તળપદા શબ્દો TALAPADA SHABDO



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

તળપદા શબ્દો TALAPADA SHABDO

જીપીએસસીમાં ક્યારેક વીસરાતા/તળપદા શબ્દો પૂછવામાં આવતા હોય છે. આવા શબ્દોની એક નાનકડી યાદી મળી આવતાં અહીં મૂકી છે. આશા અને અપેક્ષા છે કે ઉમેદવારોને કામ લાગશે.

TALAPADA SHABDO GUJARATI


ગુજરાતી ભાષાના લુપ્ત થઈ ગયેલા તળપદા શબ્દોની અર્થસહ યાદી

શબ્દ > અર્થ 

ટાપુવો > રોટલો

જેદર > ઘેંટું 

જુગાઈ > ચતુરાઈ 

ઠોબારી > ઠોઠ  

છન્ન > ઢંકાયેલું

ગેસાળી > ધૂળ 

જાંબૂનદ > સોનું 

ગંડૂષ > કોગળો 

કલિંગ > પક્ષી

ગુલ્ફ > ઢીંચણ 

ગોકીલ > હળ  

ઝષ > માછલું 

ડોહ > ધરો 

ખંજ > લંગડો 

ઝડાફો > ઝગડો

ડોડ > રીસ 

ઝુપી > ચિતા

તંનૂર > ચૂલો 

ઢેસરો > પોદળો 

તરો > માર્ગ 

તબક > રકાબી 

તલમીજ > શિષ્ય 

તરઘટ > ઉમરો 

તાક > છાશ 

તૂરિ > ઘોડો 

દગડ > પથ્થર 

તરફોડો > છણકો 

દૂરિત > પાપ

દંડક > નર્મદા 

તાજિર > વેપારી

દળવાદળ > સૈન્ય 

દામિની > વીજળી

તડાગ > તળાવ 

દ્વિરદ > હાથી

તરોપો > નાળિયેર

દુમચી > અફીણ 

પદ > પતિ

ધી > દીકરી

પૂંવરો > દીકરો 

થાંદલો > ફાંદ 

પૂંશ > તડકો 

ખાપોશ > પગરખું 

પાસિયું > દાતરડું

પાંજણ > બંધાણ 

પાંસલો > જાળ 

પૈ > પૈડું 

નફર > ગુલામ 

પ્રાચી > પૂર્વદિશા

પ્રાવૃષ > ચોમાસું 

ધમ > નગારું

પ્લવંગ > વાંદરા 

નકો > નાક 

નહાર > દિવસ 

પનાઈ > હોડી 

પારાપત > કબૂતર

પૂરારિ > શિવ 

પૂગીફળ > સોપારી

પ્રપા > પરબ

સમાનાર્થી શબ્દ ગુજરાતીમાં

તફારિક > વધારાનું, ફાલતુ.. 

ઢાંકણિયો > પૂંછમાં સફેદ વાળ હોય તેવો બળદ.. 

છીતરી > બે ઘર વચ્ચેની નાની જગ્યા- નવેળુ..

ઘાટડી> રાતા રંગની બાંધણી (સ્ત્રીએ પહેરવાનું વસ્ત્ર)

ખરસટ> ખરબચડું,બરછટ,તકલાદી..

પકતું/પખતું>પહોળુ,ખુલતું..

ફાયો>અત્તરમાં કે દવામાં બોળેલું રૂનું પુમડું..

ભાંગરો વાટવો> છૂપી વાત ખુલ્લી કરવી.

મસોતું > રસોડામાં વપરાતો કપડાનો ટુકડો.


- નીલેશ થાનકી

Subscribe to receive free email updates: