ધોરણ-6 એકમ-7–અપૂર્ણાંક સંખ્યાઓવોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-6 એકમ-7–અપૂર્ણાંક સંખ્યાઓ


વિષય વસ્તુ


અપૂર્ણાંકના સરવાળા


પ્રસ્તાવનાઃ

આપણા વર્ગનાં મોટા ભાગમાં વિદ્યાર્થીઓ પૂર્ણ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે સરવાળો સરળતાથી કરી શકે છે. જ્યારે પોતાના રોજિંદા જીવનમાં અપૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં મુશ્કેલી અનુભવે છે. વિદ્યાર્થી સવારે  112112 અને સાંજે  112112રોટલી જમે છે, તો આવી સંખ્યાનાં સરવાળા કેટલીકવાર મૌખિક રીતે કરી શકે છે. પરંતુ સવારે 212212 લીટર દૂધ અને સાંજે  112112લીટર દૂધ મળીને એક દિવસનું કુલ દૂધ કેટલું થયું તથા સવારે લીધેલ 312312  લીટર દૂધમાંથી 112112લીટર દૂધ વપરાયું તો હવે કેટલું દૂધ વધ્યું જેવા વ્યાવહારિક પ્રશ્નો ઉકેલવામાં મુશ્કેલી અનુભવે છે. આ બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ.

શીખવાનો હેતુઃ

હું શિક્ષક તરીકે મારા વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં ઉપયોગી અપૂર્ણાંકના સરવાળા કેવી રીતે સમજાવી શકીશ ?


અધ્યયનની નિષ્પત્તિઓઃ

રોજીંદા જીવનની પરિસ્થિતિને લગતા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના કોયડાઓ ઉકેલે છે.


પૂર્વ તૈયારીઃ

વિદ્યાર્થીનાં જીવનમાં જરૂરી એવા સમઅપૂર્ણાંકોની ચર્ચી કરી સમઅપૂર્ણાંકની સમજ કેળવવા પ્રયત્ન (ચિત્રાત્મક રજૂઆત)

એક રોટલીનો અડધો ભાગ એટલે 1212


એક રોટલીનાં ચાર સરખા ભાગમાંથી બે ભાગ એટલે 2424


એક રોટલીનાં 8 સરખા ભાગમાંથી 4 ભાગ એટલે 4848 આ પ્રકારનાં અન્ય ઉદાહરણો કાગળને વાળીને પણ આપવા.


અપૂર્ણાંકોની તુલના અને ચિત્રાત્મક રજૂઆત સાથે ચર્ચા. બાળકોને ચિત્ર બતાવીને એ ભાગ પરથી ચોકથી કલર પુરવો.

એક રોટલાનાં બે સરખા ભાગમાંથી 1 ભાગ ખાઇ જવો.


એક રોટલાનાં ત્રણ સરખા ભાગમાંથી 1 ભાગ ખાઇ જવો.


એક રોટલાનાં ચાર સરખા ભાગમાંથી 1 ભાગ ખાઇ જવો.


વિષમચ્છેદી અપૂર્ણાંકોની સમજૂતી અને સરખામણી.

વિષમચ્છેદી અપૂર્ણાંકોની સમચ્છેદી કરવાની ચર્ચા.


એક રોટલાનાં બે ભાગમાંથી એક ભાગ 1212


એક રોટલાનાં ત્રણ ભાગમાંથી બે ભાગ 2323


 આ બન્નેને સમચ્છેદી કરતાં,

વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ

અપૂર્ણાંકના સરવાળા માટે સરખા છેદથી શરૂઆત કરીએ.


તબક્કાવાર પ્રવૃત્તિ:

પ્રવૃત્તિ-1:

પેપર ફોલ્ડીંગનો ઉપયોગ કરીને આપણે ચિત્ર દ્વારા નીચેના દાખલાનો ઉકેલ શોધતા શીખવીશું.


             (1) 18+1818+18 (2) 25+3525+35  (3) 16+26+1616+26+16

શુભમે તેના રૂમની દિવાલનાં 2/3 ભાગ પર રંગ કર્યો પછી તેની બહેન માધવીએ તેની રૂમના 1/3 ભાગ પર રંગ કરવામાં મદદ કરી, તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો ?


ઉપરનો કોયડો પેપર ફોલ્ડીંગથી સમજાવી શકાય.


વીડિઓ: કાગળ અને બટનની મદદથી અપૂર્ણાંકના સરવાળાની સમજનો વીડિઓ.

પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 7.5 માં આપેલ અપૂર્ણાંકના સરવાળાના ચાર્ટ તૈયાર કરાવવા.

આ સિવાયના ઉદાહરણો આપી બાળકો પાસે પણ આવા ચાર્ટ તૈયાર કરાવો.


વિભાગ-7 માં આપેલ વીડિઓ વિદ્યાર્થીઓને બતાવી તેને સંબંધિત પ્રશ્નોત્તરી કરો.


Download PDF

Subscribe to receive free email updates: