માટે મોઢુ છે, આમ શરીરના વિવિધ કામો માટે જુદા-જુદા અંગો જોવા મળે છે. તે જ પ્રમાણે શરીરમાં રહેલા કોષમાં પણ જુદા-જુદા કાર્યો માટે જુદી જુદી અંગિકાઓ સજીવ શરીરની જૈવિક ક્રિયાઓ માટે અગત્યની છે આ કોષ પ્રાણી કે વનસ્પતિની જરુરિયાત મુજબ અલગ-અલગ રચના ધરાવે છે. તો આજે આપણે તેમની રચના સમજીએ.

શીખવાનો હેતુઃ

હું શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓને વનસ્પતિકોષ(ટ્રેડેસ્કેન્સિયા) અને પ્રાણીકોષ(પેરામિશ્યમ)ના કે ડુંગળી આસ્થાપન બનાવતા કેવી રીતે શીખવીશ ?


આસ્થાપનનો સૂક્ષ્મદર્શકયંત્ર દ્વારા અવલોકન કરી આકૃતિ દોરતા તેમજ વનસ્પતિકોષ અને પ્રાણીકોષ વચ્ચે તુલના કરતા કેવી રીતે શીખવીશ ?


અધ્યયન નિષ્પત્તિઓ:

પદાર્થ અને સજીવોની તેમનાં ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદાં પાડે છે.


પ્રક્રિયા અને સજીવોની નામનિર્દેશનવાળી આકૃતિ દોરે .


પૂર્વ તૈયારીઃ

કોઈપણ પાઠયપુસ્તકમાંથી દા.ત. ઉચ્ચતર માધ્યમિકનું જીવવિજ્ઞાનનું પાઠયપુસ્તક મેળવી કોષ વિશે માહિતી એકઠી કરો. (શિક્ષક પોતાની જાણકારી માટે)


કોષનિદર્શન માટે સૂક્ષ્મદર્શકયંત્ર, ડુંગળી કે ટ્રેડેસ્કેન્સિયા, કવરસ્લીપ સાદી સ્લાઈડ,વોચગ્લાસ,ડ્રોપર,ચિપિયો,બ્લોટીંગ પેપર કે સુતરાઉ રૂમાલ અને જરુરી અભિરંજક વગેરે પ્રયોગશાળા માંથી મેળવીને રાખો.


વિવિઘ કોષોનો અભ્યાસ કરે અને સુક્ષ્મદર્શકયંત્રમાં જોઈ જે આકાર જુએ છે તે આકૃતિ વિધાર્થી દોરે તે અપેક્ષિત છે.


વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ

વનસ્પતિ કોષઃ  કોષ દિવાલ, કોષરસપટલ, કોષરસ, કોષકેન્દ્ર, રંજકકણો (હરિતકણ), રસધાની ધરાવે છે.


પ્રાણી કોષઃ કોષરસપટલ, કોષરસ, કોષકેન્દ્ર,અને નાની નાની રસધાનીઓ ધરાવે છે.


વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ

શિક્ષક વિદ્યાર્થીઓને સજીવોના લક્ષણો જણાવવા કહેશે. સજીવોના લક્ષણોના આધારે વિવિઘ કાર્યોની યાદી બનાવવા કહો.


શું વનસ્પતિ સજીવ છે? તેની ચર્ચા વર્ગખંડમાં કરે.


સજીવોમાં વિવિઘ કાર્યો કરવા માટે અંગતંત્ર, અંગો, પેશી અને કોષની રચનાની ઉતરતા ક્રમમાં સમજ આપો અને કદની સરખામણી કરો. શાળામાં લીમડો, તુલસી કે અન્ય છે તે ઉદાહરણ આપી તેના વિવિધ અંગોની ચર્ચા કરો.


આમ, કોષ અતિસુક્ષ્મ હોવાથી તેનો અભ્યાસ કરવા સુક્ષ્મદર્શકયંત્રની જરૂર પડે છે તે સમજ આપો.


કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.


કોષના અભ્યાસ માટે સૌ પ્રથમ બોર્ડ પર વનસ્પતિકોષ(ડુંગળીના) અને પ્રાણીકોષની આકૃતિ દોરો તેના વિવિધ ભાગોની સમજ આપવી જેમકે......


વનસ્પતિકોષમાં કોષદિવાલ આવેલી હોય છે  તે કોષરસપટલની બહાર આવેલું જાડુ પડ છે જે વનસ્પતિ કોષને રક્ષણ પુરુ પાડે છે.


વનસ્પતિકોષ અને પ્રાણીકોષ બંનેમાં  કોષરસપટલ  આવેલું હોય છે, જે છિદ્રવાળુ હોય છે અને વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે.


વનસ્પતિકોષ અને પ્રાણીકોષ બંને કોષરસ ધરાવે છે જે જેલી જેવું ઘટ્ટ પ્રવાહી છે. કોષના કેન્દ્રમાં ધટ્ટ ગોળાકાર રચના આવેલી છે જેને કોષકેન્દ્ર કહે છે. તેમાં વારસાગત લક્ષણો માટે જવાબદાર જનીન હોય છે.


વનસ્પતિકોષમાં મોટી રસધાની જોવા મળે છે.


પ્રાણીકોષમાં નાની રસધાની હોય કે ન પણ હોય.


વનસ્પતિકોષ હરિતકણ ધરાવે છે.


હવે સુક્ષ્મદર્શકયંત્રમાં વનસ્પતિકોષ (ડુંગળી) બતાવવો.


ડુંગળીના કોષ જોવા માટે આસ્થાપનઃ


 સૌપ્રથમ ડુંગળી લઈ તેની ઉપર નું પડ દૂર કરો.


 હવે ડુંગળી પર ઉભો કાપો મૂકી બે ભાગ કરી તેનું એક પડ લો.


 આ પડના અંતર્ગોળ ભાગ પર રહેલુ પાતળુ પારદર્શક પડ લો. (જરૂર જણાય તો ડુંગળીના પડને ત્રાંસૂ ફાડો જેથી પાતળુ પડ સરળતાથી મળી રહેશે.)


 પારદર્શક પડને 1-2 ટીંપા મિથિલીન બ્લૂ  નાખેલા પાણીવાળા વોચગ્લાસ/સફેદ ઢાંકણમાં લો.


 બે મિનિટ પછી આ પારદર્શક પડ ને સાફ કરેલી સ્લાઈડ પર મૂકો તેના પર પાણીનું એક ટીપુ મૂકી સાફ કવરસ્લીપ ઢાંકી સૂક્ષ્મદર્શકયંત્રમાં જુઓ (ઉત્તમ દર્શન માટે ને પ્રકાચ 15  x અને વસ્તુકાચ 45 x પર ગોઠવો.)


 વિદ્યાર્થીઓને પણ સૂક્ષ્મદર્શકયંત્રમાં અવલોકન કરાવો અને  વિદ્યાર્થીએ જે જોયુ છે તેની પ્રશ્ર્નોત્તરી દ્વારા ખાતરી પણ કરો.


વિદ્યાર્થીને સ્લાઈડ માં જોયેલ આકારની આકૃતિ દોરવા કહો.


પ્રાણીકોષની આકૃતિ બોર્ડ પર દોરી વિદ્યારર્થીઓને સમજણ પૂરી પાડો.


આજ પ્રમાણે ડુંગળીના કોષની આકૃતિ પણ બોર્ડ પર દોરો.


દોરેલ આકૃતિના આધારે વનસ્પતિકોષ Vs પ્રાણીકોષની તુલના કરવા કહો.


આસ્થાપન બનાવતી વખતે લેવાની કાળજીથી વિઘાર્થીઓને વાકેફ કરો.


(શિક્ષકે સૂક્ષ્મદર્શકયંત્રની ઓળખ અને વિવિધ ભાગો ના ઉપયોગ માટેની માહિતી વાળી pdf નું અધ્યયન કરવુ.

કુમળા પ્રકાંડ કે કુમળા મૂળના આડા છેદ લેવડાવો અને તેમના આસ્થાપન વિધાર્થીઓ બનાવે તેમજ આકૃતિ દોરે તેવા પ્રયત્ન કરવો.


પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

 (પ્રાણીકોષ (પેરામિશ્યમ) અને વનસ્પતિકોષ (ટ્રેડેસ્કેન્સિયામાં/ડુંગળી)નું આસ્થાપન)

પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતીના આધારે કોષ જોવા માટેનાં વિવિધ આસ્થાપન બાળક જાતે બનાવતો થાય તેવા પ્રયત્નો કરવા.

વનસ્પતિકોષ અને પ્રાણીકોષના દોરેલી આકૃતિમાં વિવિધ ભાગોના નામનિદર્શન કરે.


NCERT KIT માં આપેલ કાયમી સ્લાઈડનો ઉપયોગ દોરો અને વિદ્યાર્થીઓને પણ નામનિર્દેશનવાળી આકૃતિ દોરવાનો મહાવરો કરાવો.


Download PDF

Subscribe to receive free email updates: