ધોરણ-8 પાઠ્યપુસ્તક પ્રમાણે 7.12 7 – વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-8 પાઠ્યપુસ્તક પ્રમાણે 7.12 7 – વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ


વિષય વસ્તુ


પુનઃવનીકરણ


પ્રસ્તાવનાઃ

આ એકમમાં અગાઉ 7.1 થી 7.10 સુધીની બાબતોમાં વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટેની વિવિધ માહિતીની જાણકારી મેળવી હશે. આપણા રાજ્યનો મોટાભાગનો વિસ્તાર અને તેમાં વસતા લોકોને વન્ય પ્રાણીઓ અને તેની વનસ્પતિઓ સાથે સીધો અને નજીકનો સંબંધ છે. ખેતી પ્રધાન રાજ્યમાં મોટાભાગનું કામ પણ વનસ્પતિ અને પ્રાણીઓ સાથે જોડાયેલ છે. આપણી કેટલીક ક્રિયાઓ વનસ્પતિ અને પ્રાણીઓ પર અસર કરતી હોય છે. દા.ત. રોજીંદા જીવનની જરૂરિયાત માટે જંગલમાંથી મધ, ગુંદર વિવિધ પ્રકારના ફળો, ઔષધિઓ, જમવા માટેની પતરાવાળી માટેના પાન કે રસોઇ માટેનું બળતણ વીણતા હોઇએ છીએ. આ બાબતોથી સુનિશ્ચિત થાય છે કે જંગલ આપણા જીવન માટે અગત્યની સહાયક બાબત છે. વનસ્પતિ અને પ્રાણીની યોગ્ય સંભાળ કે દેખરેખ ના થાય તો જીવનની પ્રથમ જરૂરીયાત શુદ્ધ હવા પર અસર થાય છે. હવા બાદ તેની વિઘાતક અસર વનસ્પતિ અને તે બાદ પ્રાણીઓ પર થાય છે. આખરે માનવીનું જીવન જીવવુ દુષ્કર બની જતું હોય છે. આવા દુષ્કર જીવનથી બચવા માટે પ્રાણી, વન અને વનસ્પતિને સુરક્ષિત કરવી જરૂરી છે. અહીં કેટલીક જાગૃતિની બાબતોને વિગતથી સમજવાનો પ્રયાસ કરીએ.

શીખવાનો હેતુઃ

હું અહીં વનસ્પતિ અને પ્રાણીના સંરક્ષણ માટે વિદ્યાર્થીઓમાં તેની સમજ કઇ રીતે કેળવી શકું ?


હું એવું તો શું કરી શકુ જેનાથી વિદ્યાર્થીઓમાં વનસંરક્ષણ માટેની જાગૃતિ કેળવુ શકું ?


અધ્યયન નિષ્પત્તિ:

પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે.

પૂર્વ તૈયારીઃ


(1).     વિદ્યાર્થીઓના ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી એવી ચીજ-વસ્તુઓની યાદી કે જે આસપાસના પર્યાવરણ સાથે સીધી રીતે જોડાયેલ હોય.

વિવિધ વન્ય અને પ્રાણી સૃષ્ટિની માહિતીની ચર્ચા.


શાળાબાગમાં ઉગતી શાકભાજી, ફૂલછોડ, ઔષધિના રોપાકે ઝાડ પાનની યાદી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાવો.    


(2).   ગુજરાત રાજ્યમાં આવેલા વિવિધ પ્રકારના અભયારણ્યની માહિતીનો ચાર્ટ તૈયાર કરાવી તેની માહિતી આપો.

વિદ્યાર્થીઓને www.wii.gov.inપરથી ‘રેડ ડેટા બુક’ વાંચીને તેમાં આપેલ માહિતીનો સાર કહો.


વિદ્યાર્થીઓને ઘરેથી તેમના વાલીઓ પાસેથી એવી માહિતી એકત્ર કરાવડાવો કે વર્ષો પહેલા તેમના ગામમાં કયા-કયા પક્ષીઓ હતા જે આજે જોવા નથી મળતા કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે.


વિદ્યાર્થીઓને નાના-નાના જૂથમાં કેટલાક સમસ્યારૂપ પ્રશ્નો આપી પ્રશ્નોત્તરી કરાવી તેના ઉત્તર મેળવો. જે પ્રશ્નોના ઉત્તર ના મળે કે સાચા ના હોય તેના સાચા ઉત્તર આપો.


(3).     ખાદ્ય સામગ્રી માટે વર્તમાનપત્ર (છાપા) ના કાગળનો ઉપયોગ શા માટે ન કરવો તેની માહિતી આપો.  

ખાવાની સામગ્રી પ્લાસ્ટિકના બદલે કાગળથી બનેલા સાધનોમાં શા માટે ઉપયોગમાં લેવી જોઇએ.


કાગળના સાધનોનો પણ અતિ વધુ ઉપયોગ શા માટે ના કરવો જોઇએ તે સમજાવો.


વૃક્ષોને કાપવાનું કારણ કાગળનો વપરાશ છે તે સમજાવો.


પ્રાણીઓનું સ્થળાંતર શું સૂચવે છે ? વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો.


પાઠ્યપુસ્તકમાં પ્રકરણ-7 ના અંતે આપેલ પર્યાવરણ અને વનમંત્રાલયના સરનામાં પર આપના વર્ગના કોઇ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો પત્ર લખવા માટે સહાય કરો.


વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ

વૃક્ષોથી વરસાદ આવે છે. હવા શુદ્ધ મળે છે. પર્યાવરણમાં રહેલાં હાનીકારક વાયુઓની માત્રા ઓછી થાય છે એવી બાબતોને આપણે વારંવાર સાંભળીએ છીએ. પરંતુ આ વૃક્ષોનું પ્રમાણ જાળવી રાખવું અને નવા-નવા વધુ વૃક્ષોનું વાવેતર કરવું કઇ રીતે તે દિશામાં વિચારવું તે એક કઠીન બાબત જણાય છે એટલી કઠીન નથી. વૃક્ષ નહી તો એક છોડ તો આપણે વાવીને તેને ઉછેરીને મોટો કરી શકીએને ? આપણા આંગણામાં રહેલ તુલસીનો છોડ એક ઉત્તમ ઉદાહરણ છે કે ઓછી જગ્યામાં અને વર્ષો સુધી ઉછેરીને સાચવી શકાય છે. આપણામાંથી થઇ શકે તેવી આવી બાબતોને સમજીએ.

વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ

આપના વર્ગના દરેક બાળકને પ્લાસ્ટીકની બિનઉપયોગી બોટલ લઇ તેને કાપીને તેમાં એક નાનકડા છોડનું રોપણ કરાવો.


વિદ્યાર્થીઓએ રોપેલા વિવિધ છોડના વિકાસ બાદ તેને બોટલમાંથી કાઢી યોગ્ય જમીન પર રોપવા માટે સુચના આપો.   


એક છોડ ઉછેરવા માટે લાગેલો સમય, કઇ-કઇ કાળજી લેવી પડી, પાણીની માત્રા કેટલી હતી, સૂર્ય પ્રકાશ માટે કઇ રીતે વ્યવસ્થા કરી, છોડના ખાતર તરીકો કોઇ સામગ્રી ઉપયોગમાં લીધી ? જો હા તો કઇ-કઇ તેની ચર્ચા કરાવો.


વિદ્યાર્ધીઓને તેમના ગામનો નકશો દર્શાવી તેમાં દરેક ઘરે કેટલા વૃક્ષો છે અને ગામની કઇ-કઇ જગ્યાએ ખાલી પડતર જમીન છે તે જાણવાનો જૂથમાં પ્રોજેકટ આપો.


ઉપરના પ્રોજેક્ટ દરેક ઘરમાં એક છોડ વાવવા માટે વિદ્યાર્થીઓને ઘરે-ઘરે જઇ સમજાવવા માટે માર્ગદર્શન આપો.


પડતર કે ખાલી જમીન પર કયા-કયા છોડ કે રોપા વાવી શકાય તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો.  


શાળા બાગ, ઘરનો બગીચો, ગામનો બગીચો, ખેતર, વાડીમાં કેટલાક છોડ કે રોપાઓ આપમેળે ઉગી નીકળતા હોય છે તે કઇ રીતે ઉગી નીકળે છે તે જાણવા માટે કહો.


ઓછી જમીન, અલ્પ માત્રામાં પાણીની ઉપલબ્ધી હોય ત્યારે કયા-કયા રોપાઓ-છોડ વાવી શકાય તેની યાદી બનાવી તેનો વિદ્યાર્થીઓના ઉપરના પ્રોજેક્ટમાં સહાયક બને તે રીતે સમાવેશ કરાવો.


આ કરવામાં પર્યાવરણ પર શું અસર થાય છે ? શું ફાયદા થવાની શક્યતા વધી જાય છે. દા.ત. સારા વરસાદ, જમીન ખારી થવી અટકવી વગેરે. આ બધી બાબતો/ફાયદાઓના ચાર્ટ બનાવીને વર્ગમાં કે ગામની ડેરી/સાર્વજનિક જગ્યા ઉપર બાળકોને લગાડવા માટે કહો.


વર્ગમાં ગામના એક ખેડૂત જેની જોડે ઘણો અનુભવ હોય અથવા વન વિભાગના કર્મચારીને બોલાવીને સંરક્ષણના ફાયદાની ચર્ચા કરો. વન વિભાગ જોડો પોસ્ટર કે બીજી કોઇ વિગત હોય તો તે શાળામાં લગાડો.

પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

પ્રવૃત્તિ માટે ઉપસંહાર

શક્ય હોય તો કાગળનું રીસાયકલીંગ કરતી વીડીયો ક્લીપ દર્શાવી તેમાં થતી પ્રક્રિયા વિશે ચર્ચા કરાવો.


ગુજરાત રાજ્યમાં આવેલ જંગલ અને અભયારણ્યમાં આવેલી વનસ્પતિઓ, પ્રાણીઓ, ઔષધીઓનો પરિચય કરાવો.


વૃક્ષ, પાણીનો બચાવ અને પ્લાસ્ટિક ઉપયોગનો પ્રતિબંધ દર્શાવતા પોસ્ટર અને સૂત્ર બનાવડાવી તેનું પ્રદર્શન કરો અથવા ગામમાં સાર્વજનિક જગ્યાએ લગાડો.


કાગળના વાસણો અને અન્ય સાધન સામગ્રીનું પ્રદર્શન કરાવો.


ગુજરાત સરકારે સિંહની સુરક્ષા માટે કરેલા પ્રયાસોની જાણકારી આપો.


Download PDF

Subscribe to receive free email updates: