ધોરણ-6 એકમ-4–ભૂમિતિના પાયાના ખ્યાલો
વિષય વસ્તુ
વક્ર
પ્રસ્તાવનાઃ
આપણા રોજિંદા જીવનમાં દરરોજ વિવિધ વસ્તુઓને આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે વપરાશમાં લેવાતી આ વસ્તુઓને ભૂમિતિના ખ્યાલથી જોવાનો અને અવલોકન કરવાનો પ્રયત્ન કરવો જ રહ્યો તથા બાળકોને એ દિશામાં વિચારતાં કરવાં જ રહ્યાં. મૂળાક્ષરો લખવા માટે સીધી કે વાંકી-ચૂકી લીટીઓ દોરવી પડે છે. ચિત્રકામ કરવા માટે આપણે જુદાં-જુદાં વળાંકો દોરીએ છીએ. આપણી શાળામાં રંગોળીકામમાં જુદીજુદી વક્ર લીટીઓ દોરીએ છીએ. આવો આવા વક્ર વિશે વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવશું તે સમજીએ.
શીખવાનો હેતુઃ
હું વિદ્યાર્થીઓને વક્રનો પરિચય કેવી રીતે આપીશ ?
હું વિદ્યાર્થીઓને બંધ વક્ર દ્વારા બનતા ભાગ વિશે કેવી રીતે સમજાવીશ ?
અધ્યયનની નિષ્પત્તિઓઃ
વિદ્યાર્થીઓ વક્ર વિશે અને બંધ વક્રના ભાગ વિશે સમજ મેળવે છે.
પૂર્વ તૈયારીઃ
વિદ્યાર્થીઓની બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ, વિશેની સમજની પૂર્વ ચર્ચા કરવી પ્રવૃત્તિ અને પ્રશ્નોત્તરી દ્વારા ચકાસણી કરવી.
આપણી આજુબાજુ જોવા મળતાં વક્રના ચિત્રોનો ચાર્ટ બનાવવો. ફ્લેશ કાર્ડ બનાવવો.
વિદ્યાર્થીઓ પાસે તેમની આજુબાજુના જોવા મળતા પદાર્થો વસ્તુઓ આકૃતિઓની યાદી બનાવડાવી તેમાં સમાયેલા ભૂમિતિના ખ્યાલે વિશે ચર્ચા કરવી.
વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ
વક્રઃ- માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર પેન્સિલ ઉપાડ્યા સિવાય દોરેલા આકારોને વક્ર કહેવાય છે.
અહીં દોરેલ ચિત્રો જુઓ આ ચિત્રો ક્યાંય જોયાં છે ? બીજાં આવાં કયાં કયાં ચિત્રો જોયેલાં છે ? ચર્ચા કરો.
આ દોરવા માટે માપપટ્ટીનો ઉપયોગ થતો નથી. તેને પેન્સિલ વડે સીધા જ દોરી શકાય છે.
સીધી રેખાને પણ વક્ર ગણી શકાય.
સાદા વક્રોઃ જે વક્રો એકબીજા પરથી પસાર ન થાય તે વક્રોને સાદા વક્રો કહે છે.
પ્રવૃત્તિ-1-
શિક્ષકે બોર્ડમાં જેવી 10 આકૃતિઓ દોરવી.
દરેક આકૃતિ વિશે ચર્ચા કરી ખુલ્લા અને બંધ વક્રની સમજ આપવી.
ઉપરની આકૃતિઓમાં એકબીજા પર પસાર થયા હોય તેવા વક્ર અને એકબીજા પરથી પસાર ન થાય તેવા વક્ર શોધી બતાવવા કહેવું અને સાદા વક્ર અને સાદા ન હોય તેવા વક્રની સમજ આપવી.
પ્રવૃત્તિ-1:
શિક્ષક વિદ્યાર્થીઓને વર્તુળાકારે ઉભા રાખી એકબીજાના હાથ પકડી બંધ વક્ર જેવી રચના બનાવડાવશે.
2-3 બાળકોને અંદરના ભાગે અને 2-3 બાળકોને બહારના ભાગે બેસાડી પ્રશ્નોત્તરી કરાવવી.
છાયા ક્યાં છે ?
અશોક ક્યાં છે ?
મનોજ ક્યાં છે ? જેવા પ્રશ્નો પૂછી શિક્ષકે વિદ્યાર્થીઓને વક્રનો અંદરનો ભાગ, વક્રનો બહારનો ભાગ અને વક્ર પરનો ભાગ વિશે સ્પષ્ટ સમજ આપવી.
પ્રવૃત્તિ-2
વિદ્યાર્થીઓ પાસે ખુલ્લા વક્ર અને બંધ વક્રના 5-5 ચિત્રો દોરાવવા. તેનું નિદર્શન ગોઠવી દરેક બાળકોને બતાવવુ.
જે વક્રો એકબીજા પરથી પસાર થાય છે તે વક્રોને સાદાં ના હોય તેવા વક્રો કહેવાય છે.
અહીં આકૃતિ p માં દર્શાવ્યા મુજબના વક્રોને ખુલ્લા વક્રો અને આકૃતિ-q માં દર્શાવ્યા મુજબના વક્રોને બંધ વક્રો કહેવાય છે.
બંધ વક્રના ત્રણ ભાગ છે.
વક્રનો અંદરનો ભાગ (P)
વક્રનો બહારનો ભાગ (R)
વક્રની હદ (Q)
વક્રની હદ સાથેના અંદરના ભાગને વક્રપ્રદેશ કહેવાય છે.
વિડિયોઃ વક્રની સમજ આપતો વીડિઓ.
છાપામાંથી રસ્તો શોધો રમતના કટીંગ એકઠા કરાવી તેમાંથી ખુલ્લો વક્ર, બંધ વક્ર, સાદા વક્ર અને બંધ વક્ર શોધાવવા.
