ધોરણ-8 પાઠ્યપુસ્તક પ્રમાણે 8.6.1 8 – કોષ રચના અને કાર્યો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-8 પાઠ્યપુસ્તક પ્રમાણે 8.6.1 8 – કોષ રચના અને કાર્યો


વિષય વસ્તુ


સૂક્ષ્મદર્શકયંત્રના ભાગોની ઓળખ અને તેનો ઉપયોગ (ભાગ-1)


પ્રસ્તાવનાઃ

આપણી શાળામાં કે ઘરમાં આપણે કોઇને વાગતા લોહી નીકળતું જોયું જ હશે લાલ દેખાતું આ લોહી અનેક કણોનું બનેલું હોય છે. જે આપણે નરી આંખે જોઇ શકતા નથી.
આવી સૂક્ષ્મ વસ્તુઓને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શકયંત્રનો ઉપયોગ કરીએ છીએ. આ સૂક્ષ્મદર્શકયંત્રના વિવિધ ભાગોની ઓળખ અને તેના ઉપયોગ વિશેની સમજ મેળવવાનો પ્રયાસ કરીએ. આના સિવાય પણ સૂક્ષ્મજીવાણુ આપણે નરી આંખે જોઇ શકતા નથી. તેમને જોવા માટે પણ સૂક્ષ્મદર્શકયંત્રનો ઉપયોગ થાય છે.

શીખવાનો હેતુઃ

 હું શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓને સૂક્ષ્મદર્શકના વિવિધ ભાગોની ઓળખ અને તેનો ઉપયોગ કઇ રીતે કરવો તેની જાણકારી કેવી રીતે આપીશ ?

અધ્યયન નિષ્પત્તિઓઃ

પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.


પ્રક્રિયા અને સજીવોની નામનિર્દેશનવાળી આકૃતિ દોરે.


પૂર્વ તૈયારીઃ

સૂક્ષ્મદર્શકયંત્ર અને સૂક્ષ્મદર્શકયંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ મેળવી રાખો.


કાયમી સ્લાઇડ મેળવી રાખો.


વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ

નરી આંખે ના દેખાતી કે ખૂબ જ નાની વસ્તુઓને મોટી જોવા માટે વિપુલદર્શનયંત્ર એટલે સૂક્ષ્મદર્શકયંત્રનો ઉપયોગ કરીએ છીએ. સૂક્ષ્મદર્શકયંત્ર યોગ્ય કાર્ય કરતું રહે તે માટે તેની યોગ્ય જાળવણી કરવી જોઇએ સૂક્ષ્મદર્શકયંત્રમાં વસ્તુ જોતી વખતે વિવિધ ભાગોનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો જ વસ્તુનું સુસ્પષ્ટ વિશાલન જોઇ શકાય.

વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ

વર્ગખંડમાં આંખે જોઇ શકાય તેવી (મોટી) વસ્તુઓ/ચિત્રો બતાવો અને તેના રંગ, આકાર, કદ વગેરે વિશે માહિતી લખવા કહો.


હવે વર્ગખંડમાં દવાની જૂની બોટલ લાવી બોટલ પર એકદમ ઝીણાં અક્ષરો બાળકોને વાંચવા કહો. બિલોરી કાચ રાખી બાળકોને તે જ માહિતી વાંચવા કહો શું વાંચી શકાય છે ? શા માટે ?


આનાથી પણ ઝીણી વસ્તુ કે પદાર્થ હોય તો તમે શું કરશો ?


વર્ગખંડમાં સૂક્ષ્મદર્શકયંત્ર લઇ આવો.


સૂક્ષ્મદર્શકયંત્રના વિવિધ ભાગોનો પરિચય આપો તથા વિવિધ ભાગોનો ઉપયોગ શા માટે અને કેવી રીતે કરવો તેની સમજ આપો.


નીચે આપેલી Pdf-1 File માં વિગતે જાણકારી આપેલી છે.


સૂક્ષ્મદર્શકયંત્રના ભાગો અને ઉપયોગ 

પાયોઃ- ઘોડોની નાળ જેવો આધારતલનો ભાગ


સ્તંભઃ- પાયા અને હાથાને જોડતો ટૂંકો ભાગ જેના સાથે અરીસો ગોઠવાયેલો હોય છે.


કોણ/સાંધોઃ- પ્રકાશ માટે સૂક્ષ્મદર્શકયંત્રનો કોણ બદલવા જરૂરી વ્યવસ્થા.


હાથોઃ- મુખ્ય નળી અને સ્તંભને જોડતો ભાગ કે જેને પકડીને સૂક્ષ્મદર્શકયંત્રની હેરફેર શક્ય છે.


અરીસોઃ- તે સ્તંભ સાથે જોડાયેલ હોય છે. તેની એક સપાટી પર સપાટ અરીસો અને બીજી સપાટી પર અંતર્ગોળ અરીસો હોય છે.


           અરીસાને ફેરવી જરૂરી પ્રમાણમાં પ્રકાશને બેઠકના કાણાં વાટે આસ્થાપન પર ગોઠવી શકાય છે.

બેઠકઃ- કાળા રંગનો ચોરસ ભાગ જેમાં વચ્ચે કાણું છે આ કાણાં પર સ્લાઇડનો આસ્થાપનવાળો ભાગ ગોઠવવો જોઇએ જરૂર જણાય ત્યારે બાજુમાં આપેલી બે ક્લીપ સ્લાઇડ હલે નહીં તે રીતે મજબૂત પકડી રાખી શકાય.


ડાયાફ્રામ અથવા કન્ડેન્સર (પડદો)- બેઠકના કાણાંની નીચે (પડદો) ડાયાફ્રામ ગોઠવાયેલો હોય છે જેનું કદ ઇચ્છા અનુસાર નાનુ-મોટુ કરી શકાય છે જેનાથી સ્લાઇડ પર પડતા પ્રકાશનું નિયંત્રણ થઇ શકે છે.


નોઝપીસઃ- મુખ્ય નળીના બેઠક તરફના છેડે ગોળ ફેરવી શકાય તેવું નોઝ-પીસ હોય છે.


            નોઝ-પીસ પર બે કે ત્રણ વસ્તુકાચ (ઓબ્જેક્ટીવ લેન્સ) ફીટ કરી શકાય તેવી વ્યવસ્થા હોય છે.
            નોઝ-પીસ ફેરવીને વિશાલનવાળો વસ્તુકાચ બેઠકના છિદ્રની સામે ગોઠવી શકાય છે.

નેત્રકકાચઃ- મુખ્યનળીના ઉપરના છેડે નેત્ર કાચ હોય છે. આ કાચ પર આંખ રાખી આસ્થાપન જોવામાં આવે છે.


મુખ્યનળીઃ- નેત્ર કાચ અને વસ્તુકાચને જોડતી બંધ નળીને મુખ્યનળી કહે છે.


સાદી ગોઠવણી માટેનો સ્ક્રુઃ- તૈયાર કરેલા આસ્થાપનને બેઠકના કાણાં પર ગોઠવીને નેત્રકાચમાં જોતા જોતા સાદી ગોઠવણી માટેનો સ્ક્રુ ફેરવતા આસ્થાપન જોઇ શકાય છે.


સુક્ષ્મ ગોઠવણી માટેનો સ્ક્રુઃ- સાદી ગોઠવણી માટેના સ્ક્રુની મદદથી દેખાતી આસ્થાપનને સુસ્પષ્ટ જોવા ઉપયોગી છે.

આપની પાસે રહેલી કાયમી સ્લાઇડને સુક્ષ્મદર્શકયંત્રમાં ગોઠવતાં શીખવો.


જો તમારા પાસે કાયમી સ્લાઇડ ના હોય તો Pdf-2 મુજબ સ્લાઇડ બનાવો.


આસ્થાપન તૈયાર કરવાની રીત 
જે વસ્તુનો અભ્યાસ કરવાનો છે તેને કાચની સ્લાઇડ પર પાણી/ગ્લીસરીનમાં મૂકી તેના પર કવરસ્લીપ યોગ્ય રીતે ઢાંકવી આને આસ્થાપન તૈયાર કર્યું કહેવાય.

ટેબલની સપાટીને સ્વચ્છ કપડા વડે સાફ કરો તેના પર વોચગ્લાસ/નાની ડિસ મૂકી તેમાં થોડું પાણી અને જરૂરી હોય તો બે ટીંપા અભિરંજક પણ નાંખો.


સ્લાઇડ પાણીથી ધોઇ કોટનના કપડાથી સાફ કરો સ્લાઇડને કિનારી એથી જ પકડો તે અપેક્ષિત છે આ રીતે કવરસ્લીપ પણ સાફ કરો.


જે વસ્તુને જોવાની છે તેને વોચગ્લાસમાં મુકી અભિરંજીત કરો.


ડ્રોપરની મદદથી સ્લાઇડના વચ્ચે પાણીના એકાદ બે ટીંપા મુકી અભિરંજિત થયેલી વસ્તુ હળવેથી બ્રશ વડે ઉપાડીને સ્લાઇડમાં યોગ્ય રીતે પાણીમાં ડૂબે તે રીતે મૂકો.


સાફ કરેલી કવર સ્લીપને કિનારીએથી પકડી સ્લાઇડ સાથે 45° નો ખૂણો બને તે રીતે પાણીના ટપકાં પાસે મુકી હળવેથી પાણી પર મુકી દો.


કવરસ્લીપની નીચે હવાનો પરપોટો ના રહે તે અપેક્ષિત છે પરંતુ જો પરપોટો રહી જાય તો સ્લાઇડને ત્રાંસી કરી એક છેડેથી કવરસ્લીપની નીચે ડ્રોપર વડે પાણીનું ટીંપુ મુકો અને કવર સ્લીપના બીજા છેડે કોટનનો રૂમાલ રાખી વધારાનું પાણી શોષી લો.


અથવા તો


            હળવે હાથે કવરસ્લીપને નીડલ વડે ટપારો.

વધારાનું પાણી કોટનના રૂમાલ વડે ચૂસી લો.


આ તૈયાર થયેલા આસ્થાપનને સૂક્ષ્મદર્શકયંત્રમાં જુઓ અને જોતા જોતા આકૃતિ દોરવા પ્રયત્ને કરો.


વારાફરતી બાળકોને સૂક્ષ્મદર્શકયંત્રમાં અવલોકન કરાવો અને જોયેલી વસ્તુ કેવા રંગની છે, આકાર કેવો છે તે લખવા/દોરવા કહો.


વર્ગખંડમાં સૂક્ષ્મદર્શકયંત્રની નામનિર્દેશનવાળી આકૃતિનું ચિત્ર ચોંટાડી રાખો જેથી કરીને વિદ્યાર્થીઓ જરૂર જણાય તો મહાવરો કરી શકાય.


સૂક્ષ્મદર્શકયંત્રના ઉપયોગ વખતે રાખવાની કાળજીથી બાળકોને અવગત કરાવો (Pdf-3)


સૂક્ષ્મદર્શકયંત્રનો ઉપયોગ 
સૂક્ષ્મદર્શકયંત્રનો ઉપયોગ કરાવતા પહેલા શિક્ષકે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવુ.
જેમકેઃ-

સૂક્ષ્મદર્શકયંત્રને સ્થાનફેર કરતી વખતે એક હાથે સૂક્ષ્મદર્શકયંત્રનો હાથો પકડવો અને બીજા હાથ વડે તેના પાયાને ટેકો આપો અને તેને ટેબલ પર હળવેથી એવી રીતે મુકો કે જેથી “હાથા” નો ભાગ તમારા તરફ રહે.


હળવા હાથે સ્વચ્છ સુતરાઉ કાપડ/રૂમાલ વડે નેત્રકાચ, વસ્તુકાચ, ડાયાફ્રામ, અરીસો તેમજ બેઠકના ભાગને સાફ કરો.


નોઝ-પીસને ગોળ ફેરવી વસ્તુ કાચને મુખ્યનળી સાથે એકરેખસ્થ કરી અરીસાને એવી રીતે ગોઠવો કે નેત્રકાચમાંથી જોતા યોગ્ય પ્રકાશ દેખાય.


તૈયાર કરેલી સ્લાઈડને બેઠકના કાણાં પર એવી રીતે મૂકો કે જેથી આસ્થાપન દર્શાવતો ભાગ કાણાં પર જ આવે.


વસ્તુકાચને સ્લાઇડની નજીક લાવે અને નેત્રકાચમાંથી જોતા જોતા મોટો સ્ક્રુ ધીમે ધીમે ફેરવતા જાઓ સ્લાઇડથી 1.5 થી 2 સેમી અંતરે આસ્થાપન દેખાશે આસ્થાપનને સુસ્પષ્ટ જોવા માટે નાના સ્ક્રૂનો ઉપયોગ કરો.


આસ્થાપન સુસ્પષ્ટ દેખાયા પછી જરૂર જણાય તો ડાયાફ્રામનો ઉપયોગ કરી પ્રકાશ વધુ કે ઓછો કરો.


અનુભવ કરાવોઃ-
વિદ્યાર્થીઓને નેત્રકાચથી આસ્થાપનનો અભ્યાસ કરતી વખતે બંને આંખ ખુલ્લી રાખવાની ટેવ પાડો સ્લાઇડ જોતાં આગળ ખસેડતાં રહો અને દ્રશ્ય કઇ બાજુ ખસે છે ? હવે સ્લાઇડ પાછળની બાજુ ખસેડાવો તો દ્રશ્ય કઇ બાજુ ખસે છે તેનો પણ અનુભવ આપો.
એક વિદ્યાર્થી સ્લાઇડ જોતો હોય ત્યારે સૂક્ષ્મદર્શકયંત્રની આગળ કે વિદ્યાર્થીની પાછળ પણ અન્ય વિદ્યાર્થીઓને ઉભા રહેવા ના દેવા જોઇએ.

પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

શિક્ષક ક્રમશઃ

વિદ્યાર્થીઓને સૂક્ષ્મદર્શકયંત્ર પાસે બોલાવી કોઇ એક ભાગ બતાવી તે ભાગનું નામ અને તેના ઉપયોગ વિશે જણાવતા વિદ્યાર્થીને કહેશે.

શિક્ષકે આપેલી પરમેનન્ટ સ્લાઇડ વિદ્યાર્થી જાતે સૂક્ષ્મદર્શકયંત્રમાં ગોઠવે અને સુસ્પષ્ટ સ્લાઇડ જોઇ શિક્ષકને બતાવે.


Download PDF

Subscribe to receive free email updates: