AKSHAR RIVER CRUISE FULL INFORMATION અક્ષર રિવર ક્રુઝ સંપૂર્ણ માહિતી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

AKSHAR RIVER CRUISE FULL INFORMATION અક્ષર રિવર ક્રુઝ સંપૂર્ણ માહિતી

આજે આપણે અમદાવાદમાં શરૂ થયેલ અક્ષર રિવર ક્રુઝ વિશેની સંપૂર્ણ માહિતી વિશે જાણીશું

નમસ્કાર મિત્ર, ગુજરાતી ટોપ ઓફિશિયલ વેબસાઈટ પર તમારૂં સ્વાગત કરૂ છું.

AKSHAR RIVER CRUISE AHMEDABAD FULL INFORMATION
AKSHAR RIVER CRUISE AHMEDABAD FULL INFORMATION


આજે ‘અક્ષર રિવર ક્રૂઝ’નું ઉદ્ઘાટન, અમદાવાદને મળશે વધુ એક નવલું નઝરાણું, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન, વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે ઉદ્ઘાટન, સાબરમતી રિવરફ્રન્ટ પર ‘અક્ષર રિવર ક્રૂઝ’નું ઉદ્ઘાટન, અમદાવાદીઓને મળશે વધુ એક ભેટ, 15 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે નવું આકર્ષણ, આજથી અક્ષર રિવર ક્રુઝનો શુભારંભ, અક્ષર રિવર ક્રુઝ વધારશે અમદાવાદની શાન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ,રાજ્ય કક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા ,મેયર કિરીટ પરમાર સહીત અનેક ધારાસભ્યો રહેશે ઉપિસ્થત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અક્ષર રિવર ક્રૂઝનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું

આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા અક્ષર ટ્રાવેલ્સ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચેના જોઈન્ટ વેન્ચર અક્ષર રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

અક્ષર રિવર ક્રૂઝ એકસાથે 162 પેસેન્જર ક્રૂઝ મુસાફરોને દોઢ કલાકની મુસાફરી પર લઈ જશે. આ દરમિયાન ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સ્પ્રિંકલર સિસ્ટમમાં મુસાફરોને ભોજન સહિત લાઇફબોટ, લાઇફ જેકેટ્સ અને અન્ય સલામતી સુવિધા મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન સમારોહમાં પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું કે, તેઓ પણ આ ક્રુઝ પર પરિવાર સાથે જમવા માંગે છે. જ્યારે તેઓ શહેરની મુલાકાતે આવશે ત્યારે તેઓ આ ક્રુઝ પર અમદાવાદવાસીઓ સાથે જમશે.

AKSHAR RIVER CRUISE AHMEDABAD HD PHOTOS IMAGES
અક્ષર રિવર ક્રુઝ અમદાવાદ ફોટો


RIVER CRUISE AHMEDABAD RENT FEE

વિદેશ-ગોવા જેમ ક્રૂઝમાં જમવાની મજા અમદાવાદમાં:સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝનું અમિત શાહ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે, 2 જુલાઈએ મોદીનું સપનું સાકાર થશે

આગામી 2 જુલાઈ રવિવારથી અમદાવાદીઓ હવે વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસી અને જમવાની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા PPP ધોરણે ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ રવિવારે સવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે. ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝમાં આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝમાં જેમ ગોવા મુંબઈમાં બેસી અને લોકો જમવાની મજા માણતા હોય છે, તે જ રીતે આ આયોજન કરવામાં આવ્યું છે.

ખાનગી કંપની અક્ષર રિવર ક્રૂઝનું સંચાલન કરશે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારથી તેમનું સપનું હતું કે સાબરમતી નદીમાં ક્રૂઝ રેસ્ટોરાં મળે અને સહેલાણી અને લોકો આવી ક્રૂઝ રેસ્ટોરાંની મજા માણવા બહાર ન જવું પડે. તેના માટે અમદાવાદમાં જ ફ્લોટિંગ ક્રૂઝ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ખાનગી કંપની દ્વારા આ ક્રૂઝનું સંચાલન કરવામાં આવનાર છે.

AKSHAR RIVER CRUISE AHMEDABAD TICKET FEE ONLINE BOOKING OFFICIAL WEBSITE


અક્ષર રિવર ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ બેસી જમી શકાશે

ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. રેસ્ટોરાં ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી એસી હશે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવશે. રેસ્ટોરાંમાં જે રીતે ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, ડીજે સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિત વગેરે સુવિધાઓ હશે. રેસ્ટોરાં ક્રૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવશે. ઉપરના ભાગે પણ લોકો ફૂડની મજા માણી શકે તેવું બનાવવામાં કરવામાં આવ્યું છે.

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

અક્ષર રિવર ક્રૂઝને ઉપરથી ઢાંકી દેવાશે પણ સાઈડ ખુલ્લી રહેશે

ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝના ઉપરના ભાગને આખો ઢાંકી દેવામાં આવશે. પરંતુ સાઈડથી ભાગ ખુલ્લો રહેશે. ચોમાસા દરમિયાન પણ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝમાં બેસી અને ફૂડની મજા માણી શકાય તેના માટે ઉપરથી તેને ઢાંકી દેવામાં આવશે. બપોરના સમયે પણ ચોમાસા કે શિયાળા દરમિયાન લોકો ક્રૂઝમાં ઉપરના માળે બેસી અને એક જ સાઈડ બેસી અને સાબરમતી નદીનો નજારો માણતા જમી શકે તેવી રીતે બનાવવામાં આવશે. ક્રૂઝમાં કિચન પાછળના ભાગે બનાવવામાં આવશે. આ કિચનમાં રેસ્ટોરાંમાં જે પણ ફૂડ હશે તે બહારથી તૈયાર કરી અને લાવવામાં આવશે. માત્ર જે ફ્રેશ વસ્તુઓ બનાવવાની હશે, તે જ ક્રૂઝમાં બનાવવામાં આવશે.

વલસાડના ઉમરગામથી અક્ષર રિવર ક્રૂઝ લવાઈ છે

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ (SRFDCL) દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટના લીધે નદીમાં મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની રહેશે. રૂપિયા 10 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર થશે. નદીના ઉપયોગ બદલ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા વાર્ષિક રૂ. 45 લાખની લાઇસન્સ ફી પણ સાબરમતી રિવરફ્રન્ટ તંત્રને ચૂકવવામાં આવશે. ગત ફેબ્રુઆરી મહિનામાં વલસાડના ઉમરગામથી આ ક્રૂઝને સાબરમતી રિવરફ્રન્ટ પર લાવવામાં આવી હતી. ત્રણ મહિના સુધી રેસ્ટોરાં ક્રૂઝને બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. તાજેતરમાં જ તેને પાણીમાં ઉતારીને બનાવવામાં આવી હતી. ક્રૂઝ બની ગયા બાદ હવે તેને સાબરમતી નદીમાં ચલાવી ટેસ્ટિંગ કરવામાં આવશે. ત્યારબાદ 2 જુલાઈના રોજ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ શરૂ થશે.

સીસીસી પરીક્ષાનું મટેરીયલ અને માહિતી વેબસાઈટ 

ફ્લોટિંગ રેસ્ટોરાં અક્ષર રિવર ક્રૂઝની વિશષેતા

  • બે માળની ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં.
  • પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે ઓપન સ્પેસ હશે.
  • ક્રૂઝમાં એક સાથે 125થી 150 લોકો બેસી શકશે.
  • ક્રૂઝમાં મનોરંજનની પણ સુવિધા મળી રહેશે.
  • લાઈવ શો, મ્યુઝિક પાર્ટી, બર્થડે પાર્ટી, ઓફિસની મિટિંગ થઈ શકે એવું આયોજન કરાયુ છે.
  • સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે.
  • સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે.
  • આ પ્રોજેક્ટ અક્ષર ટ્રાવેલ્સને સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ સાબરમતી નદીમાં એશિયાના બેસ્ટ લકઝરી અક્ષર રીવર ક્રુજની વિશેષતાઓ

  • મેક ઈન ઈન્ડિયા ના નેજા હેઠળ ભારતમાંજ બનેલ પહેલી પેસેન્જર કેટામરીન ક્રુજ.
  • બે પ્રોપલ્શન એન્જીન તથા બે જનરેટર.
  • 30 મીટર લંબાઈ તથા લોઅર અપર ડેક
  • 150+15 ક્રુ મેમ્બર્સની કેપેસીટી
  • ત્રણ વોશરુમ
  • -લોઅર ડેક (સેન્ટ્રલી એર કંડીશન)અપર ડેક ઓપન ટુ સ્કાય.
  • સીટીંગ એસી રેસ્ટોરન્ટ.
  • સમય સ્લોટ -12 થી 1:20 અને 1:45 થી 3:15 લંચ સ્લોટ.
  • 7:15 થી 8:45 અને 9:00 થી 10:30 ડિનર
  • મયુઝિક તથા એલઈડી સિસ્ટમ.
  • દરરોજ લાઈમ કાર્યક્રમ
  • મોકટેઈલ બાર.
  • 35 થી વધુ વેજીટેરીયન/જૈન વ્યંજનો.(સુપ,સ્ટાટર,મેઈન કોર્સ,વિવિધ ડેઝર્ટ)
  • 180 થી વધુ લોકોને બેસવા માટે ભવ્ય વેઈટીંગ એસી લોંજ.
  • અટલબ્રિજ થી દધિચી બ્રિજ વચ્ચે દોઢ કલાકની લંચ/ડિનર એન્ટરટેઈમેન્ટ સાથે રાઈડ.
  • ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ ચેકઈન
  • ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ માટેની વ્યવસ્થા.
  • પ્રોફેસનલ મેનેજમેન્ટ.
  • વાઈફાઈ
  • હાઈ રીજ્યોલુયશન સીસી ટીવી કેમેરા.
  • ઐતિહાસિક શહેર અમદાવાદની ઓડિયા-વિડીયો ગાઈડ વિજયુઅલ દ્રારા જાણકારી.
  • કોર્પોરેટ અને અન્ય પ્રસંગ કે ઈવેન્ટ માટે ચાર્ટર માટેની વ્યવસ્થા.
  • ક્રુજ એન્ટ્રી વખતે પ્રોપર સીક્યુરીટી.
  • વીઆઈપી લોન્જ ઉપલબ્ધ.
  • અપર ડેક પરથી પ્રવાસી સાબરમતીના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકશે.
  • બોડિઁગ માટે 27 મીટર લાંબી અને 14 મીટર પહોળી વિશાળ 700 ટન કેપેસીટી વાળી જેટી.

અક્ષર રિવર ક્રૂઝર અમદાવાદ સેફટી ફિચર્સ

  • 180 લાઈફ સેફટી જેકેટ
  • 12 તરાપા (10 લોકો અને 20 લોકો બેસીને તરી શકે તેવી કેપેસીટી)
  • ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ સાથે, સ્મોક ડિટેક્ટર, પોર્ટેબલ અગ્નિશામક આગ સંબંધિત સલામતી માટે સ્થાપિત ફાયર સેફટી અને ફાયર પંપ ની ઈનબિલ્ટ વ્યવસ્થા.
  • કોઈપણ કટોકટીની કાળજી લેવા માટે -ઈમરજન્સી રેસ્ક્યુ બોટ દરેક સમયે / સ્ટેન્ડબાય ઉપલબ્ધ ઈમરજન્સી રેસ્કયુ બોટની વ્યવસ્થા.
  • 6 નંગ - કટોકટીમાં ઉપયોગ કરવા માટે રિંગ બોય્સ.
  • ક્રુઝમાં પાવર ફેલ થવાના કિસ્સામાં બેટરી પર ચાલતી ઈમરજન્સી લાઈટો ઉપલબ્ધ.
  • ક્રૂઝનું માળખું થર્મલ ઇન્સ્યુલેશન દ્વારા અગ્નિથી સુરક્ષિત.
  • 1 કેપ્ટન 1 જોઈન્ટ કેપ્ટન તથા ૭ ક્રુ મેમ્બર્સ ફુલ ટાઈમ ઓન ક્રુજ.
  • ઓનબોર્ડ પર હાજર એડવાન્સ વોકી ટોકી અને રેડિયો સાધનોનો ઉપયોગ કરીને જો કોઈ ઘટના ઊભી થાય તો ક્રૂ તાત્કાલિક ધોરણે કિનારાની ટીમ સાથે વાતચીત કરી શકશે.
  • પબ્લીક એડ્રેસ સિસ્ટમ.
  • ફસ્ટ એડ ફોર ઈમરજન્સી.
  • ઇમરજન્સી એક્જીટ ડોર.
  • સાધનોની યોગ્ય ઓળખ માટે બોટમાં પર્યાપ્ત સાઇન અને સિગ્નલો નિશ્ચિત કરવામાં આવ્યા છે.
  • અટલબ્રિજ રીવર ફ્રન્ટ પર
  • 100 પ્રવાસીઓ માટે વિશાળ વેઈટીંગ લકજરી એસી લોંજ
  • વીઆઈપી માટે વિશેષ વેઈટીંગ લોંજ.

વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)

અક્ષર રિવર ક્રૂઝ માટે ઓનલાઇન અને ઓફલાઈન ટિકિટ મેળવી શકશે

અક્ષર ટ્રાવેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ શર્માએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એશિયાની સૌથી મોટી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ કમ ક્રુઝનું 2 જુલાઈના રોજ કરવામાં આવશે. 10 જુલાઈથી લોકો માટે આ ક્રુઝ ખુલ્લી મુકવામાં આવશે. લોકો આ ક્રુઝની મજા માણી શકે તેના માટેની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. ઓનલાઇન અને ઓફલાઈન ટિકિટ મેળવી શકશે. ટ્રાવેલ બુકિંગ એજન્ટ પાસેથી પણ તેઓ ટિકિટ બુક કરાવી શકશે. રિવરફ્રન્ટ ક્રૂઝ માટે અલગથી વેબસાઈટ પણ છે તેના ઉપર તેઓ બુકિંગ કરાવી શકે છે.

આપને આ માહિતી ઉપયોગી સાબિત થશે એવી અમને આશા છે. દરરોજ અવનવા સમાચાર, શૈક્ષણિક સમાચાર અને નોકરી વિષયક સમાચાર વાંચવા માટે અમારી અન્ય વેબસાઈટ www.kamalking.in અને www.jobgujarat.in ની પણ દરરોજ મુલાકાત અચુક લેતા રહેશો

Subscribe to receive free email updates: